ભારતીય ટીમ કોઈ પણ સ્પોન્સર વગર એશિયા કપ 2025માં પ્રવેશ કરે તેવી શક્યતા
                    નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. ભારતીય ટીમના સ્પોન્સર બનવા માટે મોટી કંપનીઓ વચ્ચે સખત સ્પર્ધા છે. સ્પોન્સર કિંમત દર વખતે જૂના રેકોર્ડ તોડી નાખે છે. પરંતુ, ભારતીય ટીમ કોઈ પણ સ્પોન્સર વગર એશિયા કપ 2025માં પ્રવેશી શકે છે. લગભગ બે વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સર ‘ડ્રીમ ઈલેવન’ હતી. […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

