1. Home
  2. Tag "FIRE"

દિલ્હીમાં એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગતા નાસભાગ

રેસ્ટોરન્ટમાં લાગી ભીષણ આગ ભીષણ આગ લાગતા મચી નાસભાગ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી દિલ્હીમાં એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી.જેથી લોકોમાં નાસભાગ મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ,દિલ્હીના પંજાબી બાગના ક્લબ રોડ સ્થિત ટ્રોય નામની રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી.આગને પગલે ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા જ ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ […]

ભરૂચની એક કેમિકલ કંપનીમાં સર્જાઈ દૂર્ઘટનાઃ પાંચ કર્મચારીઓના મૃત્યું

અમદાવાદઃ ગુજરાતના ભરૂચમાં આવેલી એક કેમિકલ કંપનીમાં મોટી દૂર્ઘટના સર્જાઈ હતી. કંપનીમાં બ્લાસ્ટ બાદ અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં પાંચ શ્રમજીવીઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે એક વ્યક્તિ લાપતા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર ભરૂચના દહેજમાં આવેલી એક કેમિકલ કંપનીમાં કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા ત્યારે અચાનક […]

ઉત્તરપ્રદેશઃ શોટ સરકીટથી આગ લાગતા 40 વીઘા જમીનમાં ઘઉંનો પાક બળીને રાખ

લખનૌઃ ઉત્તર પ્રદેશના સિકંદરપુર ગામના બારોઝી અને સિવાનમાં ઈલેક્ટ્રીક વાયરમાં શોર્ટ સર્કિટના કારણે ઉભેલા ઘઉંના પાકમાં આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં આગે જ વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. લગભગ 40 વીઘામાં ઘઉંના પાકમાં આગ લાગતા ખેડૂતો ચિંતામાં મુકાયાં હતા. આજુબાજુના ગ્રામજનો અને ખેડૂતોએ ફાયરની ટીમ સાથે લગભગ બે કલાકની જહેમત બાદ કોઈક રીતે આગને […]

હૈદરાબાદઃ ભંગારના ગોડાઉનમાં આગ લાગતા 11 શ્રમજીવીઓ થયાં ભડથું

બેંગ્લોરઃ હૈદરાબાદના ભાઈગુંડામાં ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી હતી. આગની આ ઘટનામાં 11 શ્રમજીવીઓ ભડથું થઈ ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળેથી 11 શ્રમજીવીઓના મૃતદેહ બહાર કાઢ્યાં હતા. મુશીરાબાદ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આગની ઘટના લગભગ સવારે 4 વાગ્યાની આસપાસ બની હતી. સિંકદરાબાદ રેલવે સ્ટેશન નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં આઈડીએસ કોલોનીમાં ભંગારનું […]

ગોંડલ નજીક મરચા ભરેલો ટ્રક વીજતાર સાથે સ્પર્શતા આગ લાગી, લાખો રૂપિયાના મરચા બળીને ખાક

ગોંડલઃ તાલુકાના ગુંદાસરા ગામે ગત મોડીરાતે મરચા ભરેલા ટ્રક સાથે વીજતાર સ્પર્શતા આગ લાગતા જોતજોતમાં ટ્રક બળીને ખાક થઈ ગયો હતો. વીજળીના વાયર સાથે ટ્રકમાં મરચા ભરેલો ઊભાર સ્પર્શતા જ તણખા ઝરતાં આગ લાગી હતી. અને આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા આખો ટ્રક આગની ઝપેટમાં આવી ગયો હતો. ભીષણ આગથી આસપાસમાં રહેતા લોકોમાં અફરાતફરી […]

ખાંભાના લાપાળા ડુંગરમાં લાગી આગ, વન્ય પ્રાણીઓને બચાવવા વન અધિકારીઓ દોડી આવ્યા

અમરેલી : જિલ્લામાં સિંહોના ટોળા જે વિસ્તારમાં ફરે છે તે ખાંભાના લાપાળા ડુંગરામાં ભયાનક આગ ફાટી નીકળી છે. મોડી રાતથી લાપાળાના ડુંગરાળ વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી, જે હજી સુધી કાબુમાં આવી નથી. આગ લાગતા જ વન વિભાગ એલર્ટ થઈ ગયુ છે. વન્ય પ્રાણીઓને બચાવવા વન વિભાગના અધિકારીઓ દોડી ગયા હતા. સ્થળ મુલાકાત બાદ વન અધિકારીઓએ […]

ભુજમાં તાલુકા પંચાયત કચેરીના રેકર્ડ રૂમમાં આગ લાગતા કોમ્પ્યુટર, સહિત દસ્તાવેજો ભસ્મીભૂત

ભૂજ :  શહેરની તાલુકા પંચાયત કચેરીના રેકર્ડ રૂમમાં એકાએક આગ લાગતાં જરૂરી કાગળો તેમજ કોમ્પ્યુટર, ઝેરોક્ષ મશિન સહિતના ઉપકરણો બળીને ખાક થઈ ગયા હતા. ભુજ ખાતે તાલુકા પંચાયતની કચેરીના રેકર્ડ રૂમમાં મોડી સાંજે આગે દેખા દીધી હતી. ફેબ્રિકેટેડ રૂમ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં માર્ગેથી પસાર થતા લોકો ટોળે વળ્યા હતા. બનાવ અંગે ભુજ […]

મહારાષ્ટ્ર: થાણેમાં આગની ઘટનામાં 4 ગોડાઉન બળીને રાખ, જાનહાની ટળી

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આગ લાગવાની ઘટના બની હતી. આગની આ ઘટનામાં ઓછામાં ઓછા ચાર ગોડાઉન બળીને રાખ થઈ ગયા હતા. જો કે, સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના થાણે જિલ્લાના શિલફાટા વિસ્તારમાં મંગળવારે એક કોમ્પ્લેક્સમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાટ સ્વરૂપ ધારણ […]

કેરલના ગ્રામીણ વિસ્તેતારમાં બે માળના મકાનમાં ભયાનક આગ લાગવાની ઘટના – 5 લોકો જીવતા હોમાયા

કેરલમાં મોડી રાતે આગ લાગવાની ઘટના 5 લોકોના સળગી જવાથી થાય મોત દિલ્હી-  દેશભરમાં રોજેરોજ અનેક ઘટનાો સામે આવે છે, જેમા આગના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા હોય તેવા કિસ્સાઓ રોજે રોજ સાંભળ્વા મળતા હોય છે ત્યારે મોડી રાતે આવી જ એક આગની ઘટના બનવા પામી છે, કેરલ રાજ્યમાં બનેલી આ આગની ઘટનામાં 5 લોકોના […]

અમદાવાદના ખોખરામાં એક દુકાનમાં ભીષણ આગ, મોટી દૂર્ઘટના ટળી

અમદાવાદઃ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા જાણીતા ભજીયા હાઉસમાં આગની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં ખોખરા આઉટલેટમાં લોકપ્રિય ભજીયા હાઉસમાં આગ ફાટી નીકળી હતી. જેમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જો કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code