1. Home
  2. Tag "Electricity"

હિમાચલમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી, વીજળી અને પાણી પુરવઠો ખોરવાયો

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં આવેલા ભયંકર વાવાઝોડાએ ભારે વિનાશ અને વ્યાપક વિક્ષેપ સર્જ્યો છે. રાજ્યમાં 50 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. તેમજ વીજળી પડવા અને વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં ભારે નુકસાન થયું હતું. જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું, ખાસ કરીને ચંબા, ડેલહાઉસી, મંડી, કુલ્લુ, હમીરપુર, બિલાસપુર, સોલન અને શિમલામાં જનજીવન ખોરવાયું […]

ગુજરાતના વિજ વપરાશકારોને રાહત, સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કર્યો

ગાંધીનગરઃ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ.1,120 કરોડનો લાભ થશે ‘સુશાસન દિવસ’ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.ઓકટોબર 2024થી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજો સુધારો ના […]

ટેકનોલોજીથી વીજળીના વપરાશમાં શું ફેર પડે છે, જાણો….

નવી દિલ્હીઃ દુનિયામાં રોજ નવી નવી ટેકનોલોજીની શોધ થઈ રહી છે. જયારે પૈડાની શોધ થઇ હશે ત્યારે તે સમયના લોકો માટે તે એક ટેકનોલોજી જ હશે. તમામ ક્ષેત્રમાં આજે ટેકનોલોજી દિવસે ના વધે તેટલી રાત્રે વધે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પણ તેમાંની જ એક છે જે ધડમૂળથી વૈશ્વિક પરિવર્તન લાવી શકે છે. ત્યારે તે ટેકનોલોજીથી વીજળીના […]

વીજળીની ઊંચી માગ છતાં થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાની પર્યાપ્ત ઉપલબ્ધતા: સરકાર

નવી દિલ્હીઃ વીજળીની અત્યંત ઊંચી માગ છતાં થર્મલ પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો સ્ટોક 45 મેટ્રિક ટનથી વધુનો રહ્યો છે, જે ગયા વર્ષની સરખામણીએ 30 ટકા વધારે છે. સ્ટોક 19 દિવસની આવશ્યકતાને પહોંચી વળવા માટે પૂરતો છે. મે, 2024ના મહિના દરમિયાન, થર્મલ પાવર પ્લાન્ટના અંતમાં સરેરાશ દૈનિક ઘટાડો માત્ર 10,000 ટન રહ્યો છે. કોલસાના પુરવઠા માટે સરળ અને પર્યાપ્ત […]

ઉનાળામાં વીજળીની માગને પહોંચી વળવા સરકારે ગેસ-આધારિત પાવર પ્લાન્ટ્સ કાર્યરત કર્યાં

નવી દિલ્હી: ઉનાળાની ઋતુમાં દેશમાં વીજળીની ઊંચી માગને પહોંચી વળવા માટે ભારત સરકારે ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સ કાર્યરત કરવાનો નિર્ણય લીધો છે. ગેસ-આધારિત જનરેટિંગ સ્ટેશનોમાંથી મહત્તમ વીજ ઉત્પાદન સુનિશ્ચિત કરવા માટે સરકારે તમામ ગેસ-આધારિત જનરેટિંગ સ્ટેશનોને ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2003ની કલમ 11 હેઠળ દિશાનિર્દેશો જારી કર્યા છે (જે અંતર્ગત સરકાર તે નિર્દેશ કરી શકે છે કે […]

ગુજરાતઃ બે વર્ષમાં વીજળી ખરીદવા ફિક્સ કોસ્ટ પેટે રૂ. 29 હજાર કરોડની રકમ ચૂકવાઇ

અમદાવાદઃ ગુજરાતમાં 24 હજાર મેગાવોટની જરૂરિયાત સામે 5 હજાર મેગાવોટ વીજળી ઉત્પાદન થાય છે. નાગરિકો, ખેડૂતો, ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં વીજળીની સુવિધા મળી રહે તેવા હેતુથી તા. 31-12-2023ની સ્થિતિએ ગુજરાત સરકાર દ્વારા કુલ 15 કંપનીઓને ફિક્સ કોસ્ટ પેટે વર્ષ 2022માં રૂ.14058 કરોડ તેમજ વર્ષ ૨૦૨૩(પ્રોવિઝનલ)માં 15065 કરોડ એમ કુલ રૂ. 29123 કરોડની રકમ ચૂકવાઇ છે. રાજ્યના ખેડૂતોને […]

વીજળીની સરેરાશ ઉપલબ્ધતા ગ્રામીણ વિસ્તારોમાં વધીને 20.6 કલાક, શહેરી વિસ્તારોમાં 23.8 કલાક થઈ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે છેલ્લાં 9 વર્ષમાં 1,94,394 મેગાવોટની ઉત્પાદન ક્ષમતાનો ઉમેરો કરીને વીજ ક્ષેત્રને વીજળીની ઉણપમાંથી ઊર્જા-પર્યાપ્તમાં પરિવર્તિત કર્યું છે. વીજ ઉત્પાદનની વર્તમાન સ્થાપિત ક્ષમતા આશરે 4,26,132 મેગાવોટ છે. ચાલુ વર્ષ 2023-24માં ઉમેરવામાં આવેલી કુલ ઉત્પાદન ક્ષમતા 9,943 મેગાવોટમાંથી 1,674 મેગાવોટ અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતોમાંથી અને 8,269 બિન-અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતોમાંથી છે. વર્ષ દરમિયાન 7,569 મેગાવોટ […]

ઉત્તરાખંડઃ એક પ્રોજેક્ટમાં વીજ કરંટ લાગતા 15ના મોતની આશંકા, અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે. વીજ કરંટ લાગવાથી 15 લોકોના મોત થયાનું જાણવા મળે છે. આ ઉપરાંત અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. ચમોલીમાં અલકનંદા નદીના કિનારે નમામી ગંગે પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો ત્યાં એક ટ્રાન્સફોર્મર ફાટવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક પણ વધી શકે […]

દિલ્હીવાસીઓને લાગ્યો ઝટકો,વીજળી 10 ટકા મોંઘી થઈ

દિલ્હીમાં વીજળીના દરમાં વધારો PPAC દ્વારા ઈલેક્ટ્રિસિટી ડ્યૂટી વધારાઈ લોકો આ વધારાથી ચોંકી ઉઠયા  દિલ્હી : રાજધાની દિલ્હીમાં વીજળીના દરમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં PPAC (પાવર પરચેઝ એગ્રીમેન્ટ કોસ્ટ) દ્વારા ઈલેક્ટ્રિસિટી ડ્યૂટી વધારવામાં આવી છે. દક્ષિણ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, દિલ્હીના ટ્રાન્સ-યમુના વિસ્તાર, જૂની દિલ્હી અને નવી દિલ્હીમાં રહેતા લોકો આ વધારાથી ચોંકી ગયા છે. […]

દેશમાં સરકારે એક વર્ષમાં 249 અબજ યુનિટ વીજળી બચાવી

નવી દિલ્હીઃ સરકારે નાણાકીય વર્ષ 2021-22માં 249 અબજ યુનિટ વીજળી બચાવી છે. તેના કારણે બિલમાં 1.60 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. કેન્દ્રીય ઉર્જા, નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી આરકે સિંહે ‘નેશનલ એનર્જી ડેટાઃ સર્વે એન્ડ એનાલિસિસ 2021-22’ રિપોર્ટ જાહેર કર્યો હતો. ઉર્જા મંત્રાલયે કહ્યું કે, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) દ્વારા નીતી આયોગના સહયોગથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code