1. Home
  2. Tag "Electrocution"

અમદાવાદના નારોલમાં વરસાદી પાણીના ભરાયેલા ખાડામાં વીજ કરંટ લાગતા દંપત્તીનું મોત

એક્ટિવા પર જઈ રહેલા દંપત્તીને પાણી ભરેલા ખાડામાંથી પસાર થતાં કરંટ લાગ્યો, વીજ કંપનીના અધિકારીઓએ આવીને વીજકરંટ બંધ કરતાં દંપત્તીને બહાર કાઢ્યા, મ્યુનિની લાપરવાહી સામે સ્થાનિક લોકો આક્રોશ જોવા મળ્યો અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં રોડ પર પડેલા ઊંડા ખાડામાં વરસાદી પાણી ભરાયેલા હતા. તે દરમિયાન રાતના સમયે પાણીના ખાડામાંથી એક્ટિવા સ્કૂટર પર […]

નવસારીના કરાડી ગામે ગણેશજીની મૂર્તિ લઈ જતી વખતે વીજ કરંટ લાગતા 2નાં મોત, 5ને ઈજા

લોખંડના પાઈપથી હાઈટેન્શન લાઈન ઊંચી કરવાનો પ્રયાસ કર્યો, લોખંડનો પાઈપ હાઈટેન્શન વાયર સાથે અડી જતાં કુલ 7 લોકોને કરંટ લાગ્યો હતો, 9 ફૂટથી ઊંચી ગણપતિની મૂર્તિ ન લાવવાનો પ્રતિબંધ છતાં મોટી મૂર્તિઓ જોવા મળી, નવસારીઃ  જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં ગઈકાલે મોડી રાત્રે ગણેશોત્સવના પંડાલમાં ગણેશજીની મૂર્તિ લઈ જતી વખતે લોખંડનો પાઈપ હાઈટેન્શન વાયર સાથે […]

અંબાલી ગામે ઘરના છત પર પતરા સરખા કરવા જતા વીજ કરંટ લાગતા એકનું મોત

મીની વાવાઝોડામાં ઘરના પતરા ઉડી ગયા હતા દંપતી સહિત ચાર લોકો ઘરના પતરા સરખા કરવા છત પર ચડ્યા હતા વીજ કરંટ લાગતા ઘરના મોભીનું મોત, પત્નીને ગંભીર ઈજા વડોદરા:  જિલ્લામાં થોડા દિવસ પહેલા વાવાઝોડાને લીધે ગણા લોકોના કાચા મકાનો પરના પતરાના છાપરા ઊડી ગયા હતા. ત્યારે વાઘોડિયા તાલુકાના અંબાલી ગામમાં પણ વાવાઝોડામાં એક દંપતીના મકાનના […]

ખેડાના આગરવા ગામે વીજળીનો કરંટ લાગતા બે વર્ષની બાળકી સહિત ત્રણનો મોત

કૂવાની વીજ મોટરના ખૂલ્લા વાયરને બાળકીને સ્પર્શ કરતા કરંટ લાગ્યો બાળકીને બચાવવા જતા તેની માતા અને ભાઈને પણ કરંટ લાગ્યો ત્રણેયના મોતથી નાનાએવા ગામમાં શોકનો માહોલ સર્જાયો નડિયાદઃ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા ગામે વીજળીનો કરંટ લાગતા બાળકી સહિત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. કૂવાની મોટરના ખૂલ્લા વાયરને એક બાળકીએ સ્પર્શ કરતા તેને વીજળીનો કરંટ […]

જામનગરના ગાડુકા ગામે વીજળીનો કરંટ લાગતા માતા-પૂત્રના મોત

રસોઈ બનાવતા મહિલાને કરંટ લાગતા પૂત્ર બચાવવા માટે દોડ્યો, બન્નેના વીજ શોકને લીધે મોત નિપજ્યા, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી   જામનગરઃ  તાલુકાના ગાડુકા ગામમા ઈલેક્ટ્રિક સગડી પર રસોઈ બનાવી રહેલા મહિલાને ઈલેક્ટ્રિક શોક લાગતા તેમને બચાવવા ગયેલા તેમના પૂત્રને પણ વીજળીનો શોક લાગ્યો હતો. વીજ શોક લાગવાથી માતા પુત્ર બંનેના […]

મોબાઈલ ફોન અથવા તેના ચાર્જરથી તમને વીજળીનો કરંટ લાગવાનો ભય રહેલો છે!

તેલંગાણામાં એક વ્યક્તિ રાત્રે મોબાઈલ ફોન ચાર્જ કરીને સૂતી વખતે વીજળીનો કરંટ લાગ્યો અને તેનું મોત થયું હતું. આવી ઘટનાને અટકાવવા માટે હંમેશા ફોનને ચાર્જ કરીને ઊંઘવાનું ટાળવું જોઈએ. તાજેતરનો મામલો તેલંગાણાનો છે જ્યાં એક વ્યક્તિનું ફોન ચાર્જિંગ સાથે સૂઈ જતાં મૃત્યુ થયું હતું. તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં એક 23 વર્ષીય વ્યક્તિ ઊંઘતી વખતે મોબાઈલ ફોન […]

કાલાવાડના હંસથલ ગામે ખેતરની વાડમાં લગાવેલા વીજ વાયરનો કરંટ લાગતા સિંહણનું મોત

જામનગરઃ ગીરના જંગલ ઉપરાંત રેવન્યું વિસ્તારોમાં પણ સિંહનો વસવાટ વધતો જાય છે. હવે તો સિંહ શિકારની શોધમાં જામનગર જિલ્લામાં આટાંફેરા મારી રહ્યા છે. જિલ્લાના ઘણા વિસ્તારોમાં ખેડુતો પાકને ભૂંડ અને અન્ય પશુઓથી બચાવવા માટે વાડી-ખેતરના શેઢે બનાવેલી વાડમાં વીજળીનો કરંટ મુકતા હોય છે. ત્યારે જિલ્લાના કાલાવડના હંસથલ ગામની સીમમાં ખેડુતે પોતાના ખેતરમાં લગાવેલી વાડમાં વીજ […]

ગોંડલ તાલુકાના મોટા ઉમવાડા ગામે વીજતાર તૂટીને પાણીમાં પડતા પાંચ પશુના કરંટ લાગતા મોત

રાજકોટઃ  ગોંડલ તાલુકાના મોટા ઉમવાડા ગામના પાદરમાં વહેતી નદીમાં પશુઓ નહાઈ રહ્યા હતા. તે દરમિયાન એક પોલ પરથી વીજળીનો જીવંત વાયર તૂટીને નદીના પાણીમાં પડતા પાંચ જેટલી ભેંસના વીજળીનો કરંટ લાગતા મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. અને આ બનાવની પીજીવીસીએલના અધિકારીઓને જાણ કરાતા વીજ પુરવઠો બંધ કરાયો હતો. […]

ખંભાતમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન વીજળીના કરંટથી બેના મોત, 3 ગંભીર

આણંદ: ગુજરાતભરમાં ગુરૂવારે ગણેશ વિસર્જન મહોત્સવ તમામ નાના-મોટા શહેરો અને ગામડીઓમાં પણ યોજાયો હતો. ગણેશ વિસર્જન યાત્રાઓ યોજાઈ હતી. જેમાં ખંભાત શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન વીજ કરંટ લાગતા બે  લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે ત્રણ લોકોને ઈજાએ થઈ હતી. ગણેશજીની મૂર્તિને વિસર્જન યાત્રા દરમિયાન મૂર્તિ વીજળીના તારને અડી જતાં પાંચ જણાને કરંટ લાગ્યો […]

પાદરાના ધોબીકૂવા ગામે લોખંડના તાર પર કપડાં સુકવતાં વીજ કરંટ લાગ્યો, માતા-પૂત્રીનાં મોત

વડોદરાઃ પાદરા તાલુકાના ધોબીકૂવા ગામે રહેતા એક ખેડુત પરિવારના મા-દીકરી લોખંડના તાર પર કપડા સુકવતા હતા ત્યારે અચાનક વીજળીનો કરંટ લાગતા બન્ને મા-દીકરીના મોત થતાં નાનકડા એવા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. જ્યારે વાઘોડિયા તાલુકાના જરોદ ગામમાં પણ વીજ કરંટથી  પશુનું મોત થયું હતુ. પોલીસ સૂત્રોમાંથી આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, પાદરા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code