1. Home
  2. Tag "employees"

સુરતની જેમ હવે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના તમામ કર્મચારીઓને માટે યુનિફોર્મ લવાશે

ગાંધીનગરઃ સુરત મ્યુનિ.કોર્પોરેશને તેના કર્મચારીઓ માટે યુનિફોર્મ કોડ જોહેર કર્યો છે. કોર્પોરેટ ઓફિસની જેમ મ્યુનિ.ના કર્મચારીઓએ પણ નિયત ડ્રેસ પહેરીને ફરજ પર આવવાની સુચના આપવામાં આવી છે. આથી  સુરત મ્યુનિ. કોર્પોરેશનની પેટર્ન પર ગાંધીનગર  મ્યુનિ. કોર્પોરેશનમાં પણ કર્મચારીઓ માટે યુનિફોર્મ લવાશે. વર્ગ-3થી લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધીના અધિકારીઓને આગામી સમયે યુનિફોર્મમાં જોવા મળે તો નવાય […]

પાલનપુરમાં બાઈક કે સ્કુટર પર આવતા કર્મચારીઓને હલ્મેટ વિના ઓફિસમાં નો-એન્ટ્રી

પાલનપુરઃ ગુજરાતમાં દ્વીચક્રી મોટરવાહનો માટે એટલે કે બાઈક અને સ્કુટરના ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત હોવા છતાં મોટાભાગના સ્કુટર કે બાઈકચાલકો હેલ્મેટ પહેરતા નથી. કાયદો વાહનચાલકોની સુરક્ષા માટેનો છે. પણ વાહનચાલકોમાં હજુ આ નિયમ પાળવા માટે જાગૃતતા નથી. ત્યારે બનાસકાંઠામાં પોલીસ દ્વારા હેલ્મેટ માટેનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે સૌ પ્રથમ સરકારી કર્મચારીઓ હેલ્મેટના […]

ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ પૂરો થતા મકાન ખાલી કરવા નોટિસ, કેન્ટીનને તાળાં લાગ્યા,

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં તેમના મકાન ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. બીજી તરફ કેન્ટીનનો પણ કોન્ટ્રાક્ટ પૂરો થતો હોવાથી કેન્ટીન પણ બંધ કરી દેવામાં આવી છે. આ બન્ને મામલે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનો વિરોધ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓ તો એવો આક્ષેપ કરી રહ્યા છે. કે, વિદ્યાપીઠમાં હવે ગાંધીવાદી […]

મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને ડિસેમ્બરથી પગાર મળ્યો નથી, CMને રજુઆત

ગાંધીનગરઃ ગુજરાતમાં ગામેગામ શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના ચાલી રહી છે. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ રસોઈ બનાવીને બાળકોને ભોજન આપતા હોય છે. સરકારી શાળામાં અભ્યાસ કરતા ગરીબ બાળકોને પોષણયુક્ત આહાર આપવા માટે આ યોજના આશીર્વાદરૂપી બની છે. જોકે અન્ય સરકારી યોજનાઓની માફક મધ્યાહન ભોજન યોજનામાં પણ લોલમલોલ કામ ચાલી રહ્યું હોય તેમ આ યોજનાનાં કર્મચારીઓને ડિસેમ્બર […]

ગુજરાતના મહેસુલ વિભાગના કર્મચારીઓને હવે 10, 20 અને 30 વર્ષે પગાર વધારો મળશે

ગાંધીનગર: ગુજરાતના મહેસૂલ વિભાગના સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે.  મહેસુલ વિભાગના કર્મચારીઓને હવે 10, 20 અને 30 વર્ષે પગારમાં વધારો મળશે. સરકાર દ્વારા  પરિપત્ર જાહેર કરાયો છે.. અગાઉ મહેસુલ વિભાગના કર્મચારીઓને 12 વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ મળતું હતું. હવે એમાં ફેરફાર કરાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના મહેસુલ વિભાગના કર્મચારીઓને પ્રમોશન અંગેના નિયમોમાં […]

ગુજરાતમાં બોર્ડ-નિગમોના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે સરકારને રજુઆત

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારના કર્મચારીઓએ તકનો લાભ લઈને અનેક પડતર પ્રશ્ને ઉકેલવા સરકારનું નાક દબાવ્યું હતું. તત્કાલિન સમયે કેટલાક કર્મચારી સંગઠનોના કેટલાક પ્રશ્નોનું નિરાકરણ કરી દેવાયું હતું. જ્યારે કેટલાક સંગઠનોને પ્રશ્નો ઉકેલવાનું આશ્વાસન અપાયું હતું. વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપે પ્રચંડ બહુમતી મેળવીને સત્તાના સૂત્રો ફરીવાર સંભાળ્યા છે. ત્યારે હવે બોર્ડ-નિગમોના કર્મચારીઓએ તેમને […]

ગાંધીનગર સચિવાલયમાં ફરજ પર મોડા આવતા કર્મચારીઓને સમયસર આવવા કરાયો આદેશ

ગાંધીનગરઃ  સચિવાલય અને જુના સચિવાલય સહિત સરકારી કચેરીઓમાં કેટલાક કર્મચારીઓ ફરજ પર કાયમ મોડા આવતા હોવાની ફરિયાદો ઊઠી છે. વિભાગના જે તે ઉચ્ચા અધિકારીઓએ પણ તમામ કર્મચારીઓને ફરજ પર સમયસર આવવા સુચના પણ આપી હતી. એટલું નહીં હવે મંત્રીઓ પણ તેમના વિભાગની કચેરીઓની ઓચિંતી મુલાકાતો લઈ રહ્યા છે. ત્યારે ફરીવાર સરકારે તમામ કર્મચારીઓને ફરજ પર […]

ટ્વિટર બાદ હવે મેકડોનાલ્ડના કર્મચારીઓને મોટો ફટકો પડશે

દિલ્હી:સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પછી, હવે ફાસ્ટ ફૂડ જાયન્ટ મેકડોનાલ્ડ્સ કેટલાક કોર્પોરેટ કર્મચારીઓની છટણી કરવાનું વિચારી રહી છે.કંપનીના એક મેમોરેન્ડમને ટાંકીને પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે.કંપની દ્વારા કર્મચારીઓને મોકલવામાં આવેલા મેમોમાં, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ક્રિસ કેમ્પ્સસ્કીએ શુક્રવારે જણાવ્યું હતું કે,અમે સંસ્થાના અમુક ભાગોમાં ભૂમિકાઓ અને કર્મચારીઓના સ્તરનું મૂલ્યાંકન કરીશું અને મુશ્કેલ ચર્ચાઓ અને […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયાને મહિનો વિત્યો છતાં કર્મચારીઓને મહેનતાણું મળ્યુ નથી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપે પ્રચંડ બહુમતી મેળવીને સત્તાના સૂત્રો પણ સંભાળી લીધા છે. તેને એક મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને મહેનતાણાની રકમ મળી નથી. આ અંગે કર્મચારીઓેએ પત્ર લખીને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અને દેશના ચૂંટણી પંચ સુધી ફરિયાદો કરી હતી. જે સંદર્ભે […]

ગુજરાતના કૃષિ વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓ પાંચ મહિનાથી પગારથી વંચિત

ગાંધીનગરઃ રાજ્યના કૃષિ વિભાગમાં ફરજ બજાવતા ફિક્સ પગારી કર્મચારીઓને છેલ્લા પાંચ મહિનાથી પગારથી વંચિત છે.  ઉપરાંત ફિક્સ પગારી જગ્યાઓ ખાલી હોવા છતાં નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. આથી હાલમાં ફરજ બજાવતા કર્મચારીઓના માથે કામગીરીનું ભારણ વધ્યું છે અને કામ કરતા કર્મચારીઓની આર્થિક હાલત કફોડી બની છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી સરકારનું ગઠન થતાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code