1. Home
  2. Tag "CORONA"

ફિલ્મ અભિનેતા સોનુ સુદ આંધ્રપ્રદેશમાં ઓક્સિજન પ્લાન્ટની કરશે સ્થાપના

મુંબઈઃ લોકડાઉનમાં ફસાગેલા શ્રમજીવીઓ અને જરૂરીયાતમંદ લોકોની મદદ કરનારા ફિલ્મ અભિનેતા સોનુ સુદે હવે જૂન મહિનામાં આંધ્રપ્રદેશમાં કેટલાક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે તેમણે સોશિયલ મીડિયા મારફતે જાહેરાત પણ કરી હતી. ફિલ્મ અભિનેતા સોનૂ સૂદે ટ્વિટ કરીને કહ્યું છે કે મારા ઓક્સીજન પ્લાન્ટનો પહેલો સેટ કુરનૂલ સરકારી હોસ્પિટલમાં અને એક જિલ્લા […]

તાઉ-તે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત લીધીઃ 100 વળતરની માગ કરી

અમદાવાદ: તાઉ-તે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવાઈ નિરિક્ષણ કર્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતા. હવે કોંગ્રેસના આગેવાનો અસરગ્રસ્તોની વેદના સાંભળવા માટે મુલાકાત લઈ રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તેમજ સાથે ધારાસભ્ય પૂંજાભાઈ વંશ, ગીર સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમા , ઋત્વિક મકવાણા , રાજુભાઇ ગોહેલ તેમજ ગીર સોમનાથ […]

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ સોમવારથી શરૂ થવાની શક્યતા

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર અને જિલ્લામાં હવે કોરોનાના કેસ ઘટતા જાય છે. કોરોનાના દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મહાત્મા મંદિર ખાતે સરકાર દ્વારા 900 બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરવામાં આવી રહી છે. જેનો સોમવારથી પ્રારંભ કરાય તેવી શક્યતા રહેલી છે. હોસ્પિટલમાં 225 બેડ આઇસીયુ વીથ વેન્ટીલેટરવાળા રખાયા છે. જ્યારે બાકીના 675 બેડ ઓક્સિજનવાળા રાખ્યા […]

કોરોનાને કારણે રોજગારીનું સંકટ ઉભુ થયુ, દેશમાં ઉત્પાદન ક્ષેત્રની નોકરીમાં 50 ટકાનો ઘટાડો

કોરોનાથી રોજગારીને સંકટ ઉત્પાદન ક્ષેત્રની 50 ટકા નોકરીમાં ઘટાડો બેરોજગાર થયેલા લોકોમાં વધી ચીંતા દિલ્લી: કોરોનાવાયરસના કારણે સરકારને જે રીતે વેપાર-ધંધા બંધ કરવાની ફરજ પડી હતી તેના કારણે મોટી સંખ્યામાં લોકોની રોજગારી પર અસર પડશે તે વાત તો નક્કી જેવી જ હતી. હવે હાલ કોરોનાવાયરસના સંક્રમણના કારણે દેશમાં ઉત્પાદન ક્ષેત્રની નોકરીમાં 50 ટકાનો ઘટાડો થયો […]

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જાહેરાત, એક સપ્તાહ માટે ફરી લોકડાઉન વધાર્યું

દિલ્હીના સીએમ કેજરીવાલની જાહેરાત એક સપ્તાહ માટે લોકડાઉન લંબાવાયું 31 મેં સુધી રહેશે લોકડાઉન કેજરીવાલે કહ્યું,યુદ્ધ હજુ બાકી છે દિલ્લી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા કેસ અને સંક્રમણ દર નીચે આવ્યો છે. ઘટતા સંક્રમણ દર વચ્ચે લોકડાઉન વધારવા અથવા દૂર કરવાની શંકા હવે સમાપ્ત થઈ ગઈ છે. રવિવારે કેજરીવાલ સરકારે ફરી એક વાર લોકડાઉન વધાર્યું […]

બેથી 3 અઠવાડિયા સુધી એક જ માસ્કના ઉપયોગથી બ્લેક ફંગસનો ખતરોઃ એઈમ્સના પ્રોફેસર

દિલ્હીઃ ભારત કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. ત્યારે હવે બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસ નામના રોગચાળાએ માથુ ઉચક્યું છે. જેથી કેટલાક રાજ્યોએ તેને મહામારી તરીકે જાહેર કરી છે. ગુજરાતમાં પણ લગભગ 1500 જેટલા કેસ સામે આવ્યાં હોવાનું જાણવા મળે છે. બેથી ત્રણ અઠવાડીયા સુધી એક જ માસ્કનો ઉપયોગ કરવાથી બ્લેક ફંગસના સંક્રમણનો ખતરો વધી […]

રતનપુર ચેકપોસ્ટ પાસેથી 4.50 કરોડની રોકડ રકમ સાથે 2ની અટકાયત

બનાસકાંઠાઃ ગુજરાત-રાજસ્થાનની રતનપુર ચેકપોસ્ટ પાસેથી પોલીસે 4.50 કરોડની રોકડ રકમ સાથે બે વ્યક્તિઓને ઝડપી લીધા હતા. આ રકમ દિલ્હીથી ગુજરાતમાં લવાતી હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક માહિતી અનુસાર ગુજરાતમાં દારૂબંધીને પગલે પોલીસ સતર્ક બની છે અને અન્ય રાજ્યમાંથી ઘુસાડવામાં આવતા દારૂના જથ્થાને ઝડપી લેવા માટે વિવિધ ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવે છે. […]

રાજસ્થાનમાં કોરોનાની ત્રીજી લહેરનો સંકેત, 341 બાળકો પોઝિટિવ

રાજસ્થાનમાં કોરોનાવાયરસની ત્રીજી લહેરના સંકેત બાળકોમાં જોવા મળ્યા વધારે કેસ રાજ્યમાં 341 બાળકો પોઝિટિવ જયપુર: કોરોનાવાયરસના કેસ ભલે દેશના તમામ રાજ્યોમાં ઘટી રહ્યા હોય, દેશમાં ભલે સ્વસ્થ થનારા વ્યક્તિની સંખ્યા નવા કેસની સરખામણીમાં ડબલ હોય, પણ હજુ પણ કોરોનાવાયરસનું સંક્રમણ શાંત પડ્યુ નથી. કારણ એ છે કે જાણકારો દ્વારા કોરોનાવાયરસની ત્રીજી લહેર વિશે અગાઉથી જાણ […]

રક્ષામંત્રીની અધ્યક્ષતામાં આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે, 12 માં ધોરણની બોર્ડની પરીક્ષા અંગે લેવાશે નિર્ણય

રક્ષામંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક 12 માં ધો.ની બોર્ડની પરીક્ષા અંગે લેવાશે નિર્ણય અધિકારીઓ અને મંત્રી સાથે વર્ચ્યુઅલ બેઠક કોરોનાનું સંક્રમણ વધતા પરીક્ષા છે સ્થગિત દિલ્લી: કોરોનાના વધતા જતા કેસોને કારણે હજુ 12 માં ધોરણની બોર્ડની પરીક્ષા સ્થગિત છે.એવામાં લાખો વિદ્યાર્થીઓના મનમાં પરીક્ષાને લઈને અસમંજસ છે. આ સંદર્ભમાં શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નિશંક અને રક્ષામંત્રી રાજનાથ […]

WORK FROM HOMEની ઉંધી અસર: મોટા ભાગનાને ઓફિસના સહકર્મીને નથી મળવુ, તો કેટલાકને ઓફિસ નથી જવુ

કોરોનાને લઈને કંપનીઓમાં થયુ હતુ વર્ક ફ્રોમ હોમ હવે જોવા મળી રહી છે તેની ઉંધી અસરો ઘરેથી કામ કરનારાને સહકર્મીઓને નથી મળવુ અમદાવાદ: કોરોનાવાયરસના સંક્રમણના કારણે મોટા ભાગના વેપાર-ધંધાને અસર થઈ છે. આવા સમયમાં કેટલીક કંપનીઓએ ઓફિસનું કામ થતુ રહે તે માટે તેના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી હતી અને કેટલીક ઓફિસમાં તો હજુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code