1. Home
  2. Tag "court"

સુરતમાં બાળકી ઉપર દુષ્કર્મ આચરીને હત્યા કરનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા ફરમાવી હતી

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં બાળકી ઉપર બળાત્કાર ગુજારીને તેની ઘાતકી હત્યા કરનારા આરોપીને કોર્ટે કસુરવાર ઠરાવીને ફાંસીની સજાનો આદેશ કર્યો હતો. આરોપીએ વડાપાઉની લાલચ આપીને બાળકીનું અપહરણ કરીને બળાત્કાર ગુજારીને માથા ઉપર ઈંટના ફટકા મારીને હત્યા કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં 7મી ડિસેમ્બર, 2020 ના રોજ ઘરની બહાર રમતી બાળકીનું દિનેશ […]

ઉત્તરપ્રદેશઃ નકલી માર્કશીટ કેસમાં દોષિત ઠરેલા ભાજપના ધારાસભ્ય સામે યોગી સરકારની કાર્યવાહી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન યોગી સરકારે નકલી માર્કશીટ કેસમાં દોષિત અયોધ્યાની ગોસાઈગંજ બેઠકના ભાજપના ધારાસભ્ય ઈન્દ્ર પ્રતાપ તિવારી ઉર્ફે ખબ્બુ તિવારીની વિધાનસભા સદસ્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં આ અંગે વિધાનસભા સચિવાલયે એક જાહેરનામું […]

દિલ્હીની રોહિણી કોર્ટ સંકુલમાં બ્લાસ્ટઃ એક પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં રોહિણી કોર્ટમાં આજે સવારે ધમાકાના અવાજથી નાસભાગ મચી ગઈ હતી. બ્લાસ્ટમાં કોર્ટ નંબર 102માં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયાં હતા. તેમને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ બ્લાસ્ટની તીવ્રતા ઓછી હતી. તેમજ બ્લાસ્ટના કારણે જમીનમાં ખાડો પડી ગયો હતો. સ્થળ પરથી આઈઈડી, એક્સપ્લોસિવ અને એક ટીફીન જેવી વસ્તુઓ […]

સાંતેજમાં બાળકી ઉપર દુષ્કર્મ અને હત્યા કેસમાં અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફરમાવી

અમદાવાદઃ શહેર નજીક સાંતેજમાં બાળકીનું અપહરમ કર્યાં પછી દુષ્કર્મ આચરીને હત્યા કરવાના ચકચારી બનાવમાં આજે ગાંધીનગર કોર્ટે સુનાવણીના અંતે ચુકાદો જાહેર કર્યો હતો. પોલીસે સમગ્ર કેસની તપાસ કરીને માત્ર આઠ જ દિવસમાં આરોપી વિજય ઠાકોર સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ કેસની સુનાવણીના અંતે ગાંધીનગર પોક્સો કોર્ટે આરોપી વિજય ઠાકોરને આજીવન કેદની સજા ફરમાવી છે. […]

બળાત્કાર પીડિતાને ઝડપી ન્યાયઃ કોર્ટે એક જ દિવસમાં સુનાવણી પૂર્ણ કરીને આરોપીને સજા ફરમાવી

આરોપીને આજીવન કેદની સજાનો કર્યો આદેશ પીડિતાને રૂ. 7 લાખનું વળતર માટે નિર્દેશ દિલ્હીઃ દેશની અદાલતોમાં મોટી સંખ્યામાં કોર્ટ પેન્ડીંગ પડ્યાં છે. જો કે, બિહારની એક કોર્ટે માત્ર એક જ દિવસમાં જ સાક્ષીઓની જુવાની, બંને પક્ષના વકીલોની દલીલ અને ચુકાદો જાહેર કરી દીધો હોવાનું જાણવા મળે છે. બિહારની આ કોર્ટે ઝડપી ન્યાયનું ઉત્તમ ઉદાહરણ પુરુપાડ્યું […]

UP: પૂર્વીય DCP ક્રાઈમની ટીમ ઉપર લાગ્યાં ગંભીર આક્ષેપ, યુવાનને બંધક બનાવી રૂ. 40 લાખ વસુલ્યાંનો આરોપ

લખનૌઃ પૂર્વીય ડીસીપી ક્રાઈમ ટીમમાં તૈનાત આઠ પોલીસ કર્મચારીઓ સામે કાનપુરના કાકદેવ પોલીસ સ્ટેશનમાં લૂંટનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ કોર્ટના આદેશ અનુસાર નોંધવામાં આવ્યો છે. ફરિયાદ નોંધાવનારા રેસ્ટોરન્ટના સંચાલક  મયંકે આરોપ લગાવ્યો છે કે, આરોપી પોલીસ કર્મચારીઓએ તેને 24 જાન્યુઆરીના રોજ બંધક બનાવીને લખનૌ લઈ ગયા હતા. તેમજ કેન્ટ ચોકીમાં બંધક બનાવી માર […]

ઉત્તરપ્રદેશઃ સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચરનારા પિતાને કોર્ટે ફરમાવી મોતની સજા

લખનૌઃ ઉત્તરપ્રદેશના બહરાઈચ જિલ્લામાં સગીર દીકરીને ધમકી આપીને દુષ્કર્મ કરનારા પિતાને પોક્સો કોર્ટે ફાંસીની સજાનો આદેશ કર્યો છે. કોર્ટે માત્ર 3 મહિનામાં જ સુનાવણી પૂર્ણ કરીને સજાનો હુકમ કર્યો છે. આ બનાવમાં આરોપીની પત્નીએ જ ફરિયાદ નોંધાવી હતી. પીડિતાનો ભાઈ પણ આ કેસમાં સાક્ષી હતી. આરોપીને પોક્સો કોર્ટના જજ નિતિન પાંડેયએ સજાનો આદેશ કર્યો હતો. […]

20 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 1888 વ્યક્તિઓના મોત, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ચોંકાવનારા આંકડા

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં અલ્તાફ નામના યુવાનના કસ્ટોડિયલ ડેથ બાદ ફરી એકવાર પોલીસ કસ્ટડીમાં આરોપીઓના મોતનું ભૂત ધુણવા લાગ્યું છે. દરમિયાન દેશમાં 20 વર્ષના સમયગાળામાં પોલીસ કસ્ટડીમાં 1888 વ્યક્તિઓના મોત થયાં છે. જો કે, આ બનાવોમાં અત્યાર સુધીમાં 26 પોલીસ કર્મચારીઓને દોષિત સાબિત થયાં છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર 20 વર્ષમાં પોલીસ કર્મચારીઓ સામે કસ્ટોડિયલ […]

આર્યન ખાનની મુશ્કેલી વધીઃ અરબાઝ સાથે સોશિયલ મીડિયામાં કરેલી ચેટની વિગતો કોર્ટમાં કરાઈ રજૂ

મુંબઈઃ બોલીવુડના સુપર સ્ટાર શાહરૂખ ખાના દીકરા આર્યન ખાનને અહીં 20મી ઓક્ટોબર સુધી જેલમાં રહેવું પડે તેવી શકયતા છે. ક્રુઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં તેની જામીન અરજીના કેસમાં ચુકાદો કોર્ટે અનામત રાખ્યો છે. એનસીબીએ આર્યન ખાનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. પોલીસે આર્યન ઉપર ડ્રગ્સ ચેટ, ઈન્ટરનેશનલ ડ્રગ પેડલર સાથેના કનેકશન અને ડ્રગ્સ ટ્રાફિટીંગ જેવા ગંભીર […]

પત્નીની હત્યા માટે ઝેરી સાપનો હથિયારની જેમ ઉપયોગ કરનારા પતિને આજીવન કેદની સજાનો આદેશ

દિલ્હીઃ કેરળમાં સંપતિની લાલચમાં પત્નીને ઝેરી સાપ કરડાવીને હત્યા કરનારા પતિને અદાલતે ગુનેગાર ઠરાવ્યો હતો. કોર્ટે આરોપી પતિને ગુનેગાર ઠરાવીને આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો. કોર્ટે આ કેસને દર્લભથી અતિદુર્લભ શ્રેણીમાં આવતો હોવાનું પણ નોંધ્યું હતું. આ ઘટનામાં પોલીસે ડમી રેપ્ટાઈલનો ઉપયોગ કરીને અને ક્રાઈમ સીન રિક્રીએટ કરીને સફળતાપૂર્વક કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code