1. Home
  2. Tag "Exam"

ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો અપાયું પણ 19 દિવસે સરકાર પ્રવેશ પોલીસી નક્કી નથી કરી શકી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને લીધે આ વર્ષે ધોરણ 1થી 11ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યુ છે. જેમાં ધો. 10ના બોર્ડના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન અપાયુ છે. હવે સરકારે ધોરણ 10 પછી આગળના ધોરણમાં પ્રવેશ આપવા અને પરિણામ તૈયાર કરવા માટે તજજ્ઞોની કમિટીની રચના કરી હતી. આ કમિટીની માસ પ્રમોશનની જાહેરાતથી લઈને આજ સુધીમાં માત્ર એક […]

GPSC વર્ગ 1-2 ની પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર, પરીક્ષાની નવી તારીખોની જાહેરાત

અમદાવાદઃ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. મુખ્ય પરીક્ષાઓ 19, 21 અને 23 જુલાઈએ લેવામાં આવશે. તો નાયબ કલેક્ટર, DYSP, નાયબ, રજિસ્ટાર સહિતની વર્ગ 1 ની જગ્યાઓ માટે મુખ્ય પરીક્ષાઓ લેવાશે. વર્ગ 2 માં સેક્શન અધિકારી, મદદનીશ રજિસ્ટ્રાર, રાજ્ય વેરા અધિકારી સહિતની પરીક્ષાઓ યોજાશે. સાથે જ ક્લાસ- 1 અને 2 […]

ગુજરાતમાં ધો-12ની પરીક્ષા પૂર્વે પરીક્ષાર્થીઓને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવાની માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ સતત ઘટતા તંત્રએ હવે રાહતનો શ્વાસ લીધો છે. દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા ધો-12ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું તા. 1 જુલાઈના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ પરીક્ષા દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. બીજી તરફ શાલા સંચાલકો દ્વારા ધો-12 પરીક્ષાર્થીઓને પરીક્ષા પહેલા કોરોનાની રસીનો પહેલો ડોઝ આપવાની માંગણી […]

GTU દ્વારા UGની તા.20 અને 21 મે એ લેવાનારી પરીક્ષા હવે 24 થી 27 મે દરમિયાન લેવાશે

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા યુજીની પરીક્ષા  વાવાઝોડાને લીધે તા.20 અને 21 મે એ લેવાનારી પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. હવે  આ પરીક્ષા આગામી તા.24 થી 27 મે દરમિયાન લેવામાં આવશે. રાજ્યમાં વાવાઝોડાને કારણે અનેક શહેરમાં અને ગામડાઓમાં અસર થઈ છે જેને કારણે વીજ કનેક્શન ખોરવાયું તે જોતા GTU દ્વારા બે દિવસ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો […]

CBSEનું ધોરણ 10નું પરિણામ પણ જૂન બાદ જ જાહેર થવાની શક્યતા

કોરોનાની બીજી લહેર વચ્ચે CBSE દ્વારા ધો.10ની પરીક્ષાઓ રદ્દ કરાઇ હતી આ વખતે મેરિટ બેઝ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે સેન્ટ્રલ બોર્ડ દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓના માર્કસ મોકલવાની મુદ્દતમાં વધારો કરાયો નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર વચ્ચે CBSE દ્વારા આ વર્ષે ધોરણ 10ની બોર્ડ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે અને હવે મેરિટ બેઝ માસ પ્રમોશન આપવામાં આવનાર […]

12માં ધોરણની પરીક્ષા ક્યારે લેવાશે, જાણો મુખ્યપ્રધાને શું કહ્યું

ગાંધીનગર: ધોરણ 10માં માસ પ્રમોશન અપાયા બાદ ધોરણ 12ની પરીક્ષા ક્યારે લેવી તે અંગે સરકારના નિર્ણયની આતુરતાથી રાહ જોવાતી હતી, ત્યારે આજે મુખ્યપ્રધાન વિજય રુપાણીએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં બારમા ધોરણની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા જ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે તાજેતરમાં જ ધોરણ દસમાં પરીક્ષા […]

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા અંગે 15મી મેએ નિર્ણય લેવાશેઃ એ ગૃપ કરતા બી ગૃપના વિદ્યાર્થીઓ વધુ

અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. ગત વર્ષે ધો. 12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષામાં 1.43 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે આ વર્ષે 1.41 લાખ વિદ્યાર્થીઓ જ નોંધાયા છે. કોરોનાને લીધે આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા મોકુફ રાખ્યા બાદ આગામી તા. 15મી મેના રોજ મળનારી બોઠકમાં પરીક્ષા […]

GTU : કોરોનાની પરિસ્થિતિમાં તમામ પ્રકારની આવશ્યક તકેદારી સાથે પરીક્ષાનું આયોજન

અમદાવાદઃ કોરોનાને લીધે હવે યુનિવર્સિટીની પરીક્ષાઓ ઓનલાઈન લેવાશે. જેમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)ની ડિપ્લોમા,ડિગ્રી ઈજનેરી પ્રથમ અને બીજા સેમેસ્ટરની ઓનલાઈન રેગ્યુલર અને રેમેડિયલ પરીક્ષાનો ચોથી મેથી પ્રારંભ થશે. આશરે 57,000 વિદ્યાર્થી આ પરીક્ષા આપશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ,સુરત સહિતના રાજ્યના વિવિધ શહેરોના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે. કોરોનાની પરિસ્થિતિમાં તમામ પ્રકારની આવશ્યક તકેદારી સાથે પરીક્ષાનું આયોજન કરવામાં […]

ગુજરાતમાં GTU વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેશે, 4મેથી થશે પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓના શિક્ષણને વ્યાપક અસર પડી છે. ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓના માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમજ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા અંગે આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય લેવાશે. હાલની આ મહામારીને કેટલીક શૈક્ષણિક સંસ્થાઓએ ઓનલાઈન પરીક્ષા લેવાનો વિકલ્પ પસંદ કર્યો છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેશે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code