દર્દીઓ ગમે તે વાહનમાં હોસ્પિટલમાં પહોંચે દાખલ કેમ કરાતા નથીઃ HC સરકારની ઝાટકણી કાઢી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો PIL પર સુનાવણી હાથ ધરીને રાજ્ય સરકારે દર્શાવેલી વિગતો સામે સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરી હતી. ગત સપ્તાહે હાઈકોર્ટના આદેશને પગલે આજે ગુજરાત સરકારે વર્તમાન પરિસ્થિતિ અને તેમાં પોતે લીધેલા પગલાં અંગે સોગંદનામું ફાઈલ કર્યું હતું. જેમાં કરાયેલા દાવાઓની હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ […]


