FIH હૉકી ટૂર્નામેન્ટની ફાઈનલમાં પિતાના નિધનના બે દિવસ બાદ લાલરેમસિયામી રમી, ભારતને જીતાડયું
ભારતીય મહિલા હોકી ટીમે રવિવારે એફઆઈએચ વુમન્સ સીરિઝ ફાઈનલ્સ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. ફાઈનલ મેચથી બે દિવસ પહેલા ટીમના સદસ્ય લાલરેમસિયામીના પિતા લાલથનસંગા જોટનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમ છતાં પણ તેમણે હિરોશિમામાં ફાઈનલ મેચ રમી. ભારતે યજમાન જાપાનને 3 વિરુદ્ધ 1 ગોલથી ટૂર્નામેન્ટમાં હાર આપીને જીત મેળવી હતી. લાલરેમસિયામી મિઝોરમના કોલાસિબ જિલ્લાના વતની […]