Homeગુજરાતીઉત્તરભારતમાંથી અલ કાયદાના આતંકી મોડ્યુઅલનો પર્દાફાશ

ઉત્તરભારતમાંથી અલ કાયદાના આતંકી મોડ્યુઅલનો પર્દાફાશ

  • દિલ્હી, ઝારખંડ અને યુપી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં થયો પર્દાફાશ
  • ભારતમાં આતંકી ઘટનાને અંજામ આપવાનું રચાયું હતું કાવતરુ
  • આતંકવાદીઓને હથિયારોની તાલીમ અપાયાનું તપાસમાં ખુલ્યું

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આતંકવાદી સંગઠન અલ કાયદાથી પ્રેરિત આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી મુજબ, આ મોડ્યુલનું નેતૃત્વ રાંચીના રહેવાસી ડો. ઈશ્તિયાક કરી રહ્યો હતો. તેઓ ભારતમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો હતો.

મળતી માહિતી મુજબ મોડ્યુલના સભ્યોને અલગ-અલગ જગ્યાએ હથિયારોના ઉપયોગની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. રાજસ્થાનના ભિવડીમાંથી હથિયારોની તાલીમ લઈ રહેલા છ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત ઝારખંડ અને યુપીના કુલ આઠ શકમંદોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. હાલમાં, વિવિધ સ્થળોએ તપાસ ચાલી રહી છે, આ પ્રકરણમાં અન્ય આરોપીઓની ધરપકડ થવાની શક્યતા છે. ઘણી જગ્યાએથી હથિયારો, દારૂગોળો, સાહિત્ય વગેરે મળી આવ્યા છે.

#AlQaeda #TerrorModule #NorthIndia #CounterTerrorism #SecurityAlert #IndiaSecurity

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img