બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે નડાબેટના રણ વિસ્તારમાં ભરાયા પાણી,
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકામાં સારા વરસાદને કારણે નડાબેટ વિસ્તારના રણમાં પાણી ભરાઈ ગયા છે. શનિવારે ભારે વરસાદ ખાબકતાં થરાદ, ભાભર અને વાવ વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ત્યારે સુઇગામમાં ધોધમાર વરસાદ વરસતાં નડાબેટ બોર્ડર સમુદ્રમાં ફેરવાયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પાણીની એક એક બુંદ માટે વલખા મારતો રણકાંઠો સમુદ્રમાં ફેરવાતા સ્થાનિકોમાં […]