1. Home
  2. Tag "Dwarka"

દ્વારકાના રાણ ગામે બાળકી 100 ફુટ ઊંડા બોરવેલમાં પડતા હાથ ધરાયું રેસ્ક્યુ ઓપરેશન

જામ ખંભાળિયાઃ રાજ્યમાં ખૂલ્લા બોરવેલમાં બાળકો પડી જવાના અગાઉ પણ બનાવો બની ચૂંક્યા છે. ત્યારે કલ્યાણપુર તાલુકાના રાણ ગામે ઘર આંગણે ફળિયામાં બનાવેલા બોરવેલમાં રમતા-રમતા એક અઢી વર્ષની માસુમ બાળકી પડી જતાં બાળકીને બચાવવા માટે જિલ્લાભરનું તંત્ર કામે લાગ્યું છે. આ ઘટનાની જાણ થતાં જિલ્લા કલેકટર પણ રાણ ગામે દોડી ગયા હતા. દ્વારકાનગરપાલિકાના ફાયરબ્રિગેડ, તેમજ […]

દ્વારકામાં વર્ષો પહેલા સમુદ્રમાં ડુબી ગયેલી કૃષ્ણનગરીના દર્શન માટે સબમરીન સેવા શરૂ કરાશે

દ્વારકાઃ યાત્રાધામ દ્વારકા સમુદ્રના કિનારે આવેલું છે. દ્વારકાધિશનું હાલનું મંદિર પણ ઐતિહાસિક છે. કહેવાય છે. કે, વર્ષો પહેલા સમુદ્રમાં દ્વારકાનગરી ગરકાવ થઈ હતી. હાલ પણ સમુદ્રના પેટાળમાં દ્વારકાનગરીના અવશેષો ધરબાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે ડુબી ગયેલી દ્વારકા નગરીના લોકો દર્શન કરી શકે એવું આયોજન કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા હવે દરિયાના પેટાળમાં સબમરીન […]

દ્વારકામાં રચાયો ઈતિહાસ, 37000 આહિરાણીઓ એકસાથે પરંપરાગત વસ્ત્રો પહેરીને રાસ રમ્યાં

દ્વારકાઃ દ્વારકાધિશના આંગણે અનોખો ઈતિહાસ રચાયો હતો. રવિવારે નંદગામ પરિસર ખાતે 37,000 આહિરાણીઓ  પારંપરિક પહેરવેશ અને માથે નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરેણાં પહેરી એકસાથે રાસ રમતાં ભક્તિભાવનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. સવારે 8 વાગ્યે રાસની શરૂઆત થઈ હતી જે 10:30 સુધી સુધી ચાલ્ચા ત્યાર બાદ રૂક્ષ્મણી મંદિરથી જગત મંદિર સુધી વિશ્વ શાંતિ રેલી […]

દ્વારકામાં 23મી ડિસેમ્બરથી બે દિવસ આહિર સમાજની મહિલાઓ દ્વારા મહારાસ યોજાશે,

જામખંભાળિયાઃ  અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા યાત્રાધામ દ્વારકામાં આગામી તા. 23, અને 24 ડિસેમ્બરના રોજ રાસનું આયોજન કરાયું છે. જેને માત્ર પાંચ દિવસનો સમય બાકી હોવા અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં આહિર સમાજની બહેનો હજારોની સંખ્યામાં જોડાશે. દ્વારકા ખાતે 23મી ડિસેમ્બરથી યોજાનારા આહિર સમાજની બહેનોના મહારાસમાં શ્રીકૃષ્ણના યાદવ કુળના 37 […]

દ્વારકા પગપાળા જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, કારે અડફેટે લેતા 3ના મોત

અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થઈ પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી અમદાવાદઃ દ્વારકા ખાતે દર્શન કરવા જઈ રહેલા પદયાત્રાઓને અકસ્માત નડ્યો હતો. જામનગર-દ્વારકા હાઈવે પર નાની ખાવડી નજીક પૂરઝડપે આવેલી મોટરકારે ચારેક પદયાત્રીઓને અડફેટ લીધા હતા. આ દૂર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 3 પદયાત્રીઓના કરુણ મોત થયાં હતા. જ્યારે એક પદયાત્રાની હાલત ગંભીર હોવાનું જાણવા […]

દ્વારકાના જગત મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ ઉમટી, મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારાયું

દ્વારકાઃ દિવાળીના તહેવારોમાં લોકોમાં દેવ-દર્શનનું મહાત્મ્ય સૌથી વધુ હોય છે. જેમાં દિવાળીના પર્વમાં તો તમામ લોકો મંદિરોમાં દર્શન માટે જતા હોય છે. દ્વારકામાં દ્વારકાધિશના દર્શન માટે ધનતેરસથી જ દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. તમામ હોટલો-ગેસ્ટ હાઉસ હાફસફુલ થઈ ગયા છે. જગતમંદિરને રંગબેરંગી લાઇટીંગથી શણગારવામાં આવ્યું છે. ઝગમગાટથી ત્રિલોક્ય મંદિર શોભાયમાન થયું છે. હિંદુ […]

દ્વારકાઃ ઓખા નજીકથી શંકાસ્પદ બોટ ઝડપાઈ,3 ઈરાની નાગરિકો અને એક ભારતીયની ધરપકડ

દ્વારકા: ગુજરાતના દ્વારકા નજીક ઓખામાં એક શંકાસ્પદ બોટ ઝડપાયા બાદ એજન્સીઓ એલર્ટ મોડ પર છે. દ્વારકા પોલીસે બોટમાં મુસાફરી કરી રહેલા 3 ઈરાની અને 1 ભારતીય નાગરિકની અટકાયત કરી છે. તેમજ જ્યારે બોટની તલાશી લેવામાં આવી ત્યારે બોટમાંથી એક સેટેલાઇટ ફોન પણ મળી આવ્યો હતો. પોલીસે બોટમાં મુસાફરી કરી રહેલા ભારતીય નાગરિકના ભાઈની પણ ધરપકડ […]

દ્વારકાના જગત મંદિરમાં જન્માષ્ટમીના મહોત્સવની તૈયારીઓની સમીક્ષા માટે રિવ્યુ બેઠક મળી

ખંભાળિયાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં જન્માષ્ટમીના પર્વની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી તા. 7મી સપ્ટેમ્બરને ગુરૂવારે જન્માષ્ટમી ઉત્સવની પારંપરિક ઊજવણી કરાશે. દ્વારકાધિશના દર્શન માટે દર વર્ષની જેમ લાખો ભાવિકો ઉમટી પડેશે, યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે અને પર્વ આનંદોલ્લાસથી ઊજવાય તેના માટેની આગોતરી તૈયારીઓની સમીક્ષા કરવા માટે દ્વારકાધિશ મંદિર વહીવટદાર કચેરીએ રીવ્યુ […]

વાવાઝોડાનું સંકટઃ પોરબંદર અને દ્વારકાના દરિયાકાંઠે વાવાઝોડાની અસર જોવા મળી

અમદાવાદઃ ગુજરાત ઉપર બિપરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે, તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વહન ફુંકાઈ રહ્યો છે તેમજ બિપરજોયની અસરના પગલે દરિયામાં ઉંચા મોજા ઉછડી રહ્યાં છે. દરમિયાન પોરબંદરમાં દરિયા કાંઠે આવેલા મંદિરની દિવસ ધરાશાયી થઈ હતી. આ ઉપરાંત દ્વારકામાં વોક-વે પાસે શેડને પણ નુકશાન થયું છે. વાવાઝોડાની […]

દ્વારકાઃ 45 જીવીત વ્યક્તિઓના ડેથ સર્ટીફિકેટ રજૂ કરીને ડેથ ક્લેમ પાસ કરાવાના રેકેટનો પર્દાફાશ

અમદાવાદઃ દેવભૂમિદ્વારકામાં જીવીત વ્યક્તિઓને મૃતક દર્શાવીને વીમા કંપનીમાંથી રૂ. એક કરોડથી વધારે રકમનો ડેથ ક્લેમ મેળવવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. સમગ્ર ઘટનામાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કવાયત આરંભી છે. આરોપીઓએ એક-બે નહીં પરંતુ 45 જેટલી વ્યક્તિઓના મૃત્યુના ખોટા દસ્તાવેજ રજુ કર્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code