1. Home
  2. Tag "Elections"

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ મમતા બેનર્જીએ રણનીતિ ઘડી, વિપક્ષી દળોને એક કરવાના પ્રયાસો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિ ચુંટણીને લઈને મોટો દાવો કરતા રાજકીય ખળભળાટ મચી ગયો હતો. સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત છતા આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી ભાજપ માટે આસાન નહીં રહે. સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, તેમની પાસે કુલ ધારાસભ્યોના અડધા પણ નથી. દેશભરમાં વિપક્ષી દળો પાસે […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના લોકસભા દીઠ નિરિક્ષકો નિમાયાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને  હવે આઠ મહિના બાકી રહ્યાં છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યની સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટી 2022ની વિધાનસભા ચૂંટણી જીતવા માટે તૈયારીઓ કરી રહી છે. આ તૈયારીના ભાગ રૂપે કોંગ્રેસે રાજ્યમાં પોતાના નિરીક્ષકોની નિમણૂક કરી છે. કોંગ્રેસે એક લોકસભા બેઠક દીઠ બે નિરીક્ષકોની નિમણૂક કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત કોંગ્રેસે વિવિધ […]

યુપીમાં 7 તબક્કામાં ચૂંટણી થશે,10 માર્ચના થશે પરિણામ જાહેર

યુપીમાં 7 તબક્કામાં ચૂંટણી થશે 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી મતદાન થશે 10 માર્ચના થશે પરિણામ જાહેર લખનઉ:આ વર્ષે પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આજે એટલે કે શનિવારે ચૂંટણી પંચે આ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે,સાત […]

કોંગ્રેસ વિના નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં પરાસ્ત કરવા અશક્યઃ શિવસેના

દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દેશમાં કોંગ્રેસને સાઈડલાઈન કરીને અન્ય નાના-નાના પક્ષો સાથે મળીને નવો મોરચો ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમજ તાજેતરમાં તેઓ દિલ્હીના પ્રવાસ બાદ મુંબઈના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓ સાથે બેઠક કરી હતી. જો કે, શિવસેના મમતા બેનર્જીના આ પ્રયાસથી ખુશ નહીં હોવાનું […]

ઉત્તરપ્રદેશ: વિધાનસભાની ચૂંટણી પૂર્વે અખિલેશ યાદવને મોટો ફટકો, 4 ધારાસભ્યો BJPમાં જોડાયાં

લખનૌ: ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે. જો કે, ભાજપ, કોંગ્રેસ અને સપા સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે, વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને ભાજપાએ મોટો ઝટકો આપ્યો છે. રાજધાની લખનૌમાં સમાજવાદી પાર્ટીના ચાર ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. રવિશંકર સિંહ, નરેન્દ્ર ભાટી,  સી.પી. ચંદ અને રમા નિરંજન […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી નહીં પણ તેના નિયત સમયે જ યોજાશે : પાટીલ

અમદાવાદ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજીબાજુ વહેલી ચૂંટણી યોજાવાની ચાલી રહેલી અટકળો વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ  સી.આર. પાટીલે જાહેરાત કરી હતી કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં તેના નિયત સમયે જ યોજાશે. પાટીલના નિવેદનના કારણે ગુજરાત વિધાનસભાની […]

ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીમાં જોતરાયેલા કર્મચારીઓને નથી મળ્યા ભથ્થા

ચૂંટણીમાં 1500થી વધારે કર્મચારીઓ જોડાયા હતા ચૂંટણી ભથ્થા ઝડપી ચૂકવી આપવા કરાઈ માંગણી અમદાવાદઃ ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. હવે ભાજપ દ્વારા મેયર સહિતના હોદ્દેદારોની પસંદગી કરી લેવામાં આવી છે. જો કે, ચોંકાવનારી બાબત એ છે કે, કોર્પોરેશનની ચૂંટણીમાં જોડાયેલા કર્મચારીઓને હજુ સુધી ભથ્થા ચુકવવામાં નહીં હોવાનું સામે આવ્યું […]

વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સોનિયા ગાંધીના નૈતૃત્વમાં જ પ્રચાર-પ્રસાર કરાશે

દિલ્હીઃ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં આગામી દિવસોમાં ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સોનિયા ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ હોવાનું કહીને બળવાખોરોને સ્પષ્ટ કહ્યું હતું કે, મીડિયા સામે કંઈ પણ બોલવું નહીં. બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીના નૈતૃત્વ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ આગામી ઓગસ્ટ 2022 સુધી તેઓ જ કોંગ્રેસના […]

પાંચ રાજ્યોમાં વિધાનસભામાં ચૂંટણીઃ ઉત્તરપ્રદેશમાં સર્વે અનુસાર ફરીથી BJPની જીતનો દાવો

દિલ્હીઃ પાંચ રાજ્યોમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે. વર્ષ 2022માં ગોવા, મણિપુર, ઉત્તરપર્દેશ, પંજાબ અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ઉત્તરપ્રદેશ અને પંજાબ વિધાનસભાની ચૂંટણી ઉપર ભાજપ સહિત તમામ રાજકીયપક્ષોની નજર મંડાયેલી છે. ઉત્તરપ્રદેશમાં ભાજપ સહિત અન્ય રાજકીય પાર્ટીઓને ચૂંટણી અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. તેમજ ગઠબંધનને લઈને ચર્ચાઓ ઉત્તરપ્રદેશમાં તેજ બની છે. […]

પીએમ ટ્રુડોનું ભવિષ્ય દાવ પર, આજે થશે ચૂંટણી, 2 કરોડથી વધુ મતદારો કરશે મતદાન

કેનેડામાં આજે થશે મતદાન પીએમ ટ્રુડોનું ભાવિ મતદારો નક્કી કરશે 27 મિલિયન લોકો કરશે મતદાન નવી દિલ્હી: આજે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોનું ભવિષ્ય દાવ પર છે. કેનેડામાં આજે ચૂંટણી યોજાવા જઇ રહી છે. પીએમ ટ્રુડોની સ્પર્ધા આ વખતે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા એરિન ઓટૂલે સાથે છે. કેનેડા સરકારના ડેટા અનુસાર, દેશમાં 27 મિલિયન અથવા 27 મિલિયન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code