1. Home
  2. Tag "decrease"

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થશે

ગાંધીનગરઃ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે. આજે વહેલી સવારથી રાજ્યવાસીઓને ગરમીમાંથી રાહત મળે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની થઈ હોવાથી ઠંડા પવન […]

રિઝર્વ બેંકના રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો થવાની શક્યતા

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી કમિટીની બેઠક શરૂ થઈ. 5થી 7 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ બેઠકના પરિણામો 7 ફેબ્રુઆરીએ RBIના ગવર્નર જાહેર કરશે. રિઝર્વ બેંક પોલિસી વ્યાજ દર રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. આર્થિક નિષ્ણાતોના મત મુજબ “આ વખતે RBIની નાણાકીય નીતિ સમિતિ રેપો […]

ગુજરાતમાં ઉત્તરાયણમાં કાતિલ ઠંડી પડ્યા બાદ ઠંડીમાં ઘટાડો

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણમાં કાતિલ ઠંડી પડ્યા બાદ હાલ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. સિંગલ ડિજિટમાં જે તાપમાન નોંધાતું હતું હવે ત્યાંનું તાપમાન ડબલ ડિજિટમાં નોંધાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં નલિયાનું તાપમાન 10 ડિગ્રીને પાર થઈ ગયું છે. જ્યારે અમદાવાદ અને વડોદરામાં તો લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીને પાર પહોંચ્યું છે. હાલ બપોરના સમયે ગરમીનો પણ […]

શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટતા જીડીપીની અસર જોવા મળી

મુંબઈઃ આજે શરૂઆતી કારોબાર દરમિયાન સ્થાનિક શેરબજારમાં દબાણ જોવા મળી રહ્યું છે. આજના કારોબારની શરૂઆત મામૂલી ઉછાળા સાથે થઈ હતી. બજાર ખુલ્યા પછી વેચવાલીનું દબાણ થયું હતું. સવારે 10 વાગ્યા સુધી કારોબાર કર્યા બાદ સેન્સેક્સ 0.21 ટકા અને નિફ્ટી 0.22 ટકાની નબળાઈ સાથે કારોબાર કરી રહ્યા છે. આ શેર્સમાં નફો અને નુકસાન જોવા મળ્યું સવારે […]

10 વર્ષમાં રેલ્વે અકસ્માતમાં 60% ઘટાડો થયો, રેલ્વે મંત્રાલયે જાહેર કર્યા આંકડા

રેલ્વે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 10 વર્ષમાં રેલ્વે અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મંત્રાલયનું કહેવું છે કે 2004 થી 2014 ની વચ્ચે દર વર્ષે સરેરાશ 171 ટ્રેન અકસ્માતો થયા હતા જે 2014 થી 2024 ની વચ્ચે દર વર્ષે ઘટીને 68 થઈ ગયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિવિધ સુરક્ષા પગલાં અને તકનીકી […]

ભારતઃ બુલિયન માર્કેટમાં નજીવો ઘટાડો, સોના-ચાંદીના ભાવમાં નોંધાયો ઘટાડો

મુંબઈઃ સ્થાનિક બુલિયન માર્કેટમાં આજે સોનાની કિંમતમાં નજીવો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આ ઘટાડાને કારણે, દેશના મોટાભાગના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું 79,780 રૂપિયાથી 79,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. એ જ રીતે, 22 કેરેટ સોનું 73,140 રૂપિયાથી 72,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે છે. સોનાની જેમ આજે ચાંદીની કિંમત પણ […]

એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતમાં સોનાની માંગમાં 5 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ ભારતમાં સોનાની માંગમાં ઘટાડો નોંધાયો છે. સોનાની માંગમાં આ ઘટાડો ભાવમાં રેકોર્ડ વધારાને કારણે નોંધાયો છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં સોનાની માંગ પાંચ ટકા ઘટીને 149.7 ટન થઈ છે. જોકે, આ સમયગાળા દરમિયાન દેશમાં સોનાની કુલ આયાત આઠ ટકા વધીને 196.9 ટન થઈ છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં 182.3 ટન હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ […]

ગુજરાતમાં વીજળીની માંગમાં ઘટાડો, એક સપ્તાહમાં 8600 મેગાવોટ જેટલો ઘટાડો

અમદાવાદઃ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને પગલે ભારે પવન સાથે વરસાદી માહોલ ગુજરાતમાં જામ્યો છે. રાજ્યમાં વાવાઝોડાને પગલે છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને લોકોએ ગરમીમાંથી છુટકારો મળ્યો છે. બીજી તરફ વાતાવરણમાં આવેલા પલટાને પગલે વીજ માંગ ઉપર પણ અસર પડી છે. રાજ્યમાં વીજળીની માંગમાં વધાટો થયો છે. રાજ્યની વીજળીની માગ પીક અવર્સમાં 13,600 મેગાવોટ […]

ઈ-વાહનોની કિંમતમાં વધારો થશે, 1 જૂનથી સબસિડીમાં ઘટાડો થશે

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ઈ-વાહનનું ચલણ વધી રહ્યું છે. દરમિયાન કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક સ્કૂટર અને મોટરસાઇકલ પરની સબસિડીમાં ઘટાડો કર્યો છે. તેની સીધી અસર ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇકની કિંમતો પર જોવા મળશે. એટલે કે હવે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવું મોંઘું થશે. સબસીડી ઘટાડાનો અમલ 1 જૂનથી લાગુ કરવામાં આવશે. હાલમાં દેશના ઘણા રાજ્યોમાં ઇલેક્ટ્રિક […]

ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીમાં થયો વધારો, તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો

રાજકોટઃ રાજ્યમાં અડધો શિયાળો પુરો થવા આવ્યો છતાં દિવસે જ નહીં પણ રાત્રે પણ પંખા ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. જો કે, છેલ્લા બે દિવસથી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. શહેરોની તુલનાએ ગામડાંમાં વધુ ઠંડી અનુભવાઈ રહી છે. આજે સવારે રાજકોટ સહિત અનેક સ્થળોએ  2થી3 ડીગ્રી જેટલુ તાપમાન ગગડી જતા તિવ્ર ઠંડીનો અહેસાસ થયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code