1. Home
  2. Tag "commencement"

‘યંગ ઈન્ડિયા પથ બ્રેકર્સ 2022’ નેશનલ સમિટનો શુભારંભ, કેડી હોસ્પિટલના ચેરમેન અદિત દેસાઈ અને યંગ ઈન્ડિયાના ચેરમેનનું સંબોધન

અમદાવાદઃ યંગ ઈન્ડિયા પથ બ્રેકર 2.0 2022ના નેશનલ સમિટનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગ્રે કેડી હોસ્પિટલના ચેરમેન અદિત દેસાઈ અને યંગ ઈન્ડિયાના ચેરમેન તેજસ શાહ એ ઉપસ્થિત મહેમાનોને સંબોધિત કર્યા હતા, ત્યાર બાદ કલાકાર ધવલ ખત્રી દ્રારા ગણેશજીનું પેઈન્ટિંગ કરવામાં આવ્યું સાથે જ ગણેશ સ્તૃતિ કરવામાં આવી હતી. આ ઈવેન્ટના આરંભમાં અદિત દેસાઈએ જણાવ્યું હતું […]

અંબાજીમાં ભાદરવી પુનમનાં મેળાનો સોમવારથી પ્રારંભ, દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

અંબાજી: યાત્રાધામ અંબાજી ખાતે  દર વર્ષે ભાદરવી પુનમના યાજોતા મેળાને હવે એક દિવસ બાકી રહ્યો છે. ભાદરવી પુનમનો મેળો  કાલે સોમવારે 5મી સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી છ દિવસ ચાલશે. આ મેળામાં આવતાં લાખ્ખો પદયાત્રીઓને શાંતિ અને સરળતાથી દર્શનનો લાભ મળી શકે તે માટે મેળાનાં છ દિવસ માટે દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે. મોટી સંખ્યામાં […]

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં નવા કપાસની આવકનો પ્રારંભ, સારા ભાવ મળતા ખેડુતો ખૂશખૂશાલ

રાજકોટઃ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં નવા કપાસની આવકના શ્રીગણેશ થયા છે. કપાસમાં સારા ભાવને લીધે ખેડુતો પણ ખૂશખૂશાલ છે, જે ખેડુતોએ ચોમાસાના આગમન પહેલા કપાસનું આગોતરૂ વાવેતર કર્યું હતુ. તેવા ખેડુતોના કપાસની આવક શરૂ થઈ છે. હાલ વરાપ નિકળતા ખેડુતોએ કપાસ વિણવાનું શરૂ કર્ છે. સૂત્રોના જણાવ્યા મુજબ એકતરફ એરંડા જેવા પાકના બીજ રોપવાનું ચાલુ છે […]

ગુજરાત યુનિ.માં બી.કોમ, BBA, BCA સહિતની વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ હવે કોલેજોમાં પ્રવેશની મોસમ શરૂ થઈ છે, જેમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા બી, કોમ, બીબીએ, બીસીએ, સહિતની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો છે. કોમર્સ કોલેજોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ કરાતા વિદ્યાર્થી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. અને […]

પોરબંદર – દિલ્હી વચ્ચે હવાઇ સેવાનો પ્રારંભ, સપ્તાહમાં ચાર દિવસ ઉડશે ફ્લાઇટ

પોરબંદરઃ રાજ્યમાં દરિયાકાંઠે આવેલા પોરબંદરને પણ વિમાની સેવાનો લાભ મળી રહ્યો છે. પોરબંદરથી દિલ્હી વચ્ચે હવાઇ સેવાનો પ્રારંભ કરાયો છે. એક અઠવાડિયામાં ચાર દિવસ ફ્લાઇટ ઊડાન ભરશે. હાલ પોરબંદર એરપોર્ટ પરથી પોરબંદર-મુંબઈ વચ્ચે હવાઇ સેવા કાર્યરત છે. હવે દિલ્હી સાથે હવાઈ કનેક્ટીવીટી શરુ થતા પોરબંદરને મોટો ફાયદો થશે. પોરબંદર શહેર અને જિલ્લાના લોકોને વધુ એક […]

ગાંધીનગરના કોલાવડાથી મુખ્યમંત્રીએ સુજલામ સુફલામ યોજનાનો કરાવ્યો પ્રારંભ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરના કોલવડા ગામેથી કરાવ્યો હતો. ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા તથા જ્યાં જેટલો વરસાદ થાય ત્યાં જ તેનો સંગ્રહ થાય તેવા ઉમદા હેતુસર લોકજાગૃતિ કેળવવા વર્ષ 2018થી આ જળ અભિયાન ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવે છે. દેશના આઝાદીના અમૃત મહોત્સવ વર્ષ ના ઉપલક્ષ્યમાં […]

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો બુધવારથી પ્રારંભ, ગુરૂવારે અંદાજપત્ર રજુ થશે

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો તા.2જી માર્ચથી પ્રારંભ થી રહ્યો છે. અને તા. 3જી માર્ચે ભુપેન્દ્ર પટેલ સરકારનું પહેલું બજેટ રજૂ થશે, વિધાન સભાની ચૂંટણીને આઠ મહિના જેટલો સમય બાકી હોવાથી બજેટમાં નવા કરવેરા લાદવામાં આવે તેવી શક્યતા નથી. વિધાનસભાના સત્રમાં અનેક બીલોને મંજુરી આપવામાં આવશે.વિધાનસભાનું બજેટ સત્ર 31 માર્ચ સુધી કાર્યરત રહેશે. રાજ્યમાં 121 દિવસના […]

બુલેટ ટ્રેનની કામગીરી રોકેટ ગતિએઃ સાબરમતી નદી પર બ્રીજ બનાવવાની કામગીરીનો પ્રારંભ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણતા બુલેટ ટ્રેનના કામમાં હવે બુલેટની ગતિ આવતી જાય છે. ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનના સંપાદનનું કામ પૂર્ણ થઈ ગયુ છે. હવે રેલવે સ્ટેશન, બ્રીજ વગેરેના કામનો પ્રારંભ કરાયો છે. અમદાવાદના  સુભાષબ્રિજ  પાસે અન્ય એક બ્રિજ બનાવવામાં આવશે. અમદાવાદ- મુંબઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન માટે બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ […]

ગુજરાત યુનિવર્સિટીમાં LLM ની પરીક્ષાનો પ્રારંભ, 219 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે, ઓફલાઈન પરીક્ષા

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં આજથી એલએલએમ સેમેસ્ટર-3ની પરીક્ષા શરૂ થઈ રહી છે. કોરોનાને કારણે એડમિશન પ્રક્રિયા મોડા શરૂ થઈ હતી. જેથી પરીક્ષા પણ એક મહિના કરતા વધુ સમય મોડી યોજાઈ રહી છે.  આજે અલગ અલગ કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. એલએલએમ બાદ અલગ અલગ સ્ટ્રીમમાં સેમેસ્ટર -1 ની પરીક્ષા પણ ઓનલાઇન અને ઓફલાઇન વિકલ્પ સાથે […]

રાજ્યમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ છતાં કેટલીક શાળાઓના વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકો મળ્યા નથી

અમદાવાદઃ  દિવાળી વેકેશન પૂર્ણ થતાં તા. 22મી  નવેમ્બરથી શાળાઓમાં ફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે. વિદ્યાર્થીઓ પણ કોરોનાનો ડર છોડીને હવે નિયમિત શાળાએ જવા લાગ્યા છે. પરંતું કહેવાય છે કે, ઘણી સ્કૂલો એવી છે જ્યાં પુસ્તકો હજી પહોંચ્યા નથી. પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા વિતરણ કરાયેલા પુસ્તકો મળ્યા ન હોવાથી વાલીઓ અને એસવીએસ કન્વીનરોને મુશ્કેલીઓ પડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code