1. Home
  2. ગુજરાતી
  3. છત્તીસગઢની 20 બેઠક ઉપર 70.87 અને મિઝોરમની 40 બેઠકો ઉપર એકંદરે 75 ટકાથી વધારે મતદાન
છત્તીસગઢની 20 બેઠક ઉપર 70.87 અને મિઝોરમની 40 બેઠકો ઉપર એકંદરે 75 ટકાથી વધારે મતદાન

છત્તીસગઢની 20 બેઠક ઉપર 70.87 અને મિઝોરમની 40 બેઠકો ઉપર એકંદરે 75 ટકાથી વધારે મતદાન

0
Social Share

નવી દિલ્હીઃ છત્તીસગઢ વિધાનસભાની 90 પૈકી 20 બેઠકો ઉપર પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. જ્યારે મિઝોરમની 40 બેઠક ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું. છત્તીસગઢની 20 બેઠકો ઉપર સાંજના પાંચ કલાક સુધીમાં 70.87 ટકા જેટલુ મતદાન યોજાયું હતું. જ્યારે મિઝોરમમાં એકંદરે 76.85 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા મળે છે.

છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની 20 બેઠકો પર મતદાન પૂર્ણ થયું હતું. ચૂંટણી દરમિયાન સુકમામાં નક્સલી હિંસા પણ જોવા મળી હતી. નક્સલવાદીઓએ મતદારોને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને જોરદાર ગોળીબાર કર્યો હતો. નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ પણ થઈ હતી. ટોંડામાર્કા પાસે IED બ્લાસ્ટમાં એક જવાન ઘાયલ થયો હતો. સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી 10 બેઠકો પર મતદાન થયું હતું. અન્ય 10 બેઠકો પર સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થયું હતું. ઈવીએમમાં ​​કુલ 233 ઉમેદવારોનું ભાવિ સીલ થઈ ગયું છે.

છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 20 બેઠકો અને મિઝોરમની 40 બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું. મોહલ, માનપુર, અંબાગઢ ચોકી જિલ્લામાં બપોરના 3 કલાક સુધીમાં 73 ટકા જેટલુ મતદાન થયું હતું. આ ઉપરાંત વિજાપુર જિલ્લામાં સૌથી ઓછુ લગભગ 30 ટકા જેટલુ મતદાન થયું હતું. બપોરના 3 કલાક સુધીમાં બસ્તરમાં 56.28 ટકા, જગદલપુરમાં 60.75 ટકા, ચિત્રકોટમાં 58.02 ટકા, કબીરઘામ જિલ્લાની પંડરિયા બેઠક ઉપર 60.40 ટકા, કવર્ધામાં 63.03 ટકા અને રાજનાંદગાંવ જિલ્લામાં બપોરના 3 કલાક સુધીમાં 63.18 ટકા જેટલુ મતદાન થયું હતું.

છત્તીસગઢની 20 બેઠક અને મિઝોરમની 40 બેઠકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટે ચૂંટણીપંચ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આગામી દિવસોમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. તા. 3 ડિસેમ્બરના રોજ પાંચેય રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈને મતગણતરી હાથ ધરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code