1. Home
  2. Tag "deprived of salary"

ભાવનગર જિલ્લામાં નવી ભરતી થયેલા વિદ્યાસહાયકો પગારથી વંચિત

મેડિકલ તપાસમાં વિલંબને કારણે વિદ્યા સહાયકોનો પગાર ન થયો, મેડિકલ તપાસ માટે વ્યવસ્થા તંત્ર દ્વારા કરાવવી જોઈએ, સાતમ આઠમ પર્વેના ટાણે જ વિદ્યા સહાયકોને પગાર મળ્યો નથી ભાવનગરઃ શિક્ષણ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં તાજેતરમાં વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી વિદ્યા સહાયકોનો પગાર થયો નથી. તંત્ર દ્વારા મેડિકલ તપાસનું બહાનું […]

સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનના 300 સફાઈ કામદારોને બે મહિનાથી પગાર મળ્યો નથી

કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ પગારથી વચિંત રહેતા મુશ્કેલીમાં મુકાયા, મ્યુનિના અધિકારીઓએ કોન્ટ્રારટરની જવાબદારી હોવાનું કહીને હાથ ઊચા કરી દીધા, સફાઈ કામદારો હડતાળ પાડશે સુરેન્દ્રનગરઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સફાઈ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. પણ કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા બે મહિનાથી સફાઈ કર્મચારીઓને પગાર ચૂંકવવામાં આવ્યો નથી.તેથી 300થી વધુ સફાઈ કામદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સફાઈ કામદારોને […]

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રાથમિક શાળાના 5000 શિક્ષકો પગારથી વંચિત

માર્ચ મહિનાના 20 દિવસ વિત્યા છતાંયે ફેબ્રુઆરી મહિનાનો પગાર થયો નથી શિક્ષક સંઘે સપ્તાહ પહેલા લેખિત રજુઆત કરી હતી પગાર ન મળતા શિક્ષકોની હાલત કફોડી સુરેન્દ્રનગરઃ  જિલ્લાની પ્રાથમિક શાળાઓના 5000થી વધુ શિક્ષકોને માર્ચ મહિનાના 20 દિવસ વિતી ગયા હોવા છતાંયે પગાર મળ્યો નથી. પગાર ન મળતા શિક્ષકોની હાલત કફોડી બની છે. શિક્ષકોને વહેલી તકે પગાર […]

સુરેન્દ્રનગર મ્યુનિ. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ 7 મહિનાથી પગારથી વંચિત

સુરેન્દ્રનગર મ્યુનિના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓએ પાણી વિતરણ રોકવાની ચિમકી આપી, મ્યુનિના અધિકારીઓને વારંવાર રજુઆત કરવા છતાંયે બાકી પગાર ચુકવાતો નથી 7 મહિનાથી પગાર ન થતાં કર્મચારીઓની હાલત કફોડી સુરેન્દ્રનગરઃ શહેરમાં નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ પણ મ્યુનિને આર્થિક સમસ્યા નડી રહી છે. મ્યુનિ.માં કોન્ટ્રાક્ટ બેઝ હેઠળ કામ કરતા કર્મચારીઓને છેલ્લા 7 મહિનાથી પગાર અપાયો નથી. […]

બીઝેડ ગૃપની ગ્રોમર શાળાના 350 જેટલાં શિક્ષકો-કર્મચારીઓ પગારથી વંચિત

બીઝેડ ગૃપના કૌભાંડ બાદ તેના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા, બીઝેડ ગૃપની ગ્રોમર શાળાના શિક્ષકોએ સરકાર પાસે માગી મદદ, શાળાના એકાઉન્ટમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની સહી ચાલતી હોવાથી મુશ્કેલી અમદાવાદઃ બીઝેડ ગૃપના રૂપિયા 6000 કરોડના કૌભાંડમાં બીઝેડ ગૃપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાની સીઆઈડીએ ગત રાતે ધરપકડ કરી હતી. ભૂપેન્દ્રસિંહ સામે ફરિયાદ નોંધાયા બાદ તે ભાગતા ફરતા હતા. અને કોર્ટમાંથી […]

સુરેન્દ્રનગર નગરપાલિકાના સફાઈ કામદારો બે મહિનાથી પગારથી વંચિત

કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોને પગાર ન મળતા કફોડી હાલત, ગુજરાત રાજ્ય કર્મચારી સંઘે કલેક્ટરને લેખિત રજૂઆત કરી, સપ્તાહમાં બાકી પગાર નહીં ચુકવાય તો કામદારો હડતાળ પર જશે સુરેન્દ્રનગરઃ શહેરમાં સરેન્દ્રનગર-વઢવાણની સંયુક્ત નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર કામ કરતા સફાઈ કામદારો છેલ્લા બે મહિનાથી પગારથી વંચિત છે, આજની અસહ્ય મોંઘવારીમાં બે મહિનાથી પગાર ન મળતા સફાઈ કામદારોની […]

ગુજરાતના 107 નગરપાલિકાઓની આર્થિક હાલક કફોડી, છેલ્લા ત્રણ મહિનાથી પગાર ચૂકવી શકી નથી

ગાંધીનગરઃ રાજ્યની 107 નગરપાલિકાના કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર પણ ચૂકવાયો નથી. તમામ નગરપાલિકાઓની હાલત કફોડી બની છે, બાકી ટેક્સની રિકવરી થઈ શક્તી નથી. અને રોજબરોજના ખર્ચને પહોંચી વળવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવાય તો જ કર્મચારીઓના પગારો થઈ શકે તેમ છે. નગરપાલિકાના સત્તાધિશોએ ત્વરિત ગ્રાન્ટ ફાળવવાની રાજ્ય સરકારને […]

કચ્છમાં કરાર આધારિત આરોગ્ય વિભાગના 400 કર્મચારીઓ બે મહિનાથી પગારથી વંચિત

ભૂજઃ કચ્છ જિલ્લાના આરોગ્ય વિભાગમાં 400થી વધુ કર્મચારીઓ કરાર આધારિત છે. આવા કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી પગારથી વંચિત છે. જેના કારણે કર્મચારીઓની હાલત કફોડી બની છે. એજન્સી દ્વારા કરાર આધારિત કર્મચારીઓને નિયમિત પગાર કરવામાં આવતો નથી. આ અંગે કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરતા તેમણે એકાદ સપ્તાહમાં પગાર થઈ જશે એવી હૈયાધારણ આપી […]

સુરેન્દ્રનગર પાલિકાના 300 કોન્ટ્રેક્ટ બેઈઝ સફાઈ કર્મચારીઓ ત્રણ મહિનાથી પગારથી વંચિત

સુરેન્દ્રનગરઃ શહેરની સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળવાનો છે. પણ વઢવાણ-દૂધરેજ અને સુરેન્દ્રનગરની સંયુક્ત નગરપાલિકાના સત્તાધિશોની વહિવટની અણઆવડતને કારણે માત્ર નાગરિકો જ નહીં, નગરપાલિકાના કર્મચારીઓ પણ તેનો ભોગ બની રહ્યા છે. શહેરમાં રખડતા ઢોર અને રખડતા કૂતરાનો ત્રાસ, ઉપરાંત પીવાના પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ સહિતના અનેક પ્રશ્નો છે. નાગરિકોની રજુઆતો છતાંયે પ્રશ્નો ઉકેલાતા નથી. ત્યારે શહેરને […]

ગુજરાતમાં છેલ્લા 8 મહિનાથી પ્રવાસી શિક્ષકો પગારથી વંચિત, કોંગ્રેસે લખ્યો મુખ્યમંત્રીને પત્ર

ગાંધીનગરઃ ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ ચાલી રહી છે. ત્યારે સરકારે જે શાળાઓમાં શિક્ષકો અપુરતા હોય તેવી શાળાઓમાં ફિક્સ પગારમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરી હતી. પ્રવાસી શિક્ષકોની 31મી ઓક્ટોબરે મુદ પૂર્ણ થઈ ગઈ છે.  રાજ્યથી ધણીબધી શાળાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસી શિક્ષકો ફરજ બજાવી રહ્યા હતા પરંતુ પ્રવાસી શિક્ષકો  છેલ્લા આઠ મહિનાથી પગારથી વંચિત છે. ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code