1. Home
  2. Tag "ELECTION COMMISSION"

છત્તીસગઢની 20 બેઠક ઉપર 70.87 અને મિઝોરમની 40 બેઠકો ઉપર એકંદરે 75 ટકાથી વધારે મતદાન

નવી દિલ્હીઃ છત્તીસગઢ વિધાનસભાની 90 પૈકી 20 બેઠકો ઉપર પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. જ્યારે મિઝોરમની 40 બેઠક ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું. છત્તીસગઢની 20 બેઠકો ઉપર સાંજના પાંચ કલાક સુધીમાં 70.87 ટકા જેટલુ મતદાન યોજાયું હતું. જ્યારે મિઝોરમમાં એકંદરે 76.85 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા મળે છે. છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની 20 બેઠકો […]

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ ઉદેયપુરમાં હવાલા રેકેટનો પર્દાફાશ, 72 લાખની રોકડ જપ્ત કરાઈ

જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર એક મહિનો જ બાકી છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. આ ઉપરાંત ચૂંટણી પંચે પણ તેની તૈયારીઓ વધારે તેજ બનાવી છે. બીજી તરફ પોલીસ પણ ગેરકાયદે ધંધાને રોકવા કાર્યવાહીને વધારે તેજ બનાવી છે. દરમિયાન ઉદયપુર પોલીસે કરોડોના રૂપિયાના હવાલા કારોબારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તેમજ  […]

તેલંગાણા વિધાનસભા ચૂંટણી પૂર્વે 20 કરોડની રોકડ અને 32 કિલો સોનુ ઝડપાયું

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ બન્યો તેજ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજવા ચૂંટણીપંચનું આયોજન ચૂંટણીપંચ દ્વારા સઘન ચેકીંગ અને પેટ્રોલીંગ શરૂ કરાયું નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, મિઝોરમ અને છત્તીસગઢમાં આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન યોજાશે જ્યારે અન્ય રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે. હાલ તમામ પાંચેય રાજ્યોમાં ચુસ્ત ચૂંટણી આચારસંહિતાનો અમલ કરવામાં […]

પાંચેય રાજ્યોમાં ભાજપની સરકાર બનશે, જે.પી.નડ્ડાએ વ્યક્ત કર્યો દ્રઢ વિશ્વાસ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ જેપી નડ્ડાએ સોમવારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજવાની ચૂંટણી પંચની જાહેરાતનું સ્વાગત કર્યું અને દાવો કર્યો કે તેમની પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમામ રાજ્યોમાં મોટી બહુમતી સાથે સરકાર બનાવશે. ચૂંટણી પંચે સોમવારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી […]

મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત પાંચ રાજ્યમાં 16.42 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિજોરમમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ રહીછે. તા. 17મી નવેમ્બર, 23 નવેમ્બર અને 30 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. છત્તીસગઢમાં બે તબક્કામાં તા. 7 અને 17મી નવેમ્બરના રોજ મતદાન યોજાશે. પાંચેય રાજ્યોમાં તા. 3 ડિસેમ્બરના રોજ મત ગણતરી યોજાશે. મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારએ જણાવ્યું હતું કે, કુલ 16.14 […]

વિધાનસભા ચૂંટણીઃ ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારી રાજસ્થાનની મુલાકાતે

જયપુરઃ રાજસ્થાનમાં આગામી દિવસોમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના વિવિધ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા પણ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. દરમિયાન ચૂંટણીપંચના ઉચ્ચ અધિકારીની ટીમ રાજસ્થાન પહોંચી છે. 3 દિવસના પ્રવાસ દરમિયાન ચૂંટણીપંચની ટીમ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપશે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી […]

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ પહેલીવાર 18.5 લાખ જેટલા મતદારો ઘરે બેઠા-બેઠા મતદાન કરી શકશે

જયપુરઃ રાજ્યમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીમાં ઘરઆંગણે મતદાનની સુવિધા ઉપલબ્ધ થશે. 18.5 લાખ મતદારોને ઘરે બેઠા-બેઠા મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે. ભારતના ચૂંટણી પંચે 80 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો અને 40 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા મતદારો માટે આ નવી સુવિધા શરૂ કરી છે. મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું હતું કે, પંચે સર્વસમાવેશક ચૂંટણીની […]

પાકિસ્તાન: આગામી વર્ષે ફેબ્રુઆરીમાં સામાન્ય ચૂંટણી થવાની ચૂંટણી પંચે વ્યક્ત કરી આશા

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ચૂંટણી પંચે આગામી વર્ષે ફેબ્રુઆરીમાં સામાન્ય ચૂંટણી થવાની આશા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) એ કહ્યું કે, તે મતદારયાદીના સીમાંકન પર કામ કરશે અને તે સુનિશ્ચિત કરવા માટે મતદાર યાદીઓ અપડેટ કરશે કે તૈયારીઓ ઓછામાં ઓછા સમયમાં પૂર્ણ થાય.  સ્થાનિક મીડિયા આ સમાચાર આપ્યા છે. PML-N પ્રતિનિધિમંડળને આ ખાતરી આપવામાં […]

સચિન તેંડુલકર ચૂંટણીપંચના મતદાન જાગૃતિ અને શિક્ષણના નેશનલ આઈકન તરીકે નિયુક્ત

નવી દિલ્હીઃ ક્રિકેટના દિગ્ગજ અને ભારત રત્ન પુરસ્કાર વિજેતા સચિન રમેશ તેંડુલકર ભારતના ચૂંટણી પંચ માટે મતદાર જાગૃતિ અને શિક્ષણ માટે ‘નેશનલ આઇકન’ તરીકે નવી ઇનિંગ શરૂ કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની હાજરીમાં નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં ત્રણ વર્ષના સમયગાળા માટે ક્રિકેટના દિગ્ગજ સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ સહયોગ આગામી […]

પાકિસ્તાનઃ ચૂંટણી પંચે પૂર્વ પીએમ ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાન ચૂંટણી પંચે, તોશાખાના કેસમાં દોષિત જાહેર થયા બાદ પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. ઈસ્લામાબાદની એક નીચલી અદાલતે શનિવારે ઈમરાન ખાનને ત્રણ વર્ષની જેલ અને એક લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ઈમરાન ખાન પર રાજ્યના વડાઓ પાસેથી મળેલી ભેટો વેચી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code