સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા. 1 જાન્યુઆરી, 2025 થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રીના નેતૃત્વમાં લેવામાં આવેલા આ […]