1. Home
  2. Tag "Construction"

ભારત-બાંગ્લાદેશ વચ્ચે માલગાડીઓના સંચાલન માટે, બેનાપોલમાં 900 મીટરની નવી સાઈડિંગ લાઈનનું નિર્માણ

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નવી દિલ્હીમાં વાણિજ્ય સચિવ સ્તરની બેઠક યોજાઈ હતી. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વાણિજ્ય સચિવ બી. વી. આર. સુબ્રહ્મણ્યમે અને બાંગ્લાદેશના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વરિષ્ઠ સચિવ, વાણિજ્ય મંત્રાલય તપન કાંતિ ઘોષે કર્યુ હતું. બંને પક્ષોએ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બંદરોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, સમગ્ર આર્થિક ભાગીદારી સમજૂતી (સીઈપીએ) પર સંયુક્ત અધ્યયન, બોર્ડર હાટ, મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશનના […]

પાટણની હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિ.ના કેમ્પસમાં અદ્યત્તન સ્પોર્ટસ સંકુલનું નિર્માણ કરાયું

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં સૌથી મોટું સ્પોર્ટસ સંકુલ તૈયાર થઇ ગયું છે. કોરોનાના કારણે 2021માં જે સ્પોર્ટસ સંકુલ તૈયાર થવાનું હતું તેનું કામ પૂર્ણ થઇ ગયું છે તે હવે ટુંકસમયમાં  ખૂલ્લુ મુકાશે. 5200 ચોરસ મીટરમાં તૈયાર કરાયેલા આ સ્પોર્ટસ સંકુલમાં તમામ પ્રકારની ઇન્ડોર રમતની સુવિધાઓ છે. આ સ્પોર્ટ સંકુલ 8.50 કરોડથી વધુના ખર્ચે […]

હાઇવે એન્જિનિયરિંગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ, મધ્યપ્રદેશમાં દેશનો સૌથી પહેલો સાઉન્ડપ્રૂફ હાઇવે બનાવાયો

મધ્યપ્રદેશમાં દેશનો સૌથી પહેલો સાઉન્ડપ્રૂફ હાઇવે બનાવાયો આ હાઇવેની લંબાઇ 29 કિલોમીટરની છે તેને બનાવવા માટે 960 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં દેશનો પહેલો સાઉન્ડપ્રૂફ હાઇવે બનીને તૈયાર થઇ ગયો છે. મધ્યપ્રદેશના સવની જીલ્લામાં બનેલા આ હાઇવેની લંબાઇ 29 કિલોમીટરની છે અને તેને બનાવવા માટે 960 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. અહીંથી […]

સાબરમતી રિવરફ્રન્ટઃ બેરેજ કમ બ્રીજનું કરાશે નિર્માણ

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના ફેઇઝ-2ના પ્રથમ તબક્કાના ડફનાળાથી સદર બજાર સુધીના કામોનું ઇ-ખાતમૂર્હત કરતાં વિશ્વાસ વ્યકત કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આ ડ્રીમ પ્રોજેકટમાં શહેરી વિકાસની આગવી પ્રતિકૃતિ સમાયેલી છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ ફેઇઝ-2નો ડફનાળાથી ઇન્દિરાબ્રીજ સુધીનો આ સંપૂર્ણ પ્રોજેકટ નદીની બેય તરફ મળીને કુલ 11 કિ.મી.માં રૂ. […]

આત્મનિર્ભર ભારત: પોર્ટેબલ ઓકસીજન કોન્સ્ટ્રનટ્રેટરનું રાજકોટના યુવાઓએ કર્યું નિર્માણ

મશીનથી બે દર્દીઓને આપી શકાશે સારવાર સીએમ રૂપાણીએ કર્યુ નિરીક્ષણ યુવાનોના કામગીરીના કર્યા વખાણ અમદાવાદઃ કોરોનાની પ્રવર્તમાન મહામારીમાં આ મહામારીથી વધુ સંક્રમિત દરદીઓની સારવાર માટે ઓકસીજનની જરૂરિયાત સ્થાનિક સ્તરે પૂરી કરી શકાય તેવી અભિનવ પહેલ રાજકોટના યુવા સાહસિકોએ પ્રાયોગિક ધોરણે પોર્ટેબલ ઓકસીજન કોન્સ્ટ્રનટ્રેટર બનાવીને કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ યુવા ઇજનેરોએ આ પોર્ટેબલ ઓકસીજન […]

સિંગાપોર-દુબઈની જેમ ગુજરાતના આ પાંચ શહેરોમાં ગગનચૂંબી ઈમારતોના બાંધકામને મંજૂરી

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી સ્કાય રાઇઝડ આઇકોનીક ઇમારતોના બાંધકામ માટેના સીજીડીઆર-2017ના રેગ્યુલેશનમાં ફેરફાર કરતા પ્રાથમિક જાહેરનામા અન્વયે આવેલા વાંધા સુચનોને ધ્યાને લીધા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરનામાને આખરી મંજુરી આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 18 ઓગસ્ટ 2020ના દિવસે રાજ્યના પાંચ મહાનગરોમાં સિંગાપોર-દુબઇની […]

પાકિસ્તાનમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિનું નિર્માણઃ ઈસ્લામવાદી પાર્ટીના નેતાની ધરપકડ બાદ તોડફોડ અને આગચંપી

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કટ્ટરપંથી ઇસ્લામવાદી પાર્ટીના નેતાની ધરપકડ થયા બાદ દેશના ઘણા ભાગોમાં હિંસક પ્રદર્શન બાદની ઘટનાઓ સામે આવી છે. વિરોધ કરનારાઓએ દેશનાં સૌથી મોટા શહેર કરાચી સહિતના ઘણા શહેરોના રસ્તાઓ બ્લોક કર્યા હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફ્રાન્સમાં ઇંશનિંદાવાળા કેટલાક પ્રકાશનો માટે ફ્રાન્સના રાજદૂતને […]

અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના મંદિર નિર્માણ માટે રાજસ્થાનમાંથી સૌથી વધારે મળ્યું દાન

દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના નિર્માણ માટે કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ મંદિરના નિર્માણ માટે સંમગ્ર દેશમાં પ્રજા પાસેથી મદદ માંગવામાં આવી રહી છે. જેથી સમગ્ર દેશમાંથી 1500 કરોડથી વધારેનું દાન મળ્યું હોવાનુ જાણવા મળે છે. જેમાં સૌથી વધારે દાન રાજસ્થાનની જનતાએ કર્યું છે. રાજસ્થાનની જનતાએ મંદિરના ભવ્ય નિર્માણ માટે અત્યાર […]

અમદાવાદમાં એસ.ટી.વર્કશોપ 15 નવી બસોનું કરાયું નિર્માણ !

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ હવે ધીમે-ધીમે ઘટતા જનજીવન ફરીથી રાબેતા મુજબ થઈ રહ્યું છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા એસ.ટી નિગમના વર્કશોપમાં ફરીથી નવી બસોના નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. દોઢ મહિનાના સમયગાળામાં અહીં 15 જેટલી નવી બસો બનાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર એસ.ટી. નિગમના નરોડા ખાતે આવેલા વર્કશોપમાં નવી બસોનું […]

રામ મંદિર નિર્માણ માટે અત્યાર સુધીમાં રૂ. 500 કરોડની નિધિ એકત્રિત થયાનો અંદાજ

દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિર નિર્માણ માટે દેશભરમાંથી મદદ લેવામાં આવી રહી છે. દરમિયાન અત્યાર સુધીમાં રૂ. 500 કરોડની નિધિ એકત્રિત થયાનો રામ મંદિરના નિર્માણ માટે બનાવવામાં આવેલા ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચોપાજીએ અંદાજ વ્યક્ત કર્યો છે. તેમજ તેમણે રામ મંદિરના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણીની ભૂમિકાના વખાણ કર્યાં હતા. તેમણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code