ભારતમાં ફરી કોરોનાએ માથુ ઉચક્યું, કેરળમાં 292 સહિત દેશમાં 614 પોઝિટિવ કેસ નોંધાયાં
નવી દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે, કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર કેરલમાં 24 કલાકમાં 292 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે ત્રણ દર્દીઓના મોત થયાં છે. જ્યારે સમગ્ર દેશમાં કોરોનાના નવા 614 કેસ નોંધાયાં છે. ગત 21 મે બાદ સૌથી વધારે કેસ સામે આવ્યા છે. […]