1. Home
  2. Tag "ELECTION COMMISSION"

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ મત ગણતરી સ્થળે વિજેતા ઉમેદવાર સરઘસ નહીં કાઢી શકે

અમદાવાદઃ ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીનો પ્રચારમાં લાગી ગઈ છે. બીજી તરફ ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને તૈયારીઓ કરી લીધી છે. દરમિયાન મતગણતરીને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર મત ગણતરી સ્થળે ઉમેદવારો સભા કે સરઘસ નહીં કાઢી શકે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિત છ […]

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે તા. 1લી માર્ચે યોજાશે ચૂંટણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીમાં ભાજપના રાજ્યસભાના સભ્ય અભયભાઈ ભારદ્વાજ અને કોંગ્રેસના અહેમદ પટેલના અવસાન થયાં હતા. જેથી રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. આ બેઠકો માટે આગામી તા. 1લી માર્ચના રોજ ચૂંટણી યોજાશે. તેમજ તા. 1લી માર્ચના રોજ જ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના સિનિયર નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલનું તા. […]

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઃ મતગણતરી મુદ્દે હાઈકોર્ટમાં અરજી

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મનપાની મતગણતરી તથા તાલિકા-જિલ્લા પંચાયતની મતગણતરી અલગ-અલગ રાખવામાં આવી છે. આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની ઉપર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય ચૂંટણી પંચે તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ […]

સ્થાનિક સ્વરાજય ચૂંટણીઃ નેતા સહિત પાંચ વ્યક્તિઓ જ ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. તેમજ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીપ્રચારની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. જો કે, કોરોના મહામારીને પગલે કોઈ પણ રાજકીય પાર્ટીના પાંચથી વધારે લોકો ડોર-ટુ-ડોર પ્રચાર કરી શકશે નહીં. ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા કોવિડ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજયની […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો થઈ જાહેર, બે તબક્કામાં યોજાશે મતદાન 

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં હતા. દરમિયાન આજે ચૂંટણીપંચ દ્વારા અમદાવાદ સહિત છ મનપા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદ સહિત છ મનપામાં આગામી તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. જ્યારે 23મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આવી જ નગરપાલિકા, તાલુકા અને જિલ્લા […]

ભૂતકાળમાં બેદરકાર રહેલા અધિકારીઓને ચૂંટણીની જવાબદારીથી દૂર રખાશે

દિલ્હીઃ દેશમાં આગામી મહિનાઓમાં પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. દરમિયાન ભુતકાળમાં ચૂંટણી કામગીરીમાં બેદરકાર રહેલા અધિકારીઓને નવી ચૂંટણીમાં જવાબદાર નહીં સોંપવાનો આદેશ ચૂંટણી પંચે આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશના પાંચ રાજયો આસામ, કેરળ, પશ્ર્ચીમ બંગાળ, તામીલનાડુ તથા પુડુચેરીમાં આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણી […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ મંગળવારથી ઈવીએમનું ચેકીંગ થશે શરૂ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાય તેવી શકયતા છે. દરમિયાન ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી તા. 12મી જાન્યુઆરીથી વોટીંગ મશીનનું પ્રથમ તબક્કાનું ચેકીંગ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ઉમેદવારોને ઓનલાઈન ઉમેદવારીની પણ સુવિધા પણ પુરી પાડવામાં આવશે. ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ 47400 મતદાન મથક ઉપર 2.80 લાખ કર્મચારીઓને સોંપાશે જવાબદારી

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. જેની તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં લગભગ 47 હજારથી વધારે મતદાન મથકો ઉપર 2.80 લાખ જેટલા કર્મચારીઓને ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવશે. એટલું જ નહીં કોરોના મહામારી વચ્ચે ચૂંટણી યોજાવાની હોવાથી સરકારી ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવશે. ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ, 5મી જાન્યુઆરીએ પ્રાથમિક મતદાર યાદી થશે જાહેર

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી શકયતાઓ છે. જેની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીયપક્ષોએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ વેગવંતી કરવામાં આવી છે. 5 જાન્યુઆરીએ મતદારોની પ્રાથમિક મતદાર યાદી જાહેર કરાય તેવી શખયતા છે. જ્યારે 2 ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદી […]

દેશના પાંચ રાજ્યોમાં 2021માં યોજાશે વિધાનસભા ચૂંટણી

દિલ્હીઃ આગામી વર્ષે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જે માટે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં ચૂંટણી પંચના અધિકારીઓ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની મુલાકાતે જશે. જ્યારે સ્થાનિક ચૂંટણી અધિકારીઓ સાથે વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, અસમ, કેરલ અને પોંડીચેરી વિધાનસભાનો કાર્યકાળ આગામી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code