1. Home
  2. Tag "Diwali festivals"

દિવાળીના તહેવારોમાં સુરતથી ખાસ ટ્રેનો દોડાવીને પશ્વિમ રેલવેને 4.38 કરોડની આવક થઈ

રેલવે દ્વારા 75 જોડી ખાસ ટ્રેનોના 2400 ફેરા કર્યા, સુરત રેલવે પોલીસ સ્ટેશન (GRP) દ્વારા પ્રવાસીઓને પાણી અને ફળોની સેવા આપી, પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે ખાસ આયોજન કરાયું સુરતઃ ઔદ્યોગિક નગરી ગણાતા સુરત શહેરમાંથી અનેક પરપ્રાંતના શ્રમિકો દિવાળી અને છઠ્ઠના તહેવારોમાં પોતાના માદરે વતન ગયા છે. ત્યારે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા સહિતના રાજ્યો માટે […]

પાટણમાં દિવાળીના તહેવારોને લીધે દેવડાનો સ્ટોક ખૂટી જતા નવા ઓર્ડર લેવાનું બંધ કરાયું

પાટણના દેવડાની મીઠાઈની માગ સૌથી વધુ રહેતી હોય છે, પાટણના દેવડાની ગુજરાત સહિત અન્ય રાજ્યો અને વિદેશમાં પણ માગ, દેવડા એ સૌના ખિસ્સાને પરવડે એવી સોફટ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે પાટણઃ ગુજરાતના કેટલાક શહેરોમાં કેટલીક વસ્તુઓ પ્રચલિત હોય છે, જેમાં પાટણ શહેરના પટોળાની જેમ પાટણના દેવડાની મીઠાંઈ પણ જાણીતી છે. ત્યારે દિવાળીના તહેવારોનો પ્રારંભ થઈ […]

દિવાળીના તહેવારોને લીધે ખાનગી ટ્રાવેલ્સના ભાડામાં કરાયો તોતિંગ વધારો

રેલવે ટ્રેનો અને એસટી બસોમાં બુકિંગ ફુલ થતાં પ્રવાસીઓ ખાનગી ટ્રાવેલ્સ તરફ વળ્યા, સિટિંગ અને સ્લીપર લકઝરી બસના ભાડામાં 300થી લઈને 500 રૂપિયા સુધીનો વધારો, લકઝરી બસોના ભાડામાં તોતિંગ વધારો છતાં સરકાનનું મૌન અમદાવાદઃ આવતી કાલે વાઘ બારસથી દિવાળીના તહેવારોનો પ્રારંભ થશે. શાળા-કોલેજોમાં પણ દિવાળી વેકેશનનો પ્રારંભ થયો છે. અને શહેરોમાં રહેતા બહારગામના લોકો દિવાળીના […]

સુરતમાં દીવાળીના તહેવારોમાં મ્યુનિ.કચેરીઓમાં રોશની માટે 49 લાખ ખર્ચાશે

શહેરના વિવિધ બ્રિજ પર રંગબેરંગી લાઈટિંગ કરાશે, મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીએ લાઈટિંગ માટેના ખર્ચને મંજુરી આપી, મ્યુનિની મુખ્ય કચેરીમાં 20 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર દરમિયાન લાઈટિંગ કરાશે સુરતઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેરના મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય કચેરી, ઝોન કચેરીઓ તેમજ શહેરના તમામ બ્રિજ પર રંગબેરંગી રોશની કરીને દીપોત્સવની ભવ્ય ઊજવણી કરાશે,  મ્યુનિ.કોર્પોરેશનની […]

દિવાળીના તહેવારોને લીધે ડાકોર મંદિરમાં મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો

ડાકોર મંદિરમાં 16થી 23મી સુધી સવારે 30 વાગે મંગળા કરાશે, વાઘ બારસથી ઠાકોરજીને સોનાની આરતી ઉતારાશે, મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવશે ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં દિવાળીના તહેવારને લઈ ઠાકોરજીની મંગળાની આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં 16 ઓક્ટોબર થી 23 ઓક્ટોબર સુધી સવારે 6:30 થી 6:45 વાગ્યાના અરસામાં દર્શન મંગળા આરતી કરાશે. વાઘ […]

દિવાળીના પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે 2600થી વધુ એસટીની ખાસ બસો દોડાવાશે

એસટી નિગમના 16 ડિવિઝનોમાંથી એકસ્ટ્રા બસો ડોદાવવાનું આયોજન, સુરતથી સૌરાષ્ટ્ર માટે 1600 બસો દોડાવાશે, પ્રવાસીઓ એડવાન્સમાં ટિકિટ તેમજ ગૃપ બુકિંગ પણ કરાવી શકશે, અમદાવાદઃ દિવાળીના તહેવારોને એક મહિનાથી ઓછો સમય બાકી છે. સુરત, અમદાવાદ સહિત મહાનગરોમાં વસતા બહારગામના લોકો દિવાળીના તહેવારો દરમિયાન પોતાના માદરે વતન જતા હોય છે. ત્યારે પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે એસ.ટી.નિગમ […]

દિવાળીના તહેવારો દરમિયાન 12 હજાર વિશેષ ટ્રેનો દોડાવાશે

નવી દિલ્હીઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે દિવાળી અને છઠના તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા માટે બાર હજાર ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે. આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા વૈષ્ણવે જણાવ્યું હતું કે આ વિશેષ ટ્રેનો પહેલી ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન દોડશે. દિવાળી અને છઠ પૂજા જેવી રાષ્ટ્રવ્યાપી ઉજવણીના તહેવારો નજીક આવી રહ્યાં […]

સુરતમાં દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા 1600થી વધુ એસટીના ખાસ બસો દોડાવાશે

તા. 16મી ઓક્ટોબરથી એક્સ્ટ્રા એસટી બસો દોડાવાશે, સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ સહિત વિવિધ સ્થળોએ બસો દોડાવાશે, આખી બસનુ ગ્રુપ બુકિંગ કરાવનારાઓને તેમની સોસાયટીથી વતન સુધી સેવા અપાશે, સુરતઃ શહેરમાં હીરા ઉદ્યોગ, ટેક્સટાઈલ ઉદ્યોગ સહિત અનેક નાના-મોટા ઉદ્યોગોમાં લાખો પરિવારો રોજગારી મેળવી રહ્યા છે. બહારગામના અને શહેરમાં વસવાટ કરતા લાખો પરિવારો દિવાળીના તહેવારોમાં પોતાના માદરે […]

દિવાળીના વેકેશન પહેલા જ લાંબા રૂટ્સની મોટાભાગની ટ્રેનોમાં બુકિંગ હાઉસફુલ

મસૂરી, શિમલા-મનાલી, ગોવા, કેરળ અને જમ્મુ સહિતના રૂટ પર પ્રવાસીઓનો ધસારો, 18 થી 26 ઓક્ટોબર દરમિયાન લાંબારૂટ ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મેળવવી મુશ્કેલ, કન્ફર્મ ટિકિટ ન મળતા બસ, કાર, ફ્લાઈટના બુકિંગ માટે ધસારો અમદાવાદઃ દિવાળીના તહેવારોને સવા મહિના જેટલો સમય બાકી છે. અને દિવાળીના વેકેશનમાં ફરવા માટે લોકો ટ્રેનોનું બુકિંગ કરાવી રહ્યા છે. જેના લીધે લાંબા […]

અમદાવાદ રેલવે ડિવિઝને દિવાળીના તહેવારોમાં 22 સ્પેશ્યલ ટ્રેનો દોડાવી

પશ્વિમ રેલવે દ્વારા 200 ખાસ ટ્રેનોનું સંચાલન કરાયુ, દિવાળી અને છઠના પૂજન માટે જતા પ્રવાસીઓમાં વધારો, અમદાવાદના ત્રણેય સ્ટેશનો પર વધારાના કાઉન્ટર ખોલાયા અમદાવાદ: શહેર અને જિલ્લામાં વસવાટ કરતા બહારગામના લોકો છેલ્લા 5 દિવસથી દિવાળીના તહેવારોને લીધે પોતાના વતનમાં જઈ રહ્યા છે. શહેરમાં રોજગાર-ધંધા અંર્થે પરપ્રાંતના અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે. અને પરપ્રાંતના પરિવારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code