1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ દ્વારકાધીશ મંદિરમાં અમિત શાહે દર્શન અને પૂજા અર્ચના કરી
ગુજરાતઃ દ્વારકાધીશ મંદિરમાં અમિત શાહે દર્શન અને પૂજા અર્ચના કરી

ગુજરાતઃ દ્વારકાધીશ મંદિરમાં અમિત શાહે દર્શન અને પૂજા અર્ચના કરી

0
Social Share

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હવાઈ માર્ગે ગુજરાત આવ્યાં હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારકા ગયા હતા. જ્યાં તેમણે દ્વારકાધીશના દર્શન કર્યાં હતા.

કેન્દ્રીય મંત્રી અમિત શાહ હવાઈ માર્ગે દ્વારકા ગયા હતા. જ્યાં હેલીપેડ ઉપર ભાજપના આગેવાનો તથા સ્થાનિક નેતાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અમિત શાહ અને તેમના પત્નીએ જગતમંદિરમાં દ્વારકાધીશના દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી. જગતમંદિરે દર્શન કર્યા બાદ અમિત શાહનો કાફલો મોજપ પાસે આવેલ કોસ્ટલ પોલીસ એકેડેમી ખાતે પહોંચ્યો હતો. અમિત શાહે કોસ્ટલ પોલીસ એકેડેમીની મુલાકાત લીધી હતી. કોસ્ટલ પોલીસ એકેડેમી ખાતે અમિતશાહે તાલીમાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

દ્વારકામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આગમનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ગુજરાતની મુલાકાતે આવેલા અમિત શાહ અનેક લોકહિત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અમિત શાહ ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરશે, તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના નેતાઓ-કાર્યકરો સાથે બેઠક કરે તેવી શકયતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code