Homeગુજરાતીઅભિનેતા રણદીપ હુડાની અપકમિંગ ફિલ્મ ‘સ્વતંત્ર વીર સાવરકર’- ફિલ્મનો ફર્સ્ટ લૂક આવ્યો...

અભિનેતા રણદીપ હુડાની અપકમિંગ ફિલ્મ ‘સ્વતંત્ર વીર સાવરકર’- ફિલ્મનો ફર્સ્ટ લૂક આવ્યો સામે

  • અભિનેતા રણદીપ હુડાની અપકમિંગ ફિલ્મ સ્વતંત્ર વીર સાવરકર
  • આ ફિલ્મનો આજે ફર્સ્ટ લૂર સામે આવ્યો

 

મુંબઈઃ- બોલિવૂડમાં સ્વતંત્ર સેનાનીઓ પર અનેક ફિલ્મો ભૂતકાળમાં બની ચૂકી છે,અને આગળ પમ આ પ્રકારની ફિલ્મો પાઈપલાઈન હેઠળ દજોવા મળી રહી છે, ત્યારે હવે અભિનેતા રણદીપ હુડાની અપકમિંગ ફિલ્મ પણ સ્વતંત્ર સેનાનીના જીવન પર આધારિત છે

રણદીપ હુડાની ફિલ્મ વીર સ્વતંત્ર વીર સાવરકરનો આજરોજ ફર્સ્ટ લૂક શેર કરવામાં આવ્યો છે.જે પોતે વીર સેનાનીનું પાત્ર ભજવી રહ્યા છે.તેમનો આ અનોકો અંદાજ જોવા મળ્યો છે.જેમાં રણદીપ હુડ્ડા સાવરકર જેવા કાળી કેપ અને ચશ્મા પહેરેલા બેસ્ટ લુકમાં જોવા મળે છે. 

સ્વતંત્રતા સેનાની વીર સાવરકરની 139મી જન્મજયંતિના અવસર પર ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે. પ્રખ્યાત ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ટ્વીટ કરીને આ માહિતી શેર કરી છે. આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ 2022થી શરૂ થનાર છે. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા લીડ રોલમાં જોવા મળશે. તે સંદીપ સિંહ અને આનંદ પંડિત દ્વારા નિર્મિત છે, જ્યારે ફિલ્મનું નિર્દેશન મહેશ માંજરેકર કરી રહ્યા છે.

ફિલ્મ સમિક્ષક તરણ આદર્શે ટ્વીટ કરીને ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યો છેફિલ્મ નિર્માતાઓ આનંદ પંડિત, સંદીપ સિંહ અને સામખાને રણદીપ હુડ્ડાના ફર્સ્ટ લુકનું અનાવરણ કર્યું. આ ફિલ્મમાં હુડ્ડા વીર સાવરકરની ભૂમિકા ભજવી રહ્યા છે. હુડ્ડા આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને તેણે પોતાનું વજન પણ ઘટાડ્યું છે આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઓગસ્ટથી શરૂ થશે. તેનું શૂટિંગ લંડન, મહારાષ્ટ્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં અલગ-અલગ લોકેશન પર કરવામાં આવશે.

સંબંધિત લેખો

Most Popular