1. Home
  2. Tag "Engineering"

એન્જિનિયરિંગના ગુજરાતી ભાષાના કોર્ષને પ્રતિસાદ ન મળ્યો, માત્ર અંગ્રેજીને અપાતું પ્રાધ્યાન્ય

અમદાવાદઃ રાજ્યમાં એન્જિનિરિંગના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષામાં શિક્ષણ મળી રહે તે હેતુથી ગુજરાતીમાં પાઠ્ય-પુસ્તકો તૈયાર કરીને અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા પ્રાયોગિક ધોરણે મહેસાણાની સરકારી ઈજનેરી કોલેજમાં ગુજરાતીમાં અભ્યાસક્રમ માટે પસંદગી કરવામાં આવી હતી. પરંતુ ગુજરાતના વિદ્યાર્થીઓને પોતાની માતૃભાષામાં ઈજનેરીનો અભ્યાસક્રમ ભણવામાં કોઈ રસ હોય એવું લાગતું નથી. કારણ કે ગુજરાતી માધ્યમમાં […]

ટેકનીકલ શિક્ષણ હેઠળના ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમોમાં ભણતા 32,839 વિદ્યાર્થીઓને સહાય ચુકવાઈ

અમદાવાદઃ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ઇજનેરી વિદ્યાર્થીઓને અપાતી સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, આ યોજના ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે રુચિ ધરાવતા રાજ્યના જરૂરિયાતમંદ યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના તારીખ 7 ઓક્ટોબર 2015થી અમલમાં લાવવામાં આવી છે. મંત્રી પ્રફુલ […]

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ ઈજનેરીના ગુજરાતી માધ્યમ માટે પુસ્તકો લોન્ચ કર્યા

અમદાવાદઃ ગુજરાતમાં ઈજનેરીનો અભ્યાસક્રમ પણ ગુજરાતી માધ્યમનો કરીને એક સરકારી કોલેજમાં એનો પ્રાયોગિક ધોરણે અમલ કરવામાં આવ્યો હતો. જો કે ગુજરાતી માધ્યમના અભ્યાસક્રમને યોગ્ય પ્રતિસાદ મળ્યો નહતો.દરમિયાન જીટીયુ દ્વારા યુજીસીની ગાઈડલાઈન મુજબ એન્જિનિયરિંગના જુદા જુદા વિષયોના ગુજરાતી માધ્યના પુસ્તકો તૈયાર કરાયા છે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે હવે ટેકનિકલ અને એન્જિનિયરિંગ અભ્યાસક્રમના પુસ્તકો ગુજરાતી માધ્યમમાં ઉપલબ્ધ […]

ગુજરાતી માધ્યમમાં એન્જિનિયરિંગ કરવામાં વિદ્યાર્થીઓને રસ નથી, 120માંથી બે બેઠકો ભરાઈ

અમદાવાદઃ વિદ્યાર્થી પોતાની માતૃભાષામાં અભ્યાસ કરી શકે તેવા ઉદેશ્યથી ડિગ્રી એન્જિયનરિંગનો અભ્યાસક્રમ ગુજરાતી ભાષામાં ભણાવવાનો નિર્ણય કરીને પ્રાયોગિક ઘોરણે મહેસાણાની એક કોલેજમાં ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને ગુજરાતી માધ્યમમાં ભણવામાં કોઈ રસ નથી. 120 બેઠકોમાંથી માત્ર બે બેઠકો જ ભરાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી […]

GTU દ્વારા મહેસાણાની ઈજનેરી કોલેજમાં 120 બેઠકો પર ગુજરાતી ભાષામાં કોર્ષ શરૂ કરાયો

અમદાવાદઃ એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ અંગ્રેજીમાં હોવાથી ગુજરાતી માધ્યમમાં ભણેલા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય છે. ત્યારે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા મહેસાણાની ઈજનેરી કોલેજમાં 120 બેઠકો પર ગુજરાતી ભાષામાં કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પહેલીવાર એન્જિનિયરિંગ ગુજરાતી ભાષામાં ભણી શકાય એવી સુવિધા કરવામાં આવી છે. ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) દ્વારા ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગનો કોર્સ શરૂ કરવાની જાહેરાત […]

GTUને પણ માતૃ ભાષા પર પ્રેમ જાગ્યો, હવે એન્જિનિયરિંગ કોર્ષ ગુજરાતીમાં પણ ભણાવશે

અમદાવાદ :  ગુજરાતીઓને ગુજરાતી માતૃભાષા પર ગૌરવ હોય તે સહજ બાબત છે. ગુજરાતમાં ઘણી સંસ્થાઓ માતૃભાષા સપ્તાહમાં ઊજવણી કરી રહી છે ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.  હવે વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાની સાથે ગુજરાતીમાં પણ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી શકશે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા એન્જિનિયરિંગનો કોર્ષ હવે ગુજરાતીમાં પણ ભણાવાશે. યુનિ દ્વારા પ્રાદેશિક […]

અમદાવાદના ફાઉન્ડ્રી અને એન્જિનિયરિંગ એકમો કાચા માલના અભાવે 20 દિવસનું વેકેશન રાખશે

અમદાવાદ:  પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો તેમજ કોલસાની અછતને લીધે ઉદ્યોગોના કામકાજ પર અસર પડી રહી છે. કારણ કે, કાચા માલના ભાવમાં ભારે ઉછાળો અને તેની અછતને લીધે અમદાવાદ અને તેની આસપાસના 5,000 ફાઉન્ડ્રી અને એન્જિનિયરિંગ એકમો નવેમ્બરથી શરૂ થતા પખવાડિયા માટે ઉત્પાદન બંધ કરવાની તૈયારી કરી રહ્યા છે. રાજકોટ, જામનગર અને રાજ્યના અન્ય ભાગોમાં ફાઉન્ડ્રી અને […]

ઈજનેરીમાં પ્રવેશ માટે ધો. 12ના મુખ્ય વિષયો અને ગુજસેટના 50 ટકાના આધારે મેરીટ તૈયાર કરાશે

અમદાવાદઃ ધો. 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દીધા બાદ વિજ્ઞાન પ્રવાહની કોલેજો તેમજ ઈજનેરીની વિવિધ વિદ્યાશાખામાં પ્રવેશ કામગીરીનો પ્રારંભ કરાયો છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી)એ શૈક્ષણિક વર્ષ 2021-2022 માટે ધોરણ 12 પછીના ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સની આશરે 64 હજારથી વધુ બેઠકો પર પ્રથમ વર્ષમાં પ્રવેશ નિયમોમાં ફેરફાર, […]

ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષાના ફોર્મ 23મી જુનથી ઓનલાઈન ભરી શકાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો. 12ના પરિણામ જાહેર થતા પહેલા જ ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જિનિયરિંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A અને B  તથા AB ગ્રુપના વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજકેટ 2021ની પરીક્ષાની માહિતી […]

તબીબી વિદ્યાશાખા જ નહીં, હવે એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટમાં પણ કોરોનાના પાઠ ભણાવાશે

અમદાવાદઃ કોરોનાનો કાળ એટલો કપરો રહ્યો કે, તેને લોકો વર્ષો સુધી યાદ રાખશે.છેલ્લા દોઢ વર્ષથી વિશ્ર્વભરમાં હાહાકાર સર્જી રહેલા કોરોના વાયરસની મહામારીના પાઠ તબીબી અભ્યાસક્રમમાં તો સામેલ કરાશે. પરંતુ હવે એન્જિનિયરીંગ તથા મેનેજમેન્ટના શિક્ષણમાં કોરોના સંબંધી શિક્ષણ આપવાની દિશામાં પહેલ શરુ થઈ છે. વડોદરા સ્થિત જીએસએફસી યુનિવર્સિટી દ્વારા કોરોના પછીના કાળમાં આરોગ્ય અને સ્વચ્છતા નામક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code