1. Home
  2. Tag "DHARNA"

સાંતલપુરના અગરિયાઓને મીઠું પકવવા માટે રણમાં પ્રવેશ ન અપાતા ધ્રાંગધ્રા ફોરેસ્ટ કચેરીએ ધરણાં

સુરેન્દ્રનગરઃ કચ્છના નાનરણ તરીકે ઓળખાતા ખારાઘોડા, પાટડી સહિતના રણ વિસ્તારમાં હાલ મીઠું પકવવાની સીઝન ચાલી રહી છે. રણ વિસ્તાર ઘૂડસર અભ્યાર્ણ્ય તરીકે જાહેર કરાયેલો છે. એટલે વન વિભાગની મંજુરી લેવી ફરજિયાત છે. ત્યારે પાટણ જિલ્લાના સાતલપુર વિસ્તારમાં પરંપરાગત પેઢી દર પેઢી મીઠુ પકવતા અગરિયાઓને રણમાં નહીં પ્રવેશ કરવા ન દેવાતા  અગરિયાઓએ ધ્રાંગધ્રા ફોરેસ્ટ ઓફિસ ખાતે […]

ગાંધીનગરમાં જ્ઞાન સહાયક વિરોધી કાર્યક્રમના કોંગ્રેસી મંચ પર AAPના યવરાજસિંહની હાજરી

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવામાં આવતી હોવાથી શિક્ષકોની કાયમી ભરતીની રાહ જોઈ રહેલા ટાટ અને ટેટ પાસ કરેલા ઉમેદવારોના અરમાનો પર પાણી ફરી વળ્યું છે. આથી જ્ઞાન સહાયકો ભરતી સામે ઘણા સમયથી લડત ચાલી રહી છે, આ લડતને […]

રાહુલ ગાંધીનું MPપદ રદ કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં ધરણા યોજાયાં,

અમદાવાદઃ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બદનક્ષીના કેસમાં બે વર્ષની સજા કરતા બીજા દિવસે લોકસભાનું સભ્યપદ (સાંસદપદ) રદ કરી દેવાના નિર્ણય સામે કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ, વડોદરા અને ભાવનગર સહિત શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો-નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ  રાહુલ ગાંધીની સદસ્યતા રદ થવા અંગે […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીકના પ્રશ્ને કૂલપતિના રાજીનામાંની માગ સાથે NSUIએ દેખાવો કર્યા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં BBA સેમેસ્ટર-5 અને BCOM સેમેસ્ટર-5ના પેપર લીક થયાને ચાર દિવસ વિતી ગયા છતાં કસુરવારો સામે કોઈ કાર્યવાહી ન થતાં  NSUI દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયો હતો. ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ અને પ્રભારીની આગેવાનીમાં 150 જેટલા કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ કરવા પહોંચ્યા હતા અને યુનિ.ના કૂલપતિના રાજીનામાની માગ કરી હતી. જોકે કુલપતિ […]

ગુજરાત ઠાકોર -કોળી એકતા મિશન દ્વારા 20 ટકા અનામતની માંગણી સાથે ધરણાં યોજાયાં

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે જુદા જુદા સમાજો દ્વારા વિવિધ માગણીઓ કરીને સરકાર સામે પ્રશ્નો ઉકેલવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત ઠાકોર અને કોળી એકતા મિશન દ્વારા પણ  20 ટકા અનામતની માંગ સાથે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. સૂત્રના જણાવ્યા મુજબ […]

ગાંધીનગરમાં ગ્રામ પંચાયતોના કોમ્પ્યુટર ઓપરેટર્સએ પ્રશ્નોના ઉકેલ માટે લડતનો પ્રારંભ કર્યો

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે સરકારના જુદા જુદા સંગઠનો દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવા માટે લડતના મંડાણ કર્યા છે. છેલ્લા પખવાડિયામાં જ ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણી પર રાજ્યના શિક્ષકો, કર્મચારીઓ, આશા વર્કરો સહિત સંગઠનોએ સત્યાગૃહ કર્યો હતો. હવે ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરો પણ તેમના પડતર પ્રશ્નો ઉકેલવાની […]

ગાંધીનગરમાં ધરણાં કરવા જતા કોંગ્રેસના ધારાસભ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણઃ ધાનાણીને થઈ ઈજા

ગાંધીનગરઃ રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાને લીધે થયેલા નુકસાનની ભરપાઈમાં સરકાર દ્વારા ચૂકવાયેલ સહાયમાં વિસંગતતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આજે ગાંધીનગરમાં વિધાનસભા ખાતે કોંગ્રેસના ધારાસભ્યો અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીની ઓફિસમાં બેઠક શરૂ થઈ હતી. બેઠક બાદ  કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્રતિક ધરણાં યોજાયા હતા. જો કે કાર્યક્રમને મંજૂરી ન હોવાથી પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code