Homeગુજરાતીદેશ-વિદેશગાંધીજીની 157મી જન્મજયંતિ નિમિત્તે રાજઘાટ અને સાબરમતી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન

ગાંધીજીની 157મી જન્મજયંતિ નિમિત્તે રાજઘાટ અને સાબરમતી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન

નવી દિલ્હી, 02 ઓક્ટોબર 2026: આજે સમગ્ર રાષ્ટ્ર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 157મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. આ અવસરે દેશભરમાં તેમજ વિદેશમાં સ્થિત ભારતીય મિશન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આવેલા તેમના સ્મારક રાજઘાટ ખાતે સર્વ-ધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​સવારે રાજઘાટ સ્થિત તેમના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

ગાંધી જયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સમગ્ર જીવન સત્ય, અહિંસા, કરુણા અને સેવાના પ્રકાશસ્તંભ સમાન છે. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે બાપુના આદર્શો તમામ યુગોમાં માનવતા માટે માર્ગદર્શક પ્રકાશ બની રહેશે. વડાપ્રધાને ઉમેર્યું હતું કે મહાત્મા ગાંધીનો સંદેશ દેશના લોકોને બહેતર સમાજનું નિર્માણ કરવામાં અને વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં માર્ગદર્શન આપતો રહેશે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદર ખાતે આવેલા કીર્તિ મંદિરમાં યોજાનારી પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેશે. અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે પણ સર્વ-ધર્મ પ્રાર્થના સભા યોજાશે. રાજ્યભરમાં મોટા પાયે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, રાજ્ય સરકારે ખાદી અને પોલી-વસ્ત્રના ઉત્પાદન પર 30 ટકા વિશેષ બજાર પ્રોત્સાહન (SIP) આપવાની જાહેરાત કરી છે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular