1. Home
  2. Tag "court"

પાકિસ્તાનના કરાચીમાં રણવીર સિંહ અને અક્ષય ખન્ના વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગ કરતી અરજી કોર્ટમાં કરાઈ

નવી દિલ્હીઃ ભારતીય ફિલ્મ “ધુરંધર” સામે કરાચી કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ફિલ્મમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોના ફોટોગ્રાફ્સ, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના ધ્વજ અને પાર્ટી રેલીઓના ફૂટેજનો પરવાનગી વિના ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે PPPને આતંકવાદી પાર્ટી તરીકે […]

ઓડિશા: 4000 કિલો વિસ્ફોટકોની લૂંટ કેસમાં 11 નક્સલવાદીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઈ

નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ઓડિશાના રાઉરકેલા જિલ્લામાં પથ્થરની એક ખાણમાંથી આશરે 4 હજાર કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રીની લૂંટના કેસમાં 11 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ લૂંટની ઘટના સીપીઆઈ (માઓવાદી) આતંકવાદી સંગઠનના સશસ્ત્ર કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી. એનઆઈએની તપાસમાં સામે આવ્યું છે કે, નક્સલવાદીઓએ ઓડિશાના ગીચ જંગલોમાં પોતાના નેટવર્ક દ્વારા […]

શેખ હસીનાની મુશ્કેલીઓ વધી, કોર્ટ 17 નવેમ્બરે ચુકાદો આપશે; સેનાએ સંભાળ્યો ચાર્જ

નવી દિલ્હી: બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના માટે મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ (ICT) એ જાહેરાત કરી કે તે 17 નવેમ્બરના રોજ ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ પોતાનો ચુકાદો આપશે. શેખ હસીના પર ગયા જુલાઈમાં થયેલા વિદ્યાર્થી બળવા દરમિયાન સેંકડો લોકોની હત્યા અને માનવતા વિરુદ્ધના ગુનાઓનો આરોપ […]

પાકિસ્તાન: ઇસ્લામાબાદ કોર્ટ નજીક આત્મઘાતી હુમલો, 12ના મોત, અનેક ઘાયલ

નવી દિલ્હી: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક મોટો વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં 12 લોકોના મોત અને 21 લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ ઇસ્લામાબાદમાં ડિસ્ટ્રિક્ટ રકોર્ટની પાસે જ થયો હતો. અહેવાલો અનુસાર, આ એક સુસાઈડ એટેક હતો. ઇસ્લામાબાદમાં કોર્ટહાઉસની બહાર પાર્ક કરેલી કારમાં વિસ્ફોટ થયો. 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને 21 ઘાયલ થયા. […]

પેપર લીક કેસમાં રેલવેના 8 પૂર્વ કર્મચારીઓને કોર્ટે ફરમાવી પાંચ-પાંચ વર્ષની સજા

અમદાવાદઃ અમદાવાદના સીબીઆઈ કેસોના ખાસ ન્યાયાધીશે ગુનાહિત કાવતરું, ચોરી, અપ્રમાણિક રીતે ચોરાયેલી મિલકત મેળવવા અથવા જાળવી રાખવાના ગુના, ગુનાના પુરાવા ગાયબ કરવા, સામાન્ય ઈરાદાને આગળ વધારવામાં ગુનો કરવા અને ગુનાહિત ગેરવર્તણૂક કરવાના કેસમાં 8 આરોપીઓને દોષિત ઠેરવ્યા અને પાંચ વર્ષની સાદી કેદની સજા ફટકારી તેમજ દરેકને રૂ. 5 લાખ (કુલ રૂ. 40,00,000/-)નો દંડ ફટકાર્યો છે. […]

પાકિસ્તાની જાસુસ જ્યોતિ મલ્હોત્રાની જામીન અરજી કોર્ટે ફગાવી

જ્યોતિ મલ્હોત્રાની 16 મેના રોજ ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ અને ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તે જાસૂસીના શંકાના આધારે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરાયેલા 12 લોકોમાંની એક હતી. હિસારની એક કોર્ટે યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની જામીન અરજી ફગાવી દીધી હતી, જે પાકિસ્તાન માટે જાસૂસીના આરોપસર જેલમાં છે. જ્યોતિની અરજી ફગાવી દેવાયા […]

સીબીઆઈ કોર્ટે સમસ્ત મુસ્લિમ ખલીફા સુન્નતવાલ જમાતના તત્કાલીન પ્રમુખ-સેક્રેટરીને 3 વર્ષની કેદની સજા ફટકારી

સુરતઃ સીબીઆઈ કોર્ટે ગુનાહિત કાવતરું અને વિદેશી યોગદાન નિયમન અધિનિયમ (FCRA) સંબંધિત કેસમાં નવસારીના ટ્રસ્ટ સમસ્ત મુસ્લિમ ખલીફા સુન્નતવાલ જમાતના તત્કાલીન પ્રમુખ અને સેક્રેટરી સહિત ત્રણ આરોપીઓને 3 વર્ષની કેદની સજા ફટકારી છે, જેમાં કુલ રૂ. 60,000/-નો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં આરોપી ટ્રસ્ટ પર 20,000/-નો દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદની સીબીઆઈ કોર્ટ નંબર 02ના […]

ઝઘડિયા દુષ્કર્મ-હત્યા કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફરમાવી

અમદાવાદઃ ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં 10 વર્ષીય બાળકી પર થયેલા પાશવી બળાત્કાર અને હત્યાના કેસમાં ભરૂચની અંકલેશ્વર સેશન્સ કોર્ટે 72 દિવસની અંદર ચુકાદો આપતાં આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારતા સમગ્ર રાજ્યમાં કડક ન્યાયના નવા યુગની શરૂઆતના સંકેત મળ્યા છે. આ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ચુકાદો આપવામાં આવ્યો છે. કેસની હકીકત અનુસાર, 16 […]

નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી, કોર્ટે હાજર થવા કર્યો નિર્દેશ

નવી દિલ્હીઃ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય આરોપીઓને નોટિસ જારી કરી છે. સ્પેશિયલ જજ વિશાલ ગોગણેએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત સાત આરોપીઓને 8 મેના રોજ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ […]

મેઘા પાટકરની દિલ્હી પોલીસે કરી અટકાયત, કોર્ટમાંથી બિનજામીનપાત્ર વોરન્ટ જાહેર કરાયું હતું

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે સામાજિક કાર્યકર્તા મેધા પાટકરની ધરપકડ કરી છે. તેમની નિઝામુદ્દીનથી ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે મેધા પાટકર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. 2001માં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા તેમના વિરુદ્ધ દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં તેમને દોષિત ઠેરવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સાકેત કોર્ટના એડિશનલ સેશન્સ જજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code