ભારતીયો ભોજનમાં મીઠાનું વધુ કરી રહ્યાં છે સેવન, શહેરી વિસ્તારમાં લોકો ખાય છે બમણુ મીઠું
ભોજનનો સ્વાદ વધારવા માટે લોકો મીઠાનો ઉપયોગ કરે છે. જો કે, ભારતમાં મીઠાનો વધુ પડતો ઉપયોગ એક મોટી સમસ્યા બની ગયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજી (ICMR-NIE) ના વૈજ્ઞાનિકોના મતે, વધુ મીઠુ ખાવાના કારણે લોકો હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક, હૃદય રોગ અને કિડનીની સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે. […]