1. Home
  2. Tag "exposed"

બરેલીઃ નકલી દસ્તાવેજના આધારે 9 વર્ષથી શિક્ષિકા તરીકે નોકરી કરતી પાકિસ્તાની મહિલાનો પર્દાફાશ

લખનૌઃ બરેલીમાં બોગસ દસ્તાવેજના આધારે પાકિસ્તાની મહિલા શિક્ષિકા તરીકે નોકરી કરતી હોવાનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. મહિલા શિક્ષિકાએ બોગસ દસ્તાવેજના આધારે શિક્ષિકા તરીકે નોકરી હાંસલ કરી હતી. વર્ષ 2015થી શિક્ષિકા તરીકે નોકરી કરતી પાકિસ્તાની મહિલાના સ્થાનિક દસ્તાવેજ બોગસ હોવાનું ખૂલતા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. નવ વર્ષથી પાકિસ્તાની મહિલા બોગસ દસ્તાવેજના […]

EDએ 10 હજાર કરોડ રૂપિયાના વિદેશી પેમેન્ટ કૌભાંડનો પર્દાફાશ કર્યો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગેરકાયદેસર વિદેશી ચૂકવણીના કેસોમાં પહેલેથી જ ચાલી રહેલી તપાસ દરમિયાન 98 ડમી ભાગીદારી કંપનીઓ અને 12 ખાનગી લિમિટેડ કંપનીઓના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. EDને જાણવા મળ્યું કે આ નેટવર્ક દ્વારા આરોપીઓએ ફ્રેટ પેમેન્ટના નામે હોંગકોંગ, સિંગાપોર અને થાઈલેન્ડની કંપનીઓને રૂ. 10,000 કરોડ મોકલ્યા હતા. ED અનુસાર, આ લોકોએ છેતરપિંડી માટે 269 […]

મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલે ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ

મુંબઈઃ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી નાર્કોટિક્સ સેલે 12 થી 18 ડિસેમ્બર દરમિયાન સમગ્ર શહેરમાં અનેક મોટા ઓપરેશનો હાથ ધર્યા હતા. જે દરમિયાન 11 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને 4.01 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી મુંબઈ પોલીસ દ્વારા ડ્રગ સ્મગલિંગ નેટવર્કને તોડી પાડવા માટે ચાલી રહેલા અભિયાનનો એક ભાગ છે. આંતરરાષ્ટ્રીય […]

કોંગ્રેસનો કાળો ઈતિહાસ સંસદમાં ઉજાગર થયો, તેથી નાટકમાં વ્યસ્તઃ PM મોદી

નવી દિલ્હીઃ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વિપક્ષના પ્રહારો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વળતો પ્રહાર કર્યો છે. પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ આંબેડકરનું અપમાન છુપાવી શકે નહીં. બાબાસાહેબ માટે અમારું આદર સર્વોપરી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, કોંગ્રેસ અને તેનું બેકાર થઈ ચુકેલુ તંત્ર […]

રિયાસી જિલ્લામાં એક આતંકવાદીઓના છુપા ઠેકાણાનો પર્દાફાશ થયો

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં, સુરક્ષા દળોએ, એક સંયુક્ત ઓપરેશનમાં, રિયાસી જિલ્લામાં એક આતંકવાદીઓના છુપા ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે, સુરક્ષા દળો દ્વારા રિયાસી જિલ્લાના મહોર તાલુકાના લાપરી વિસ્તારમાં એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, આ દરમિયાન આતંકવાદીઓના છુપાવાના સ્થળની શોધી લેવામાં આવ્યું હતું. આ સ્થળ પરથી સુરક્ષા દળોએ મોટી માત્રામા […]

બિઝનેસમેન સિરાજ મોહમ્મદની 100 કરોડની મની લોન્ડરિંગનો પર્દાફાશ

મહારાષ્ટ્રના માલેગાંવમાં થયેલા બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં આવકવેરા વિભાગે તેની તપાસ શરૂ કરી છે. આ કેસમાં બિઝનેસમેન સિરાજ મોહમ્મદનું નામ સામે આવ્યું છે જેણે 100 કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન માટે એકથી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. પોલીસ અને ઈડીની તપાસ બાદ હવે ઈન્કમટેક્સ વિભાગ પણ આ મામલાના તળિયે જવા માટે સક્રિય થઈ […]

ઉંમરગામ ખાતે સિન્થેટિક સાયકોટ્રોપિક પદાર્થોના ઉત્પાદન સાથે સંકળાયેલા ફેક્ટરી સેટઅપનો પર્દાફાશ

ગાંધીનગરઃ DRI દ્વારા પ્રાપ્ત ચોક્કસ બાતમીના આધારે, DRI સુરત અને વાપીની ટીમોએ મંગળવારે, 08.10.2024ના રોજ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985 હેઠળ ગુજરાતના GIDC ઉંમરગામ અને દેહરી, વલસાડ જિલ્લાના વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મેફેડ્રોનના ગેરકાયદે ઉત્પાદન સાથે સંકળાયેલા મેસર્સ સૌરવ ક્રિએશન્સ નામની GIDC ઉંમરગામમાં આવેલી ફેક્ટરી શોધી કાઢવામાં આવી હતી. […]

ઉત્તરભારતમાંથી અલ કાયદાના આતંકી મોડ્યુઅલનો પર્દાફાશ

દિલ્હી, ઝારખંડ અને યુપી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં થયો પર્દાફાશ ભારતમાં આતંકી ઘટનાને અંજામ આપવાનું રચાયું હતું કાવતરુ આતંકવાદીઓને હથિયારોની તાલીમ અપાયાનું તપાસમાં ખુલ્યું નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આતંકવાદી સંગઠન અલ કાયદાથી પ્રેરિત આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધરી […]

ઉજ્જૈનમાં ICC T20 વિશ્વકપની ક્રિકેટ મેચ ઉપર રમાતા સટ્ટા રેકેટનો પર્દાફાશ

ભોપાલઃ મધ્યપ્રદેશના ઉજ્જૈન પોલીસે શહેરના બે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરીને કરોડોના સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કેટલાક સ્થળો પર દરોડા પાડ્યા હતા જે સવાર સુધી ચાલુ રહ્યા હતા. પોલીસે આ કાર્યવાહીમાં કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એસપી પ્રદીપ શર્માની આગેવાનીમાં બે પોલીસ ટીમે આ કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન એટલી રોકડ […]

દ્વારકાઃ 45 જીવીત વ્યક્તિઓના ડેથ સર્ટીફિકેટ રજૂ કરીને ડેથ ક્લેમ પાસ કરાવાના રેકેટનો પર્દાફાશ

અમદાવાદઃ દેવભૂમિદ્વારકામાં જીવીત વ્યક્તિઓને મૃતક દર્શાવીને વીમા કંપનીમાંથી રૂ. એક કરોડથી વધારે રકમનો ડેથ ક્લેમ મેળવવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. સમગ્ર ઘટનામાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કવાયત આરંભી છે. આરોપીઓએ એક-બે નહીં પરંતુ 45 જેટલી વ્યક્તિઓના મૃત્યુના ખોટા દસ્તાવેજ રજુ કર્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code