1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 60 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે, દરિયો ન ખેડવા માછીમારોને ચેતવણી
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 60 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે, દરિયો ન ખેડવા માછીમારોને ચેતવણી

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 60 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે, દરિયો ન ખેડવા માછીમારોને ચેતવણી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાનું વિધિવત આગમન 15મી જુન સુધીમાં થઈ જશે, એવો હવામાન વિભાગનો વર્તારો છે, ત્યારે  રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. બીજી બાજુ રાજસ્થાનમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રફ દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાનથી લઈને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી લંબાયો છે. જેને કારણે આગામી 3 દિવસ દરમિયાન ભારે પવન સાથે માવઠારૂપી છાંટણા પડવાની શક્યતા છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને 25થી 29 મે દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાતના જખૌ, માંડવી, મુંદ્રા, નવા કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા તથા પોરબંદરના દરિયાકાંઠે 27થી 29 મે 2022 દરમિયાન 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે 60 કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે. એવામાં માછીમારોને આ સમય દરમિયાન દરિયો ખેડવા ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. રાજ્યભરમાં મંગળવારે તેજ પવનો સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદનાં ઝાપટાં નોંધાયાં હતાં. જેના કારણે અમદાવાદ, સુરેન્દ્રનગર તથા ઉત્તર ગુજરાતનાં કેટલાંક સ્થળોને બાદ કરતા મોટાભાગનાં શહેરોમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું. દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડમાં તેજ પવનો સાથે ઝાપટાં નોંધાયાં હતાં. જેના કારણે ગરમીમાં રાહત મળી હતી. જ્યારે રાજકોટમાં પણ અડધાથી બે ઇંચ સુધી વરસાદ પડતા માત્ર એક કલાકમાં તાપમાનમાં 10 ડિગ્રી સુધીનો ઘટાડો થયો હતો. દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન શાસ્ત્રીના કહેવા મુજબ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવતા હાલ જે સ્થિતિનું નિમાર્ણ થયું છે ખાસ કરીને છેલ્લા એક સપ્તાહથી વાતાવરણ બદલાયું છે તેનું મુખ્ય કારણ વેર્સ્ટન ડિસ્ટબન્સ છે. તાજેતરમાં જ ગરમીનું પ્રમાણ ખૂબ વધ્યું હતું અને તેના પરિણામ સ્વરૂપે લો પ્રેશરની સ્થિતિ સર્જાતા રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં હવાનું ચક્રવાત બન્યું છે. ગુજરાતમાં ચોમાસુ 15 જૂનની આસપાસથી શરૂઆત થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code