1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાંતેજમાં બાળકી ઉપર દુષ્કર્મ અને હત્યા કેસમાં અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફરમાવી
સાંતેજમાં બાળકી ઉપર દુષ્કર્મ અને હત્યા કેસમાં અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફરમાવી

સાંતેજમાં બાળકી ઉપર દુષ્કર્મ અને હત્યા કેસમાં અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફરમાવી

0
Social Share

અમદાવાદઃ શહેર નજીક સાંતેજમાં બાળકીનું અપહરમ કર્યાં પછી દુષ્કર્મ આચરીને હત્યા કરવાના ચકચારી બનાવમાં આજે ગાંધીનગર કોર્ટે સુનાવણીના અંતે ચુકાદો જાહેર કર્યો હતો. પોલીસે સમગ્ર કેસની તપાસ કરીને માત્ર આઠ જ દિવસમાં આરોપી વિજય ઠાકોર સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ કેસની સુનાવણીના અંતે ગાંધીનગર પોક્સો કોર્ટે આરોપી વિજય ઠાકોરને આજીવન કેદની સજા ફરમાવી છે. એટલે આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાનું રહેશે. આ ઉપરાંત તેને દંડ પણ ફટકાર્યો છે. જવલેજ બનતી ઘટનામાં આ કેસને ગણાવીને કોર્ટે આરોપીને સજા ફરમાવી છે. કોર્ટે આરોપી વિજય ઠાકોરને સજાની સાથે રૂ. 18 હજારનો દંડ ફટકાર્યો છે.

કેસની હકીકત અનુસાર ગાંધીનગર જિલ્લાના સાંતેજમાં બાળકની હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. પોલીસની તપાસમાં બાળકી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું ખૂલ્યું હતું. પોલીસે સમગ્ર કેસની ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. તેમજ ગણતરીના દિવસોમાં જ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખીને વિજય નામના આરોપીની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં આરોપીએ અન્ય બે આરોપીઓ સાથે પણ દુષ્કર્મ આચર્યું હોવાનું ખૂલ્યું હતું. પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરીને માત્ર આઠ જ દિવસમાં જ આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું. બીજી તરફ અદાલતે આરોપી સામે ચાર્જફેમ કરીને કેસની સુનાવણી શરૂ કરવામાં આવી હતી.

આ કેસની સુનાવણીમાં સરકારી વકીલે દસ્તાવેજી પુરાવા રજૂ કર્યાં હતા. તેમજ રજૂઆત કરી હતી કે, ગુનેગારે પુરાવાનો નાશ કર્યો છે. સમાજમાં દાખલો બેસે તેવી આરોપીને સજા ફટકારવી જોઈએ. સરકારી વકીલે આરોપીને મોતની સજા ફરમાવવા માટે રજૂઆત કરી હતી. બીજી તરફ બચાવ પક્ષના વકીલે પોતાની રજૂઆત કરી કે, સમગ્ર કેસમાં કોઈ સાક્ષી નથી. અદાલતે બંને પક્ષની સુનાવણી બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે આ કેસમાં આરોપીને સજાનો ચુકાદો આપ્યો હતો. આમ એક મહિનાની અંદર જ પીડિત પરિવારને ન્યાય મળ્યો છે. આરોપીના વકીલે રાહત આપવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.

કોર્ટે સજાનો ચુકાદો સંભલાવતા નોંધ્યું હતું કે, આરોપી વિકૃત માનસ ધરાવે છે. જેની ઉપર રહેમ રાખી ના શકાય. એટલું જ નહીં આરોપી પણ એક દીકરીનો પિતા છે. ત્યારે અન્યની દીકરા સાથે આવુ કૃત્ય આચરતા શરમ આવવી જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code