1. Home
  2. Tag "CORONA"

કોરોના: મધ્યપ્રદેશના આ ત્રણ શહેરોમાં 21મીએ લોકડાઉન

ઇન્દોર-ભોપાલ-જબલપુરમાં લોકડાઉન મધ્યપ્રદેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ 31 માર્ચ સુધી શાળાઓ-કોલેજો રહેશે બંધ ભોપાલ: મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 1,140 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે,જે બતાવે છે કે, રાજ્યમાં એક વાર ફરી કોરોના પોતાનો કહેર વર્તાવી શકે છે.કોરોનાના વધતા જતા કેસ વચ્ચે રાજ્ય સરકારે મધ્યપ્રદેશના ત્રણ મોટા શહેરોમાં ભોપાલ,ઇન્દોર અને જબલપુરમાં રવિવારે 21 માર્ચના રોજ […]

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને એસ્ટ્રાઝેનેકા વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો

બ્રિટનના પીએમએ લીધો રસીનો પ્રથમ ડોઝ એસ્ટ્રાઝેનેકા વેક્સીનનો લીધો પ્રથમ ડોઝ બોરિસ જોનસને ટ્વિટ કરીને આપી માહિતી દિલ્લી: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને શુક્રવારે એસ્ટ્રાઝેનેકા કોવિડ -19 વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. પીએમ જોનસને ટ્વિટ કરીને કહ્યું કે,મેં હમણાં જ મારો પહેલો ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા વેક્સીનનો ડોઝ લીધો છે. અવિશ્વસનીય વૈજ્ઞાનિકો,એનએચએસ કર્મચારીઓ અને સ્વયંસેવકો સહીત તે બધાનો […]

કોરોના સંક્રમિતઃ સુરતમાં બે દિવસ ટેક્સ્ટાઈલ માર્કેટો બંધ રહેશે

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વઘતા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ રાજ્યની સરહદ ઉપર ચેકપોસ્ટ ઉભી કરીને બહારથી આવતા લોકોનું સ્ક્રિનીંગ અને ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. સુરતમાં કોરોનાના કેસ વધતા સીટી બસ અને બીઆરટીએસ બસ સેવા બંધ કરવામાં આવી છે. હવે બે દિવસ માટે શહેરની તમામ ટેક્સ્ટાઈલ માર્કેટો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જેથી […]

દુનિયાનો પહેલો દેશ જ્યાં બધા પુખ્ત વયના લોકોને અપાઈ કોરોના વેક્સીન

પુખ્ત વયના લોકોને અપાઈ વેક્સીન વેક્સીન બ્રિટન દ્વારા કરાઈ ઉપલબ્ધ સફળતા બદલ બ્રિટનનો માન્યો આભાર દિલ્લી: દુનિયાભરમાં કોરોના વાયરસ મહામારીને રોકવા માટે વેક્સીન લગાવવામાં આવી રહી છે. ક્યાંક રસીકરણની પ્રક્રિયા ઝડપી છે,તો ક્યાંક ધીમી છે. આ દરમિયાન દુનિયાનો એક એવો દેશ પણ છે,જ્યાં બધા પુખ્ત વયના લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે. આ દેશનું નામ […]

ગુજરાતમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામનારા 51 ટકા લોકોને કોઈ બીમારી ન હતી

અમદાવાદઃ ગુજરાતમાં ગત 19મી માર્ચ 2020ના રોજ કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. એક વર્ષના સમયગાળામાં રાજ્યમાં કોરોનાના લગભગ 2.81 લાખ જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં છે. જે પૈકી 2.71 લાખ લોકો કોરોનાને મહાત આપીને સાજા થયાં છે. એક વર્ષના સમયગાળામાં કોરોના મહામારીમાં 4433 વ્યક્તિઓના મોત થયાં છે. ચોંકાવનારી બાબત એ છે કે, મૃતકો પૈકી […]

ગુજરાતમાં રસીકરણ અભિયાન બન્યું વધુ તેજઃ રસીકરણના સમયમાં કરાયો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારા વચ્ચે કોરોનાની રસીકરણ મહાઅભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. જેમાં રસીકરણ તેજ કરવા અને કોરોના ટેસ્ટીંગ વધારવા સૂચન કર્યું હતું. દરમિયાન ગુજરાતમાં કોરોના ટેસ્ટીંગના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે સવારે 9થી રાતના 9 કલાક સુધી કોરોનાની રસી […]

વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાતા વાલીઓ ચિંતિતઃ ફરીથી ઓનલાઈન એજ્યુકેશનની શરૂ કરવા માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. બીજી તરફ સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ રહ્યાં હોવાતી વાલીઓ ચિંતિત બન્યાં છે. તેમજ ત્રણ સપ્તાહ સુધી સ્કૂલ-કોલેજમાં શિક્ષણ કાર્ય બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન આપવાની માંગણી કરી છે. દરમિયાન આજે વિજય રૂપાણી સરકારની કેબિનેટની બેઠક યોજાશે. જેમાં કોરોના મહામારીને પગલે સ્કૂલ-કોલેજમાં અભ્યાસ અને પરીક્ષાને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. પ્રાપ્ત […]

ગુજરાતમાં કોરનાની એન્ટ્રીને એક વર્ષ પૂર્ણઃ અત્યાર સુધીમાં 2.71 લાખ દર્દીઓ થયાં સાજા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ ફરીથી ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ એક વર્ષ પહેલા તા. 19મી માર્ચના રોજ સુરત અને રાજકોટમાં નોંધાયો હતો. ત્યાર બાદ પોઝિટિવ કેસમાં વધારો થયો હતો. જો કે, છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાનું સંક્રમણ ઘટ્યું હતું અને કેસમાં પણ ઘટાડો થયો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી એકવાર […]

સુરતમાં લારી-ગલ્લા અને શાકમાર્કેટ સાંજના સાત કલાકે કરાશે બંધ

અમદાવાદઃ સુરતમાં કોરોનાના કેસમાં વધારો થતા ગાર્ડન અને બસ સેવા બંધ કરવામાં આવી હતી. હવે સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે જ્યાં લોકોની ભીડ એકત્ર થાય છે તેવી સ્થળો ઉપર ભીડ ઓછી કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. જેથી લારી-ગલ્લા અને શાકમાર્કેટ સાંજના સાત કલાક પછી બંધ રહેશે. આ ઉપરાંત ખાણી-પીણીના વેપારીઓએ રાતના 9 કલાકે ધંધા […]

ગુજરાતમાં હાલ લોકડાઉનનું કોઈ આયોજન નથીઃ વિજય રૂપાણી

અમદાવાદઃ ગુજરાતમાં લોકોનાના કેસમાં વધારો થતા અમદાવાદ સહિતના શહેરોમાં કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યાં છે. જેથી લોકોમાં ફરી એકવાર લોકડાઉનને લઈને ભય ફેલાયો છે. જો કે, હાલમાં લોકડાઉનની કોઈ વાત નહીં હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. તેમજ તેમણે ગુજરાતની જનતાને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત માસ્ક અને સામાજીક અંતર સહિતના નિયમોનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code