1. Home
  2. Tag "delhi"

દિલ્હીઃ ટ્રેનમાં મહિલા કર્મચારીની લૂંટના ઈરાદે હત્યા, પોલીસે તપાસ શરૂ કરી

નવી દિલ્હીઃ દિલ્હીથી આગ્રા જતી આંધ્રપ્રદેશ એક્સપ્રેસના જનરલ કોચના ટોઇલેટમાંથી એક મહિલા રેલવે કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો હતો. કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળતાં, RPF ટીમે મથુરા ખાતે ટ્રેન રોકી, મૃતદેહને નીચે ઉતાર્યો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મહિલાના પુત્રની ફરિયાદ પર જીઆરપી પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. હરિયાણાના સોનીપત જિલ્લાના મોહના […]

દિલ્હીમાં પ્રદુષણ વધ્યું, એક્યુઆઈ 319 ઉપર પહોંચ્યો

નવી દિલ્હીઃ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ CPCB અનુસાર, મંગળવારે દિલ્હીમાં હવાની ગુણવત્તા નબળી રહી હતી અને AQI સવારે 6 વાગ્યે 319 નોંધાયો હતો. શહેર ઝેરી ધુમ્મસમાં ઘેરાયેલું છે, જે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન GRAP હેઠળ નિયમોમાં ફેરફારને કારણે વધુ ખરાબ થયું છે. દિલ્હીવાસીઓમાં મૂંઝવણ છે કારણ કે સત્તાવાળાઓએ વારંવાર પાછી ખેંચી લીધી છે અને તબક્કા […]

દિલ્હીની આપ સરકાર અને કેન્દ્ર સરકાર ઉપર સચિન પાયલોટે કર્યાં આકરા પ્રહાર

ઉદયપુર: રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે દિલ્હી વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેની સર્વોપરિતા માટેની લડાઈમાં દિલ્હીના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાયલોટે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દિલ્હીમાં એક સારા વિકલ્પ તરીકે ઉભરી આવી છે અને લોકો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જનાદેશ આપશે. “અમે લોકોને કેટલીક […]

પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની આગાહી

નવી દિલ્હીઃ સમગ્ર ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના મોટાભાગના ભાગોમાં ધુમ્મસ અને ગાઢ ધુમ્મસ છવાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળના ઉપ-હિમાલયી પ્રદેશ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 21 જાન્યુઆરી સુધી હવામાન યથાવત રહેશે. હવામાન વિભાગે […]

દિલ્હીમાં ભાડૂઆતોને પણ મફત વીજળી મળશે, અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. તેમજ મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષો દ્વારા વિવિધ યોજનાની જાહેરાત કરવામાં આવી રહી છે. દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે વધુ એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમે દિલ્હીમાં વીજળી અને પાણી મફત કરી […]

દિલ્હીમાં આયુષ્માન ભારત સ્વાસ્થ્ય યોજના હાલ લાગુ નહીં થાય, સુપ્રીમ કોર્ટે ફરમાવ્યો સ્ટે

નવી દિલ્હીઃ આયુષ્માન ભારત સ્વાસ્થ્ય યોજના સમગ્ર દેશમાં કાર્યરત છે. આ યોજના દેશની રાજધાની દિલ્હીમાં કાર્યરત કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં આ યોજના લાગુ કરવાનો હાલ ઉપર સ્ટે ફરમાવ્યો છે. તેમજ આ અંગે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આદેશમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પીએમ આયુષ્માન ભારત […]

દિલ્હીઃ ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટ મોડી પડતા મુસાફરોએ કર્યો હંગામો

નવી દિલ્હીઃ ગાઢ ધુમ્મસને કારણે ગુરુવારે રાત્રે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ IGI એરપોર્ટ પર પેસેન્જર ફ્લાઈટ રદ કરવામાં આવી હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એરપોર્ટ સ્ટાફ સાથે મુસાફરોની દલીલબાજીનો એક વીડિયો પણ સામે આવ્યો છે. સ્પાઈસ જેટની દિલ્હીથી બેંગલુરુની ફ્લાઈટ ગુરુવારે રાત્રે મોડી પડી હતી. ફ્લાઈટ નંબર SG 646માં વિલંબથી મુસાફરોની ધીરજ તૂટી […]

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે BJPએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી. તેમાં PM મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ-નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર લાલ ખટ્ટર, ધર્મેન્દ્ર પ્રધાન, હરદીપ સિંહ પુરી સહિત 40 લોકોના નામ સામેલ. ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદીમાં ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ […]

ખો-ખો વર્લ્ડ કપ 2025 દિલ્હીમાં યોજાશે, સલમાન ખાન અને ટાઈગર શ્રોફ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા

આ વર્ષે ખો-ખો વર્લ્ડ કપ 2025 નું આયોજન દિલ્હીમાં 13 થી 19 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવશે. જેમાં 24 દેશોના 800 ખેલાડીઓ ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમોના કેપ્ટન પ્રતિક વેકર અને પ્રિયંકા ઈંગલે હશે. સલમાન ખાન અને ટાઈગર શ્રોફ ગેમના પ્રમોશન માટે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. આ ટુર્નામેન્ટ માત્ર રમતની ઉત્તેજનાને જ નહીં, પરંતુ ખો-ખોને […]

દિલ્હીમાં પાંચ વર્ષમાં દેવાદારીમાં સૌથી વધુ વધારો, જવાબદારીઓ 337 ટકા વધી

નવી દિલ્હીઃ 2020 થી 2025 દરમિયાન રાજ્ય સરકારો પરની જવાબદારીઓમાં ભારે વધારો થયો છે. 20 રાજ્યોના એકત્રિત કરવામાં આવેલા ડેટા અનુસાર, દિલ્હીમાં છેલ્લા પાંચ વર્ષમાં દેવાદારીમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. હાલમાં, દિલ્હીની જવાબદારીઓમાં 337 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત, આસામ, મધ્યપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુની જવાબદારીઓમાં 100 ટકાથી વધુનો વધારો થયો છે. આરબીઆઈના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code