1. Home
  2. Tag "Dwarka"

દ્વારકાઃ ઓખા નજીકથી શંકાસ્પદ બોટ ઝડપાઈ,3 ઈરાની નાગરિકો અને એક ભારતીયની ધરપકડ

દ્વારકા: ગુજરાતના દ્વારકા નજીક ઓખામાં એક શંકાસ્પદ બોટ ઝડપાયા બાદ એજન્સીઓ એલર્ટ મોડ પર છે. દ્વારકા પોલીસે બોટમાં મુસાફરી કરી રહેલા 3 ઈરાની અને 1 ભારતીય નાગરિકની અટકાયત કરી છે. તેમજ જ્યારે બોટની તલાશી લેવામાં આવી ત્યારે બોટમાંથી એક સેટેલાઇટ ફોન પણ મળી આવ્યો હતો. પોલીસે બોટમાં મુસાફરી કરી રહેલા ભારતીય નાગરિકના ભાઈની પણ ધરપકડ […]

દ્વારકાના જગત મંદિરમાં જન્માષ્ટમીના મહોત્સવની તૈયારીઓની સમીક્ષા માટે રિવ્યુ બેઠક મળી

ખંભાળિયાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં જન્માષ્ટમીના પર્વની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી તા. 7મી સપ્ટેમ્બરને ગુરૂવારે જન્માષ્ટમી ઉત્સવની પારંપરિક ઊજવણી કરાશે. દ્વારકાધિશના દર્શન માટે દર વર્ષની જેમ લાખો ભાવિકો ઉમટી પડેશે, યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે અને પર્વ આનંદોલ્લાસથી ઊજવાય તેના માટેની આગોતરી તૈયારીઓની સમીક્ષા કરવા માટે દ્વારકાધિશ મંદિર વહીવટદાર કચેરીએ રીવ્યુ […]

વાવાઝોડાનું સંકટઃ પોરબંદર અને દ્વારકાના દરિયાકાંઠે વાવાઝોડાની અસર જોવા મળી

અમદાવાદઃ ગુજરાત ઉપર બિપરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે, તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વહન ફુંકાઈ રહ્યો છે તેમજ બિપરજોયની અસરના પગલે દરિયામાં ઉંચા મોજા ઉછડી રહ્યાં છે. દરમિયાન પોરબંદરમાં દરિયા કાંઠે આવેલા મંદિરની દિવસ ધરાશાયી થઈ હતી. આ ઉપરાંત દ્વારકામાં વોક-વે પાસે શેડને પણ નુકશાન થયું છે. વાવાઝોડાની […]

દ્વારકાઃ 45 જીવીત વ્યક્તિઓના ડેથ સર્ટીફિકેટ રજૂ કરીને ડેથ ક્લેમ પાસ કરાવાના રેકેટનો પર્દાફાશ

અમદાવાદઃ દેવભૂમિદ્વારકામાં જીવીત વ્યક્તિઓને મૃતક દર્શાવીને વીમા કંપનીમાંથી રૂ. એક કરોડથી વધારે રકમનો ડેથ ક્લેમ મેળવવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. સમગ્ર ઘટનામાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કવાયત આરંભી છે. આરોપીઓએ એક-બે નહીં પરંતુ 45 જેટલી વ્યક્તિઓના મૃત્યુના ખોટા દસ્તાવેજ રજુ કર્યા […]

મોઢેરા બાદ હવે દ્વારકાને સોલાર વિજળીથી ઝળહળતું કરાશે, હાલ વાર્ષિક 2 કરોડ યુનિટનો વપરાશ

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાને લીધે તાપમાનમાં વધારો થતાં વીજળીની માગમાં ખાસ્સો વધારો થઈ રહ્યો છે. સરકારે પરંપરાગત ઊર્જા સ્ત્રોતમાંથી વીજળી મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્ય સરકારે મહેસાણા જિલ્લાના મોઢેરા ગામને સોલાર વિલેજ બનાવ્યું છે. ને સૂર્ય ઊર્જાથી મોઢેરા ગામ ઝળહળી ઉઠ્યુ છે. હવે મોઢેરા બાદ કૃષ્ણભૂમિ દ્વારકાને સંપૂર્ણ સોલારનગર બનાવાશે. યાત્રાધામ દ્વારકા સોલાર […]

દ્વારકામાં જગત મંદિરના શિખર પર હવે ઈલેક્ટ્રિક ઉપકરણની મદદથી ધ્વજાનું આરોહણ કરાશે

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવનિયુકત જિલ્લા કલેકટર અને દ્વારકાધિશ દેવસ્થાન સમિતિના વહીવટદાર અશોક શર્મા ચાર્જ સંભાળ્યા બાદ દ્વારકાધિશના દર્શને આવ્યા હતા. કલેક્ટરે દર્શન કર્યા બાદ નિર્દેશ આપ્યો હતો કે, દ્વારકાધિશજીના ધ્વજારોહણનું ખૂબ મહત્વ છે અને તેમાં વારંવાર થતા અકસ્માતોને નિવારવા સલામતી સાથે સુરક્ષાના મુદ્દાને ધ્યાને લઈને આવનારા સમયમાં દ્વારકા જગત મંદિર ઉપર ચડાવતા ધ્વજાજીના આરોહણ […]

દ્વારકા: દરિયાઇ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓના નિયંત્રણ માટે કરાયેલી કાર્યવાહીનું CM પટેલે નિરીક્ષણ કર્યુ

દ્વારકા : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દરિયાઇ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા માદક દ્રવ્યોની ઘૂસણખોરીના નિયંત્રણ માટે લેવાયેલ પગલાનું નિરીક્ષણ કરી દ્વારકા જિલ્લાના હર્ષદ મંદિર વિસ્તારની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી-નાવદ્રા-ભોગાત વિસ્તારમાં છેલ્લા ચાર દિવસમાં દૂર કરાયેલ રૂ. ૬.૧૩ કરોડથી વધુના મૂલ્યની ૧૪ લાખ ચોરસ ફૂટથી વધુની જમીન ખુલી […]

દ્વારકા નજીક શિવરાજપુર બીચ ખાતે યોજાયેલો સાંસ્કૃતિક કાર્યક્રમ લોકોએ મોજભરીને માણ્યો

દ્વારકાઃ  યાત્રાધામ દેવભૂમિ દ્વારકા ખાતે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સંચાલિત પર્યટન પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમનું શિવરાજપુર બીચ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ લોકોએ મોજભરીને માણ્યો હતો. આ કાર્યક્રમમાં દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે જણાવ્યું હતું કે, પ્રાચીન સમયથી જ ભારતની ભૂમિ […]

દ્વારકામાં મેગા ડિમોલિશન, 130થી વધારે ગેરકાયદે દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરાઈ

અમદાવાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ગેરકાયદે દબાણ દૂર કરવા માટે મનપા દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સાત દિવસ સુધી ચાલેલા આ અભિયાનમાં તંત્રએ પોલીસ બંદોબસ્ત વચ્ચે 130થી વધારે ગેરકાયદે દબાણ દુર કરીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા બે ધાર્મિક સ્થળોનું દબાણ પણ દૂર કર્યું હતું. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાની […]

દ્વારકામાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ફેલાયો ભય

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. દરમિયાન આજે દેવભૂમિ દ્વારકામાં ધરા ધ્રુજી હતી. ભૂકંપના આચંકાને પગલે લોકોમાં ભય ફેલાયો છે, ભૂકંપની તીવ્રતા 4.3 તીવ્રતા નોંધાઈ હતી. ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની નહીં હોવાનું જાણવા મળે છે. અમરેલીમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના આંચકા નોંધાય છે. દરમિયાન આજે દ્વારકામાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code