1. Home
  2. Tag "darshan"

દ્વારકા, શામળાજી, ડાકોરમાં કાળીયા ઠાકરના દર્શન માટે શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યાં

અમદાવાદઃ  ભારતીય પર્વ પરંપરામાં હોળી-ધૂળેટીનું અનેરૂ મહાત્મ્ય છે. હોળીનો તહેવાર ભકત પ્રહલાદની કથા સાથે સંકળાયેલો છે. તેમ હોરી, રસીયાનું પણ મહત્વ છે. ગોકુળ, મથુરા, વ્રજમાં હોળી ધૂળેટીનો અનન્ય મહિમા છે. વૈષ્ણવોની હવેલીમાં ફાગણ મહિનામાં હોરી રસીયા ગાવામાં આવે છે તથા ફૂલોત્સવ ઊજવવામાં આવે છે. આજે હોળી-ધુળેટી પર્વમાં સુપ્રસિદ્ધ તિર્થધામ શામળાજીના મંદિરમાં, તથા ડાકોરના રણછોડરાયજીના મંદિર […]

ડાકોર મંદિરમાં હોળી-ધૂળેટીના દિને દર્શનના સમયમાં ફેરફાર, આરતીમાં ભાવિકોને પ્રવેશ નહીં મળે

અમદાવાદઃ ફાગણી પૂનમના દિને ડાકોરના રાજા રણછોડના દર્શનનું મહાત્મ્ય સવિશેષ છે.  ફાગણી પૂનમના દિવસે ડાકોરના  મંદિરમાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. પરંતુ આ વખતે મંદિરમાં દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. 17મી માર્ચે, ગુરુવારે હોળી છે. મંદિર દ્વારા નક્કી થયેલા સમય મુજબ સવારે 4.45 કલાકે નિજ મંદિર ખુલી જશે અને 5 કલાકે […]

દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબીર, રાહુલ ગાંધીએ દ્વારકાધિશના ચરણોમાં શિશ ઝૂકાવ્યું

અમદાવાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં  કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ રહી છે. ત્યારે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચિંતન શિબીરમાં ભાગ લેવા માટે  દ્વારકા આવી પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટ પર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાહુલ ગાંધી દ્વારકા પહોંચીને દ્વારકાધિશ ભગવાનના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. દ્વારકાધીશ ભગવાનના મંદિરની પ્રવેશ દ્વાર પહેલા […]

યાત્રાધામ અંબાજી મંદિરમાં હવે શ્રદ્ધાળુઓ રજિસ્ટેશન કર્યા વિના માતાજીના દર્શનનો લાભ લઈ શકશે

પાલનપુર :  રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં હવે અંબાજી મંદિરમાં દર્શન માટેના નિયમો હળવા બનાવવામાં આવ્યા છે. અંબાજી મંદિરમાં હવે રજિસ્ટ્રેશન વગર એન્ટ્રી મળશે. અનેક શ્રદ્ધાળુઓ જેઓ ગામડામાં રહેતા હોય કે પછી ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરાવી શકનારા શ્રદ્ધાળુઓ દર્શનથી વંચિત ન રહી જાય તે માટે નિયમ બદલાયો છે. યાત્રિકો હવે રજિસ્ટ્રેશન કરાયા વગર સીધા […]

સાંસણ ગીરમાં સિંહ દર્શન માટે જીપ્સીચાલકોએ સિંહણને ઘેરી લેતા થયો વિવાદ

જુનાગઢઃ ગીર સાંસણમાં સિંહને નિહાળવા માટે દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ આવે છે.  પ્રવાસીઓ માટે ‘હોટફેવરિટ’ ગણાતાં ગીર-સાસણ સહિતના જંગલોમાં જઈને સિંહનાં દર્શન કરવા એક અલગ જ લ્હાવો ગણવામાં આવતો હોવાથી દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતાં હોય છે. બીજી બાજુ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક તસવીરે વન્યજીવ પ્રત્યે કુણી લાગણી ધરાવતાં લોકોને […]

દ્વારકાધિશના મંદિરમાં દિવાળીના તહેવારો માટે દર્શનનો સમય જાહેર કરાયો

દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધિશના દર્શન માટે દિવાળીના તહેવારો દરમિયાન ભારે ભીડ રહેતી હોય છે. ભાવિકોને મુશ્કેલી ન પડે તે માટે દીપાવલી ઉત્સવ અને દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દિવાળી, નૂતન વર્ષના તહેવારો દરમિયાન મંદિરમાં 2 નવેમ્બરથી 6 નવેમ્બર દરમિયાન વિવિધ ઉત્સવ અને દર્શનનું આયોજન કરવામા આવશે.  તા. 4-11-2021 ને ગુરુવારે દિવાળીના દિને ઠાકોરજીના […]

ચોટિલામાં ચામુંડા માતાજીના મંદિરમાં વેક્સિન લીધી હશે તેવા યાત્રિકોને જ દર્શન માટે પ્રવેશ અપાશે

સુરેન્દ્રનગરઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ  ચોટિલામાં માં ચામુંડાના દર્શન કરવા માટે રોજબરોજ અનેક યાત્રાળુંઓ આવી રહ્યા છે. કોરોનાનો બીજો વેવ તો લગભગ સમાપ્ત થઈ ગયો છે. પણ ત્રીજાવેવની શક્યતા હોવાથી તકેદારી રાખવી પણ જરૂરી છે. ત્યારે મંદિરના સત્તધિશોએ નિર્ણય લીધો છે. કે, વેક્સિન લીધી હશે તેવા યાત્રિકોને જ મંદિરમાં દર્શન માટે પ્રવેશ અપાશે. રાજ્યમાં પૂરજોશમાં કોરોના […]

સોમનાથ મંદિરઃ દર્શન માટે શ્રદ્ધાળુઓને ઓનલાઈન-ઓફલાઈન પાસ અપાશે

વેરાવળઃ દેશના સૌપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આરતી-દર્શન માટે શ્રદ્ધાળુઓને આજથી 17મી જુલાઇ ને શનિવારથી પ્રવેશ આપવાનો નિર્ણય શ્રી સોમનાથ ટ્રસ્ટે કર્યો છે. સાથે જ શ્રી સોમનાથ મંદિર, શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રીરામ મંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, શ્રી ભીડિયા મંદિરમાં પણ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે. આજે તા.17–જુલાઇથી  સોમનાથ મંદિરમાં દર્શનનો સમય […]

કેરળમાં સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિર 5 દિવસ માટે ખોલાયું, દરરોજ 5000 શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન

મુંબઈઃ કેરળમાં સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિર આજથી પાંચ દિવસ માટે માસિક પૂજા માટે ખોલવામાં આવ્યું છે. પાંચ દરમિયાન શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરી શકશે. જો કે, તે માટે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત કોરોના વેક્સિનના બંને ડોઝનું સર્ટિફિકેટ અથવા 48 કલાક પહેલા કરવામાં આવેલો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ આપવો પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર મંદિરમાં દરરોજ પાંચ […]

અંબાજી મંદિરઃ અષાઢી બીજથી મંદિરના સમયમાં કરાશે ફેરફાર

સવારે 8થી 11 વાગ્યા સુધી થઈ શકશે દર્શન મંદિર દ્વારા દર્શનાર્થીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા ભક્તોએ કોરોનાની ગાઈડલાઈનનું કરવું પડશે પાલન અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતા નિયંત્રણો ઓછા કરવામાં આવ્યાં છે. તેમજ ધાર્મિક સ્થળો પણ ભક્તો માટે ખોલવામાં આવ્યાં છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી રહ્યાં છે. દરમિયાન ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં અષાઢી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code