1. Home
  2. ગુજરાતી
  3. પંજાબઃ ભારતીય જવાન સરહદ ભૂલથી પાર કરીને પાકિસ્તાનની સરહદમાં પ્રવેશ્યો હતો
પંજાબઃ ભારતીય જવાન સરહદ ભૂલથી પાર કરીને પાકિસ્તાનની સરહદમાં પ્રવેશ્યો હતો

પંજાબઃ ભારતીય જવાન સરહદ ભૂલથી પાર કરીને પાકિસ્તાનની સરહદમાં પ્રવેશ્યો હતો

0
Social Share

નવી દિલ્હીઃ ભારત અને પડોશી દેશ પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં સંબંધ વધારે લથડ્યાં છે. દરમિયાન કેટલીકવાર સામાન્ય નાગરિક બોર્ડર ક્રોસ કરીને પડોશીદેશની સરહદમાં પ્રવેશે છે, જો કે, બંને દેશના જવાનો વચ્ચે મીટીંગ બાદ જે તે નાગરિકને પરત કરવામાં આવે છે. દરમિયાન પંજાબમાં સરહદ ઉપર ફરજ બજાવતા ભારતીય જવાનો પેટ્રોલીંગમાં હતા ત્યારે એક જવાન ભૂલથી પાકિસ્તાનની સરહદમાં પ્રવેશ્યો હતો.

પંજાબની અબોહર બોર્ડર પર બુર્જી ક્રોસિંગના કારણે BSFનો એક જવાન પાકિસ્તાન સીમામાં પહોંચી ગયો હતો. ત્યાર પછી આ જવાન પાકિસ્તાન રેન્જર્સના હાથે ઝડપાયો હતો. સવારના સર્ચ ઓપરેશન દરમિયાન BSF જવાન ઝાકળના કારણે સરહદ પાર કરી ગયો હતો. આ દરમિયાન બીએસએફના 8 જવાન શોધખોળ કરી રહ્યા હતા. BSF અને પાક રેન્જર્સ વચ્ચેની ફ્લેગ મીટિંગમાં જવાનને મુક્ત કરવા પર સહમતિ બની હતી. આ પછી BSF જવાનને પાક રેન્જર્સ દ્વારા મુક્ત કરવામાં આવ્યો હતો.

સવારે સર્ચ ઓપરેશન દરમિયાન જ્યારે બીએસએફના 8 જવાન બહાર નીકળ્યા ત્યારે તેમાંથી એક હવાલદાર ભૂલથી સરહદને પાર કરીને પાકિસ્તાનની સરહદમાં ઘુસી ગયો હતો. જ્યારે જવાન પરત ફર્યા ત્યારે આ જવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ પછી BSF જવાનના પગના નિશાન પાક રેન્જર્સ તરફ જતા જોવા મળ્યા, ત્યારપછી BSFએ પાક રેન્જર્સ સાથે વાત કરી હતી. આ પછી પાક રેન્જર્સે કહ્યું કે, તેઓએ એક જવાનને પકડ્યો છે પરંતુ વરિષ્ઠ અધિકારીઓને તેની જાણ કરવામાં આવી હતી. એટલા માટે ફ્લેગ મીટિંગ બાદ જ તેનો નિર્ણય લેવામાં આવશે. આ જવાન હાલમાં જ અબોહર બોર્ડર પર તૈનાત હતો.

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code