1. Home
  2. Tag "epidemic"

સુરતમાં વરસાદી વાતાવરણને લીધે રોગચાળો, ઝાડા-ઊલટી, તાવથી 12 દિવસમાં 10ના મોત

દર્દીઓથી સિવિલ-સ્મિમેર હોસ્પિટલ ઊભરાઈ, ઓપીડીમાં પ્રતિદિન 10થી 12 ટકા વધુ નોંધાતા કેસ, વરસાદી વાતાવરણને લીધે મચ્છરજન્ય રોગચાળો વકર્યો સુરતઃ શહેરમાં છેલ્લા 20 દિવસથી વરસાદી વાતાવરણને લીધે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. મલેરિયા, ડેન્ગ્યૂ, ઊલટી-ઝાડા, શરદી-ખાંસી, તાવ સહિત રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. શહેરની નવી સિવિલ હોસ્પિટલમાંથી ઓપીડીમાં દરરોજ 10થી 12 ટકા વધુ કેસ આવી […]

ગાંધીનગરના ચંદ્રાલા ગામમાં 25થી વધુ ગ્રામજનો રોગચાળામાં સપડાયા

ગામના 25થી વધુ લોકોને શંકાસ્પદ કમળા અસર, 6 લોકોને હોસ્પિટલમાં ખસેડાયા, આરોગ્ય વિભાગ દ્વારા ઘેર ઘેર સર્વેની કામગીરીનો પ્રારંભ ગાંધીનગરઃ જિલ્લાના ચંદ્રાલા ગામમાં પાણીજન્ય રોગચાળો ફાટી નિકળતા આરોગ્ય વિભાગ દોડી ગયું છે. દૂષિત પાણીના કારણે 25 થી વધુ દર્દીઓ શંકાસ્પદ કમળાના રોગચાળામાં સપડાયા છે. જે પૈકી છ દર્દીઓની તબિયત વધુ લથડતા તેમને ચન્દ્રાલા નજીકના આરોગ્ય […]

કચ્છના અબડાસા અને લખપત તાલુકામાં ભેદી રોગચાળો, 6 દિવસમાં 15ના મોત

શરદી-ઉધરસ અને ન્યુમોનિયા બાદ મલ્ટિ ઓર્ગન ફેઈલ્યોરથી મોત, આરોગ્ય વિભાગે 25 ટીમો ઉતારી, આરોગ્ય મંત્રી કચ્છ દોડી આવ્યા ભૂજઃ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી ભેદી રોગચાળો ફાટી નિકળ્યો છે. અને 6 દિવસમાં 15 લોકોના શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘેર સર્વે કરીને બિમારીનો ભોગ બનેલા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી […]

બનાસકાંઠાના થરાદ સહિત તાલુકાઓમાં એરંડાના પાકમાં રોગચાળાથી ખેડુતો બન્યા ચિંતિત

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સહિત તાલુકાઓમાં એરંડાના પાકમાં રોગચાળો જોવા મળતા ખેડુતો ચિંતિત બન્યા છે. એરંડાના પાકમાં કાતરા ઈયળોના ઉપદ્રવને લીધે ઊભોને ઊભો પાકનો નાશ થઈ રહ્યો છે. દરમિયાન જિલ્લાના કૃષિ વિભાગે ખેડુતોને અપિલ કરી છે. કે, ખેડુતોએ એરંડાના પાકને કાતરા ઈયળોથી બચાવવા માટે ગ્રામસેવક કે ખેતીવાડી વિભાગની સલાહ મુજબ દવાનો છંટકાવ કરવો જોઈએ. […]

અમદાવાદમાં બેઋતુને કારણે રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી, કોલેરા, ટાઈફોડ સહિતના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં હાલ રાત્રે ઠંડી અને બપોરે ગરમી એમ બે ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, જેના કારણે રોગચાળો વકર્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ખાસ કરીને ઝાડા ઊલટી, ટાઈફોઈડ અને કમળાના કેસોમાં વધારો થયો છે. શહેરના દાણીલીમડા, અમરાઈવાડી અને રામોલ – હાથીજણ વિસ્તારમાં કોલેરા ફરી વકર્યો છે. ગત વર્ષના ઝાડા […]

ઉત્તર ગુજરાતમાં સતત ભેજવાળા વાતાવરણને લીધે એરંડાના પાકમાં રોગચાળાથી ખેડુતો ચિંતિત

પાટણ:  ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સતત ભેજવાળા વાતાવરણને લીધે એરંડાના પાકમાં રોગચોળો જોવા મળી રહ્યો છે. એરંડાના પાનમાં પીળી ઇયાળોનો રોગચાળો આવતા પાન કોરી ખાતા ખેડૂતો ચિંચિત બન્યા છે. રોગચાળાથી પાકને બચાવવા માટે મોંઘી દાવાનો છંટકાવ કરવાની ફરજ પડી રહી છે. છતા પાન ઇયાળોનો કોઈ નિકાલ ન થતો નથી. ઉત્તર ગુજરાતમાં […]

અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણને લીધે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો

અમદાવાદઃ શહેરમાં કેટલાક દિવસથી વરસાદી વાતાવરણને લીધે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. વાયરલ ફીવરના વાવરથી ખાનગી અને સરકારી દવાખાનાઓમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. જેમાં સૌથી વધુ બાળકો અને વૃદ્ધ દર્દીઓ વધારે જોવા મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલનો 70 ટકા સ્ટાફ પણ ચાલુ સિઝનમાં વાયરલ ઈન્ફેક્શનનો શિકાર થઈ ચૂક્યો છે. સિવિલ હોસ્પિટલના […]

ભૂજ વિસ્તારમાં પશુઓમાં રોગચાળો, ધાણેટીની સીમમાં 70 ઘેટાં-બકરાં મોતને ભેટ્યાં

ભુજઃ કચ્છમાં ભૂજ તાલુકાના ધાનેટી ગામે ઘેટા-બકરામાં ભેદી રોગચાળો જોવા મળતા પશુપાલકો ચિંતામાં મુકાયા છે.  દુધઈ ધોરીમાર્ગ પર આવેલા આહિરપટ્ટીના ધાણેટી ગામની સીમમાં હાલ 70થી 80 જેટલા ઘેટાં બકરાના ભેદી સંક્રમણ ફેલાઈ જવાના કારણે મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે 30થી 40 જેટલા ઘેટાં હજુ પણ સંક્રમિત હોવાથી ગંભીર હાલતમાં જોવા મળી રહ્યા છે. અંદાજિત 15 દિવસથી […]

અમદાવાદના પૂર્વ અને કોટ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો, ઝાડા-ઊલટીના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચી જતાં શહેરીજનો અસહ્ય ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. વધતી ગરમીની સાથે શહેરના પૂર્વ વિસ્તારોમાં તેમજ કોટ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાના કેસો નોંધાઈ રહ્યા છે. ગરમીમાં લૂ લાગવાના, ચક્કર આવવાના તેમજ ઝાડા-ઊલટીના કેસોમાં વધારો થયો છે. એપ્રિલ મહિના દરમિયાન ઝાડા ઉલ્ટીના કેસોમાં વધ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારમાંથી પાણીના સેમ્પલો લેવામાં […]

અમદાવાદના કોટ અને પૂર્વના વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો, પાણીના 205 સેમ્પલ અનફિટ

અમદાવાદઃ  ઉનાળાના આકરા તાપમાનમાં શહેરીજનો સેકાય રહ્યા છે.શહેર અસહ્ય ગરમી અને દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. એપ્રિલ મહિનાના 23 દિવસમાં ઝાડા ઊલટીના કેસોમાં ઉછાળો નોંધાયો છે. શહેરમાં એક કોલેરાનો કેસ નોંધાયો છે. જ્યારે શહેરના પૂર્વ વિસ્તાર અને કોટ વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાના વધુ કેસ નોંધાયા છે. મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના બહેરામપુરા વિસ્તારમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code