1. Home
  2. Tag "Entered"

કુઆલાલંપુરમાં મલેશિયા ઓપનના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં એચએસ પ્રનોય અને માલવિકા બંસોડ પ્રવેશ્યા

નવી દિલ્હીઃ એચએસ પ્રનોય અને માલવિકા બંસોડ કુઆલાલંપુરમાં મલેશિયા ઓપનના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા છે. પુરુષ સિંગલ્સમાં, પ્રણોયે ગઈકાલે કેનેડાના બ્રાયન યાંગને 21-12, 17-21, 21-15થી હાર આપી.. તેનો આગામી મુકાબલો થશે. મહિલા સિંગલ્સમાં, માલવિકાએ મનપસંદ ગોહ જિન વેઈને 21-15, 21-16થીહર આપી. માલવિકા આજે સવારે 10:30 વાગ્યે ચીનના હાન યુનો સાથે મુકાબલો કરશે. મિક્સ ડબલ્સમાં, ભારતના ધ્રુવ […]

લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે. શનિવારે તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અડવાણીની સારવાર ન્યુરોલોજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. વિનીત સૂરીની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. લાલકૃષ્ણ અડવાણી 97 વર્ષના છે. છેલ્લા 4-5 મહિનામાં લગભગ ચોથી વખત તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમને […]

મહિલા એશિયા કપમાં ભારતીય ટીમનો દબદબો, નેપાળને 82 રને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

નવી દિલ્હીઃ મહિલા એશિયા કપ 2024ની 10મી મેચ ભારત અને નેપાળ વચ્ચે રમાઈ હતી. ભારતે આ મેચ 82 રને જીતી લીધી છે. 179 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી નેપાળની ટીમ નિર્ધારિત ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 96 રન જ નોંધાવી શકી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો આ સતત ત્રીજો વિજય છે. આ જીત સાથે ભારતીય ટીમે […]

તીરંદાજી: ભારતીય કમ્પાઉન્ડ મિશ્રિત ટીમ દક્ષિણ કોરિયાના યેચેઓન ખાતે વર્લ્ડ કપ સ્ટેજ-2ની ફાઇનલમાં પ્રવેશી

નવી દિલ્હીઃ ભારતની જ્યોતિ સુરેખા વેન્નમ અને પ્રિયાંશએ આજે દક્ષિણ કોરિયાના યેચેન ખાતે તીરંદાજી વર્લ્ડ કપ સ્ટેજ 2માં કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ટીમે યજમાન દેશની જોડી હાન સ્યુંગ્યોન અને યાંગ જેવોનને ચુસ્ત સેમીફાઈનલમાં હરાવ્યું. આ સાથે, જ્યોતિ, પરનીત કૌર અને અદિતિ સ્વામીની કમ્પાઉન્ડ મહિલા ટીમ ફાઇનલમાં પ્રવેશ્યા બાદ ભારતે ટુર્નામેન્ટમાં તેનો બીજો […]

ઈસરોનું પ્રથમ સૂર્ય મિશન-આદિત્ય એલ1 લેગ્રેન્જ પોઈન્ટમાં પ્રવેશ્યું

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ઈતિહાસ રચ્યો છે. ઈસરોનું પ્રથમ સૂર્ય મિશન-આદિત્ય L1 શનિવારે લેગ્રેન્જ પોઈન્ટમાં પ્રવેશ્યું છે. સપ્ટેમ્બર 2023 માં શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશથી લોન્ચ કરાયેલ આદિત્ય L1, આજે તેની છેલ્લી અને ખૂબ જ જટિલ પ્રક્રિયામાંથી પસાર થયું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “ભારતે વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. […]

પંજાબઃ ભારતીય જવાન સરહદ ભૂલથી પાર કરીને પાકિસ્તાનની સરહદમાં પ્રવેશ્યો હતો

નવી દિલ્હીઃ ભારત અને પડોશી દેશ પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં સંબંધ વધારે લથડ્યાં છે. દરમિયાન કેટલીકવાર સામાન્ય નાગરિક બોર્ડર ક્રોસ કરીને પડોશીદેશની સરહદમાં પ્રવેશે છે, જો કે, બંને દેશના જવાનો વચ્ચે મીટીંગ બાદ જે તે નાગરિકને પરત કરવામાં આવે છે. દરમિયાન પંજાબમાં સરહદ ઉપર ફરજ બજાવતા ભારતીય જવાનો પેટ્રોલીંગમાં હતા ત્યારે એક જવાન ભૂલથી […]

ચેસ ઓલિમ્પિયાડ ટોર્ચ રિલે ઉત્તર ભારત બાદ હવે પશ્ચિમ ભારતમાં પ્રવેશી

નવી દિલ્હીઃ પ્રથમવાર ચેસ ઓલિમ્પિયાડ મશાલ રિલે જયપુર પહોંચતાં પશ્ચિમ ભારતમાં પ્રવેશી હતી. અજમેરમાંથી પસાર થયા પછી, મશાલ રિલે અમદાવાદમાં પ્રવેશ કરશે અને પછી કેવડિયા, વડોદરા, સુરત, દાંડી, દમણ, નાગપુર, પુણે, મુંબઈ અને પંજીમ જશે. ત્યારબાદ મશાલ રિલે ભારતના પૂર્વ ભાગમાં પ્રવેશ કરીને ઉત્તર-પૂર્વ ભારતમાં દક્ષિણ ભારતમાં સમાપ્ત થશે. ઉત્તર ભારતના પ્રથમ ચરણમાં મશાલ છેલ્લા […]

ગુજરાતઃ નવા શૈક્ષણિક વર્ષથી વૈદિક ગણિત દાખલ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી શૈક્ષણિક વર્ષથી શાળાઓમાં વૈદિક ગણિત દાખલ કરવાની રાજ્ય સરકારે જાહેર કરી છે. શાળાઓમાં તબક્કાવાર વૈદિક ગણિત દાખલ કરવામાં આવશે. વૈદિક ગણિત વિષય પર વિદ્યાર્થીઓની પકડ મજબૂત થશે અને વિષયને સમજવામાં પણ સરળતા રહેશે. તેમજ વૈદિક ગણિત વિદ્યાર્થીઓને ગણિતમાં રસ કેળવતુ થશે. તેમ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code