1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાહુલ ગાંધીનું MPપદ રદ કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં ધરણા યોજાયાં,
રાહુલ ગાંધીનું  MPપદ રદ કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં ધરણા યોજાયાં,

રાહુલ ગાંધીનું MPપદ રદ કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં ધરણા યોજાયાં,

0
Social Share

અમદાવાદઃ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બદનક્ષીના કેસમાં બે વર્ષની સજા કરતા બીજા દિવસે લોકસભાનું સભ્યપદ (સાંસદપદ) રદ કરી દેવાના નિર્ણય સામે કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ, વડોદરા અને ભાવનગર સહિત શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો-નેતાઓની પોલીસે અટકાયત કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાહુલ ગાંધીની સદસ્યતા રદ થવા અંગે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો. અમદાવાદમાં કોંગ્રેસનું સંકલ્પ સત્યાગ્રહ કરાયું હતું. સરદાર બાગ ધરણાં અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ ધરણાંના કાર્યક્રમને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. તો વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાઈ હતી. અમિત ચાવડા, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી સહિતના કોંગ્રેસના નેતાઓ ધરણાં કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.  જ્યારે વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવોના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ રદ્દ કરવાના વિરોધમાં કોંગ્રેસના ધરણાં યોજ્યા હતા. પરંતુ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસના 25 જેટલા નેતાઓ અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. એક સમયે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજ શહેરના જ્યુબિલી સર્કલ ખાતે એક દિવસીય પ્રતિક ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે, સવારના 10.30થી સાંજના 5 સુધી નિર્ધારિત શાંતિપૂર્ણ ધરણાંની શરૂઆત સાથે જ પોલીસે ધરણાં પર બેઠેલા 40 જેટલા કોંગી આગેવાનોની બળજબરીપૂર્વક અટકાયત કરીને પ્રદર્શનને બંધ કરાવી દેતા ઘર્ષણના દ્રષ્યો સર્જાયા હતા. અટક કરાયેલા 25થી 30 જેટલા કોંગી આગેવાનોને બાદમાં પોલીસે અન્ય સ્થળે મુક્ત કરી દીધા હતા.

આ ઉપરાંત જુનાગઢમાં રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરે તે પહેલા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરો કરવાના હતા ધરણાં. કોંગ્રેસે ભાજપ હાય હાય નારા લગાવ્યા હતા 20 થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી.હતી. તેમજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના જશોનાથ ચોક ખાતે ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના કાર્યકરો ધરણાં પર બેસે તે પહેલાં જ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ ધરણાં કાર્યક્રમમાં 35થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાટણ રેલવે ગરનાળા પાસે મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકશાહી બચાવો દેશ બચાવો ભાજપ હમસે ડરતી હૈ ના નારા લગાવાયા હતા. સૂત્રોચ્ચાર કરતા પોલીસે 25થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શનનું આયોજન કારવામાં આવ્યું હતું. જો કે, કોંગ્રેસનાં કાર્યકરો અને આગેવાનો ધરણા પ્રદર્શન થકી વિરોધ કરે એ પૂર્વે જ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code