1. Home
  2. Tag "fierce fire"

સુરતના માંગરોળ નજીક યાર્નના ગોદામમાં લાગી ભીષણ આગ

ફાયર બ્રિગેડની 5 કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી આગમાં યાર્નનો જથ્થો બળીને ખાક કોઈ જાનહાની ન થતાં તંત્રએ રાહત અનુભવી સુરતઃ જિલ્લાના માંગરોળમાં મોટા બોરસરા ગામના પાટિયા પાસે મોડીરાત્રે એક યાર્ન ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતાં જ પાંચ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ફાયર વિભાગની ટીમોએ પાંચ કલાક સુધી […]

અમેરિકામાં લોસ એન્જેલસના જંગલોમાં ભિષણ આગ લાગી, પાંચના મોતની આશંકા

અમેરિકાના લોજ એન્જલસના જંગલોમાં આગ લાગી છે. અને આગને કારણે 5 લોકોના મૃત્યુ થયા છે. આગ હવે ઝડપથી શહેર તરફ પ્રસરી છે તેમજ હવાને કારણે આગ ઓલવવાનું કામ કપરું બન્યું છે અને દોઢ લાખ ઘરની વીજળી જતી રહી છે. તેમજ હજારો ઇમારતોને પણ અસર થઈ છે. રાષ્ટ્રપતિ જો બાઇડને લોસ એન્જલસની આગમાં આગની ઘટનામાં શકય […]

રાજકોટમાં ગોપાલ નમકીનની ફેકટરીમાં લાગી ભીષણ આગ, મેજર કોલ જોહેર કરાયો

મટોડા જીઆઈડીસીમાં આવેલી ફેકટરીમાં આગ ભભૂકી ઊઠી, બુધવારે ફેટકટીમાં રજા હોવાથી જાનહાની ટળી, સતત બે કલાકથી ચલાવાતો પાણીનો મારો રાજકોટઃ શહેરના મટોડા જીઆઈડીસીમાં આવેલી જાણીતી ગોપાલ નમકીન ફેકટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડના જવાનો દોડી ગયા હતા. ફાયરના જવાનો દ્વારા  સતત પાણીનો મારો કરવા છતાંયે આગ કાબુમાં ન આવતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો […]

અમદાવાદમાં બોપલમાં બહુમાળી ઈમારતમાં ભીષણ આગ, વૃદ્ધાનું મોત

અમદાવાદઃ ગુજરાતના છેલ્લા કેટલાક દિવસથી આગની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન બોપલ વિસ્તારમાં આવેલી એક બહુમાળી ઈમારતમાં મોડી રાતે ભીષણ આગ લાગી હતી. આગની આ ઘટનામાં એક મહિલાનું મોત થયાનું જાણવા મળે છે. જ્યારે ફાયરબ્રિગેડ અને 108ની ટીમે બચાવ કામગીરી હાથ ઘરીને અનેક વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બોપલમાં આવેલી એક બહુમાળી […]

સુરતના સિટીલાઈટ વિસ્તારમાં ભીષણ આગ, બે યુવતીના મોત

અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં આગ લાગવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે દરમિયાન દક્ષિણ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં પણ મોડી રાતે ભિષણ આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં બે યુવતીઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આગની આ ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં […]

અમદાવાદમાં કાળુપુરમાં બીએરટીએસ બસમાં લાગી વિકરાળ આગ,

BRTS બસમાં ધમાડો જોતા જ ડ્રાઈવરે આગ લાગ્યાની બુમ પાડી, બસમાંથી પ્રવાસીઓ ત્વરિત ઉતરી જતા થયો બચાવ, ફાયરના કાફલાએ દોડી આવીને આગને કાબુમાં લીધી અમદાવાદઃ શહેરના કાળુપુર વિસ્તારમાં ચોખાબજાર પાસે ગુરૂવારે સવારે BRTS બસમાં એકાએક આગ લાગતા બસ બળીને ખાક થઈ ગઈ હતી. આ બનાવમાં બસમાંથી ધૂમાડો નીકળતા બસના ચાલકે બસને રોડ સાઈડ પર લઈને […]

હૈતીના દરિયાકાંઠે બોટમાં ભીષણ આગ, 40ના મોતની આશંકા

નવી દિલ્હીઃ હૈતીના દરિયાકાંઠે એક બોટમાં આગ લાગતાં મોટી દુર્ઘટના સર્જાઈ. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 40 પ્રવાસીઓના મોત થયા છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) એ સ્થાનિક સત્તાવાળાઓને ટાંકીને જણાવ્યું કે, આ અઠવાડિયાની શરૂઆતમાં હૈતીના દરિયાકાંઠે બોટમાં આગ લાગતા ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે. ઉત્તરી હૈતીના દરિયાકાંઠે એક બોટમાં આગ લાગવાથી ઓછામાં ઓછા […]

અમદાવાદના દાણીલીંમડામાં કાપડના ગોદામમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડે ઉઠાવી જહેમત

અમદાવાદઃ શહેરના દાણીલીમડા વિસ્તારના કાપડના ગોડાઉનમાં ભયાનક આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાની જાણ થતાં જ  ફાયરબ્રિગેડના 15 થી વાહનો સ્થળ પર પહોંચીને આગ બૂઝવવાની કામગીરી કરી હતી. પરંતું  જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરીને આસપાસમાં અન્ય ગોડાઉન પ્રસી હતી. સ્થાનિકો ઉપરાંત પોલીસ અને ફાયરબ્રિગેડનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અને […]

બાંગ્લાદેશમાં બહુમાળી ઈમારતમાં ભીષણ આગ, 43નાં મૃત્યુ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની રાજધાનીમાં ઢાકામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઢાકામાં સાત માળની એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ ફાટી નીકળતા 43 લોકોના મૃત્યુ થયા હતા અને 22 લોકો ઈજાગ્રસ્ત બન્યા. ઘાયલ લોકોને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાંગ્લાદેશના સ્વાસ્થ્ય મંત્રી સામંતલાલ સિંઘએ ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલ જઈ ઇજાગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી હતી. સ્વાસ્થ […]

અમદાવાદના કાળુપુર શાકમાર્કેટમાં ભીષણ આગમાં 26 દુકાનો અને નાના થડા બળીને ખાક

અમદાવાદઃ શહેરના કાળુપુર વિસ્તારમાં આવેલી હોલસેલ શાકમાર્કેટમાં મધરાત બાદ આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી.શાકભાજીની એક દુકાનમાં આગ લાગ્યા બાદ જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આજુબાજુમાં આવેલી દુકાનોને ઝપેટમાં લઈ લીધી હતી. આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરતાં 10 જેટલી ગાડીઓ સાથે અધિકારી તેમજ ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code