1. Home
  2. Tag "Command"

મહાકુંભમાં થયેલી દુર્ઘટનાની ન્યાયિક તપાસનો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આદેશ

લખનૌઃ પ્રયાગરાજના સંગમતીર્થ ખાતે થયેલી દોડધામમાં 30 શ્રધ્ધાળુઓના મોત થયા છે.. આ દુર્ઘટનાની ન્યાયિક તપાસનો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે. પ્રયાગરાજની ઘટનાને લઈને પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે પ્રયાગરાજ મહાકુંભમાં જે દુર્ઘટના થઈ તે અત્યંત દુઃખદ છે. આમાં તેમના પરિવારના સભ્યો ગુમાવનારા ભક્તો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ […]

ગુજરાતમાં 25 IPS અધિકારીની સાગમટે બદલીના આદેશ

ગાંધીનગરઃ ગુજરાતમાં 25 IPS અધિકારીની બદલીનો ગંજીપો ચિપવામાં આવ્યો છે. શમશેરસિંઘને એન્ટી કરપ્શન બ્યુરોના ડિરેક્ટર પદ પર યથાવત રાખવામાં આવ્યો છે. જ્યારે રાજકુમાર પાંડિયનને કાયદો-વ્યવસ્થા વિભાગનો હવાલો સોંપાયો છે. રાજ્યના 25 IPS અધિકારીની એકસાથે બદલી કરવામાં આવી છે. સોમવારની મોડી રાતે બદલીના ઓર્ડર બહાર પાડવામાં આવ્યા હતા. સિનિયર IPS અધિકારી શમશેરસિંઘને એન્ટી કરપ્શન બ્યુરોમાં યથાવત […]

ઉત્તર પ્રદેશઃ સંભલમાં થયેલી હિંસાની ન્યાયિક તપાસ થશે, યોગી સરકારે આપ્યાં આદેશ

લખનૌઃ ઉત્તર પ્રદેશની યોગી સરકારે સંભલમાં તાજેતરમાં થયેલી હિંસાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. રાજ્યના ગૃહ વિભાગના આદેશ અનુસાર હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર અરોરાના નેતૃત્વ હેઠળની ત્રણ સભ્યોની સમિતિને કેસની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. સમિતિના અન્ય બે સભ્યોમાં નિવૃત્ત IAS અધિકારી અમિત મોહન પ્રસાદ અને ભૂતપૂર્વ IPS અધિકારી અરવિંદ કુમાર જૈન છે. કમિટીને […]

હવે નેટવર્ક કવરેજની માહિતી મોબાઈલમાં મળશે, TRAIએ તમામ કંપનીઓને આદેશ આપ્યો

સામાન્ય રીતે, આજે પણ દેશના મોટાભાગના વિસ્તારોમાં નેટવર્ક કવરેજને લઈને સમસ્યા છે. ઘણી વખત અમને ખબર નથી પડતી અને અમે એવી જગ્યાએ શિફ્ટ થઈ જઈએ છીએ જ્યાં નેટવર્ક ન હોય, પરંતુ હવે આવી કોઈ સમસ્યા નહીં રહે. હવે તમને તમારી ટેલિકોમ કંપનીની મોબાઈલ એપમાં જ નેટવર્ક કવરેજ વિશે સંપૂર્ણ માહિતી મળશે. આ માટે ટેલિકોમ રેગ્યુલેટરી […]

દિલ્હીમાં પ્રદૂષણ મામલે ગ્રેપ-4ના પ્રતિબંધોનો કડક અમલ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રદૂષણ ગંબીર સ્તર પર પહોંચ્યુ છે. જેને લઈને સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન દિલ્હી સરકારને સવાલ પૂછવાની સાથે ફટકાર લગાવી હતી. તેમજ કડક પ્રતિબંધ લગાવવામાં મોડું કરવામાં આવતા ઝાટકણી કાઢી હતી. આ સાથે કેન્દ્ર સરકારે કહ્યું કે હવે સ્થિતિ સ્ટેજ 4 પ્રતિબંધો લાગુ કરવાના તબક્કે પહોંચી ગઈ છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું […]

સંજય રાઉતને કોર્ટે માનહાનિ કેસમાં દોષી ઠરાવ્યાં, 15 દિવસની જેલનો આદેશ

મુંબઈઃ શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટે તેમને ભાજપના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. તેમજ શિવસેના (UBT) નેતા સંજય રાઉતને 15 દિવસની જેલ અને 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મેધા સોમૈયાની અરજી પર મુંબઈની શિવરી કોર્ટમાં સુનાવણી થઈ […]

તાલિબાનનો આદેશઃ અફઘાનિસ્તાનમાં વિદ્યાર્થિનીઓના યુનિ.માં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવાયો

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન બાદ કેટલાક નિયમોમાં ફેરફાર થયાં છે. દરમિયાન અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે વિદ્યાર્થિનીઓના યુનિવર્સિટીમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું જાણવા મળે છે. ભારતે અફઘાનિસ્તાનમાં મહિલાઓના શિક્ષણ અને માનવઅધિકારના ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી રાજદૂત રૂચિરા કંબોજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અફઘાનિસ્તાન પર ભારતનું વલણ રજૂ કર્યું હતું. […]

યુદ્ધગ્રસ્ત યુક્રેનના બુચામાં રશિયાના લશ્કરી કમાન્ડરે નરસંહારનો આદેશ કર્યો હતો

નવી દિલ્હીઃ યુક્રેનના બૂચામાં નરસંહારનો વાસ્તવિક ગુનેગાર રશિયન લશ્કરી કમાન્ડર અજાત્બેક ઓમુરબેકોવ હતો. તેણે રશિયન સૈનિકોને પચાસ વર્ષથી ઓછી ઉંમરના પુરુષોને ઓળખીને મારી નાખવા અને મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કરવાનો આદેશ આપ્યો હતો. આ દાવો બ્રિટિશ મીડિયાએ કર્યો છે. પોતાના રિપોર્ટમાં તેણે રશિયન કમાન્ડરને બુચાનો કસાઈ ગણાવ્યો છે. રિપોર્ટ અનુસાર, સેપરેટ મોટરાઈઝ્ડ રાઈફલ બ્રિગેડના કમાન્ડર […]

રાજ્યમાં મેટ્રો અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ફાસ્ટટ્રેક પર મુકવા અપાયો આદેશ

અમદાવાદઃ શહેરની મેટ્રો રેલ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ગુજરાતના અતિ મહત્વના બે પ્રોજેકટ અમદાવાદ મેટ્રો અને મુંબઇ–અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેકટને ફાસ્ટટ્રેક પર લઇ જવાનો નિર્ણય કર્યેા છે. આ બન્ને પ્રોજેકટમાં આવતી તમામ અડચણો દૂર કરી 2022ની વિધાનસભા તેમજ 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં […]

ગુજરાતઃ જાહેર સ્થળો ઉપર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીગનું પાલન નહીં કરનાર સામે થશે કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ પ્રજા પણ કોરોનાને ભૂલી ગઈ હોય તેમ મોટી સંખ્યામાં પ્રવાસન સ્થળો ઉપર ઉમટી પડ્યાં છે. એટલું જ નહીં કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં થતું હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન રાજ્યના પોલીસ વડાએ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓને જાહેર અને પ્રવાસન સ્થળ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code