1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગોંડલ નજીક મરચા ભરેલો ટ્રક વીજતાર સાથે સ્પર્શતા આગ લાગી, લાખો રૂપિયાના મરચા બળીને ખાક
ગોંડલ નજીક મરચા ભરેલો ટ્રક વીજતાર સાથે સ્પર્શતા આગ લાગી, લાખો રૂપિયાના મરચા બળીને ખાક

ગોંડલ નજીક મરચા ભરેલો ટ્રક વીજતાર સાથે સ્પર્શતા આગ લાગી, લાખો રૂપિયાના મરચા બળીને ખાક

0
Social Share

ગોંડલઃ તાલુકાના ગુંદાસરા ગામે ગત મોડીરાતે મરચા ભરેલા ટ્રક સાથે વીજતાર સ્પર્શતા આગ લાગતા જોતજોતમાં ટ્રક બળીને ખાક થઈ ગયો હતો. વીજળીના વાયર સાથે ટ્રકમાં મરચા ભરેલો ઊભાર સ્પર્શતા જ તણખા ઝરતાં આગ લાગી હતી. અને આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા આખો ટ્રક આગની ઝપેટમાં આવી ગયો હતો. ભીષણ આગથી આસપાસમાં રહેતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ટ્રક સાથે તેમાં ભરેલા મરચા પણ આગમાં ખાક થઈ ગયા હતા. આથી લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યાનું સ્થાનિકો લોકો પાસેથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલથી ફાયરબ્રિગેડ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ આગમાં લપેટાયેલા ટ્રક પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે, આગ કાબૂમાં આવે તે પહેલા જ ટ્રક અને મરચા બળીને ખાક થઈ ગયા હતા. ટ્રક ક્યાંથી મરચા ભરીને આવતો અને ક્યાં જતો હતો તે તપાસ બાદ જ જાણવા મળશે. આગની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ટ્રકમાં આગ લાગતા જ ટ્રકચાલકે સમયસુચકતા વાપરી ટ્રકમાંથી બહાર નીકળી ગયો હતો. આથી તેનો બચાવ થતા કોઈ જાનહાનિ પહોંચી નથી. જોકે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગોંડલ પંથકમાં મરચાનો સારોએવો પાક થયો છે.ગાંમડાંઓ મરચા ટ્રકમાં ભરીને ગોંડલ તથા રાજકોટના માર્કેટ યાર્ડમાં લાવવામાં આવી રહ્યા છે. ટ્રકમાં મરચા ઠાંસીઠાંસીને ભરીને ઊભાર કરવામાં આવે છે, થાંભલાં પર વીજ વાયરને સ્પર્શતા જ આગ લાગી હતી. મરચા ભરેલો ટ્રક ગોંડલથી ડીસા જઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code