ગુજરાતમાં ટાઢોડું: પારો 4 ડિગ્રી ગગડ્યો, નલિયા સૌથી ઠંડુ નગર બન્યું
અમદાવાદ, 3 જાન્યુઆરી 2026 : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં આવેલા પલટાને કારણે ઠંડીના જોરમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી જેટલું નીચું જતાં વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ વધતા જનજીવન પ્રભાવિત થયું છે. […]


