1. Home
  2. Tag "Convocation"

NIPER-અમદાવાદનો દીક્ષાંત સમારંભ યોજાયો, 173 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ

અમદાવાદઃ ભારત સરકારના કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય અંતર્ગત આવેલી ધ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ – અમદાવાદ (નાઇપર) દ્વારા આજે તેનો 11મો દીક્ષાંત સમારંભ ગાંધીનગર કેમ્પસ ખાતે યોજાયો હતો. સમારંભમાં ફાર્મસી ક્ષેત્રમાં માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરનારા 173 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાં 163 માસ્ટર્સ (એમએસ અને એમબીએ) અને 10 પીએચડી સ્કોલરનો સમાવેશ […]

NIPER-અમદાવાદ ખાતે 11મા દિક્ષાંત સમારોહનું આયોજન

અમદાવાદઃ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPER-અમદાવાદ) એ ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના નેજા હેઠળ ચાલતી રાષ્ટ્રીય મહત્વની સ્વાયત્ત સંસ્થા છે. સંસ્થા દ્વારા 27મી ડિસેમ્બર, 2024ના રોજ NIPER અમદાવાદના પ્રો. ડિરેક્ટર શૈલેન્દ્ર સરાફની અધ્યક્ષતામાં 11મો દિક્ષાંત સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ શ્રી […]

એઈમ્સ રાયપુરના બીજા દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિએ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું

નવી દિલ્હીઃ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) રાયપુરના બીજા દીક્ષાંત સમારોહમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ  હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેમણે 10 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 514 વિદ્યાર્થીઓને ડિગ્રી આપીને સન્માનિત કર્યા હતા. દીક્ષાંત સમારોહમાં તેમની સાથે રાજ્યપાલ રામેન ડેકા, મુખ્ય પ્રધાન વિષ્ણુદેવ સાંઈ અને આરોગ્ય પ્રધાન શ્યામ બિહારી […]

જંગલો આપણા માટે જીવનદાતા છે: રાષ્ટ્રપતિજી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે ઈન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડમી, દેહરાદૂનમાં આયોજિત દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ભાષણમાં કહ્યું હતું કે, 18મી અને 19મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિને કારણે લાકડા અને અન્ય વન ઉત્પાદનોની માંગમાં વધારો થયો છે. આ વધતી માંગને કારણે, નવા નિયમો, નિયમો અને જંગલોના ઉપયોગની પદ્ધતિઓ […]

બનાસકાંઠાઃ બનાસ મેડિકલ કોલેજ, મોરિયાનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ મેડિકલ કોલેજ મોરિયા, પાલનપુરનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.  ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજના વર્ષ ૨૦૧૮ની પ્રથમ બૅચના ૧૪૦ વિધાર્થીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, બનાસ […]

કામધેનુ યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ યોજાયો, 826 વિદ્યાર્થીઓને ડિગ્રી અને એવોર્ડ્સ એનાયત કરાઈ

ગાંધીનગરઃ કામધેનુ યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ ૮૨૬ જેટલા વિદ્યાર્થીઓને પશુપાલન અને પશુ ચિકિત્સા, ડેરી ટેકનોલોજી તથા મત્સ્યપાલન ક્ષેત્રના વિવિધ અભ્યાસક્રમો માટે ડિગ્રી અને એવોર્ડ્સ એનાયત કર્યા હતા. ડિગ્રી લઈને કાર્યક્ષેત્રમાં પદાર્પણ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને તેમણે દેશી ગાયની નસલ સુધારવા, દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા અને દૂધ તથા કૃષિમાં પોષક તત્વો વધારવા […]

આપણું રાષ્ટ્ર અને તેની સભ્યતા હંમેશાં જ્ઞાનની આસપાસ કેન્દ્રિત રહી છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

બેંગ્લોરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં ભારતીદાસન વિશ્વવિદ્યાલયનાં  38માં પદવીદાન સમારંભને સંબોધન કર્યું હતું. તેમણે યુનિવર્સિટીના હોશિયાર વિદ્યાર્થીઓને એવોર્ડ પણ એનાયત કર્યા હતા. જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીદાસન  યુનિવર્સિટીનો 38મો પદવીદાન સમારંભ અતિ વિશેષ છે, કારણ કે નવા વર્ષ 2024માં આ તેમનો પ્રથમ જાહેર સંવાદ છે. તેમણે તમિલનાડુનાં સુંદર રાજ્યમાં અને યુવાનો વચ્ચે […]

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગરનો દીક્ષાંત સમારોહ વિદેશ મંત્રીની ઉપસ્થિતિમાં શનિવારે યોજાશે

ગાંધીનગરઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગરનો  3જો દીક્ષાંત સમારોહ આગામી તા. 23મી શનિવારે યોજાશે. આ પદવીદાન સમારંભમાં  વિદેશ મંત્રી ડૉ. સુબ્રહ્મણ્યમ જયશંકર મુખ્ય મહેમાનપદે તરીકે  ઉપસ્થિત રહેશે.  જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ ભારતના ગુજરાત રાજ્યમાં સ્થિત એક પ્રતિષ્ઠિત સંસ્થા છે. […]

ગાંધીનગરમાં પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીનો શનિવારે દીક્ષાંત સમારોહ યોજાશે

અમદાવાદઃ ગાંધીનગરમાં આવેલી પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીનો 11મો દીક્ષાંત સમારોહ તા. 2 ડિસેમ્બરના રોજ રવિવારે ગાંધીનગરના રાયસણ સ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીના સંકુલમાં યોજાશે. આ કાર્યક્રમમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ અને યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ડો. મુકેશ અંબાણી ઉપસ્થિત રહેશે. તેમજ ઈસરોના ચેરમેન ડો.એસ.સોમનાથ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે. બંને મહાનુભાવો વિદ્યાર્થીઓને સંબોધિત કરવાની સાથે વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત […]

ગુજરાત પોલીસમાં સીધી ભરતીના 46 પીઆઈનો દીક્ષાંત સમારોહ CMની ઉપસ્થિતિમાં યોજાયો

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં  કરાઈ ખાતે પોલીસ અકાદમીમાંથી સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત કરી પોલીસબેડામાં સેવારત થવા જઈ રહેલા 46 પોલીસ ઇન્સ્પેક્ટરની પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી. મુખ્યમંત્રીએ આ નવ નિયુક્ત અફસરોમાં 14 જેટલી બહેનો, 3 ડોક્ટર, 25 ઈજનેર અને 3 પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવે છે તેમને પણ બિરદાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે. રાજ્યના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code