1. Home
  2. Tag "forest department"

માણસ માનવતા નેવે મુકી બન્યો રાક્ષસઃ 38 કપિરાજોને ઝેર આપી મોતને ઘાટ ઉતાર્યાં

બેંગ્લોરઃ એક વ્યક્તિ બીજા વ્યક્તિની હત્યા કરે તેવા બનાવો અવાર-નવાર સામે આવે છે, પરંતુ કેટલાક લોકો મુંગા પશુઓ ઉપર પણ અત્યાચાર ગુજારીને રાક્ષસી કૃત્ય કરતા પણ ડરતા નથી. આવો જ કંઈક બનાવ કર્ણાટકના ચૌદાનહલ્લી ગામમાં બન્યો છે. જ્યાં અસામાજીક તત્વોએ 50થી વધારે ઝેરી પદાર્થ ખવડાવીને કોથળામાં પુરીને માર માર્યો હતો. ત્યાર બાદ નજીકના ગામ પાસે […]

ઉત્તરપ્રદેશના પીલીભીતમાં ત્રણ યુવાન ઉપર બે વાઘે કર્યો હુમલોઃ બે યુવાનોના મોત

લખનૌઃ ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લામાં બાઈક ઉપર પસાર થઈ રહેલા યુવાનો ઉપર અચાનક ઝાડીમાંથી આવેલા વાઘે હુમલો કર્યો હતો. વાઘના હુમલામાં બેના મોત થયાં હતા. જ્યારે એક યુવાન ઝાડ ઉપર ચડી જતા તેનો જીવ બચી ગયો હતો. વાઘના ખોફથી ડરેલો યુવાન આખી રાત  ઝાડ ઉપર જ વિતાવી હતી. વાઘના હુમલાથી ગભરાઈ ગયેલા વિકાસ નામના યુવાને જણાવ્યું […]

જૂનાગઢના પ્રાણીસંગ્રહાલયમાં 18 મહિનામાં 40 સિંહબાળનો જન્મ

અમદાવાદઃ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સાવજોની ગર્જના હવે વધી રહી છે. સફળ પ્રજનન માટે પાયો અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સાવજોની દેખરેખને કારણે 18 મહિનામાં 40 સિંહબાળનો જન્મ થયો છે. ઝૂમાં દર વર્ષે પાંચથી છ સિંહબાળનો જન્મ થાય છે. જો કે, છેલ્લા 18 મહિનામાં 40 સિંહબાળના જન્મનો નવો રેકોર્ડ બન્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર સક્કરબાગ ઝૂમાં વર્ષ […]

કોટડાસાંગણી વિસ્તારમાંથી વન વિભાગે એકત્ર કરેલો દાઢ લાખ કિલો ઘાસનો જથ્થો વરસાદમાં પલળી ગયો

રાજકોટઃ  કોટડાસાગણી વિસ્તારમાં વન વિભાગ દ્વારા દોઢ લાખ કિલો ઘાસ એકઠું કરવામાં આવ્યું હતું. અને એકત્ર થયેલું ઘાસ ખૂલ્લા મેદાનમાં રાખવામાં આવ્યું હતું. વરસાદની સીઝન હોવાની જાણ હોવા છતા વન વિભાગના સ્ટાફે ઘાસને ઢાક્યુ નહતું. દરમિયાન વરસાદ પડતા ઘાસ પલળી ગયું હતું. આમ વન વિભાગના સ્ટાફની બેદરકારીને લીધે દોઢ લાખ કિલો ઘાસનો જથ્થો કોહવાઈ ગયો […]

ગુજરાતમાં સિંહની સંખ્યા વધીને 700ને વટાવી ગઈઃ પૂનમ અવલોકનમાં વધુ બાળસિંહ નજરે પડ્યા

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાના કારણે સિંહ અભ્યારણ્યો મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન સિંહનો સવનન પિરિયડ હોવાથી સિંહ એવું વન્યપ્રાણી છે કે, કોઈનીયે ખલેલ સહન કરતો નથી. રાજ્યમાં સરકારના પ્રયાસોથી અને યોગ્ય દેખભાળને લીધે સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતમાં સિંહની સંખ્યામાં 6થી 8 ટકાનો વધારો થતાં વસ્તી 700ને પાર પહોંચી […]

ખાંભા અને મીતિયાળા અભયારણ્ય નજીક રાત્રે ગેરકાયદે લાયન શોઃ વન વિભાગ નિષ્ક્રિય

અમરેલીઃ જિલ્લાના ખાંભા રેવન્યુ અને મીતિયાળા અભ્યારણ્ય રેન્જમાં ગેરકાયદે લાયન શો યોજાતા હોય છે. હાલ ચોમાસાની સીઝનનો પ્રારંભ થતા સિંહનો મેટિગ પીરિયડ ચાલતો હોય છે, આ સમયે સિંહ કોઈ પણ ખલેલને સહન કરતો નથી. અને તેથી જ ગીર અભ્યારણ્યમાં પણ ચોમાસા દરમિયાન સિંહ દર્શન બંધ કરવામાં આવે છે. ત્યારે ખાંભા અને મીતિયાળા અભ્યારણ્યમાં ગેરકાયદે લાયન […]

GPSC દ્વારા વન વિભાગની રવિવારે યોજાનારી પરીક્ષામાં કોરોના સંક્રમિત ઉમેદવારો માટે અલગ વ્યવસ્થા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણો ખૂબ હળવા કર્યા છે. વેપાર-ધંધા પણ રાબેતા મુજબના બની ગયા છે. બીજીબાજુ સરકારે ભરતી માટેની જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે. રાજ્યભરમાં આવતીકાલ તા.20મીને રવિવારે લેવાનારી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરીક્ષા કોરોના સંક્રમિત ઉમેદવારો પણ આપી શકશે એવો નિર્ણય જીપીએસસી દ્રારા લેવાયો હોવાનું સૂત્રોએ […]

વાવાઝોડામાં ગીરકાંઠા વિસ્તારમાંથી ગુમ થયેલા 18 સિંહને શોધવા વન વિભાગની કવાયત

અમદાવાદઃ તૌકતે વાવાઝોડાએ વન્યપ્રાણી સૃષ્ટિને પણ નુકસાન પહોંચાડ્યું છે. અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગરના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી ઓછામાં ઓછા 18 સિંહ ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે, આ એ જિલ્લાઓ છે જ્યાં વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળી હતી. વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ અમરેલીના રાજુલા અને જાફરાબાદ તાલુકો, ગીર સોમનાથનો ઉના અને કોડિનાર તાલુકો તેમજ ભાવનગરના […]

ગીર જંગલમાં વન્યપ્રાણીઓના શિકાર માટે આવેલી ટોળકી ઝબ્બે, 15 ફાંસલા મળ્યાં

અમદાવાદઃ ગીર જંગલ વિસ્તારમાં ફાંસલા ફસાયેલુ સિંહબાળ મળી આવતા વનવિભાગ હરકતમાં આવ્યું હતું. તેમજ ફાંસલા ગોઠવનારા શિકારીઓને ઝડપી લેવા તપાસ આરંભી હતી. દરમિયાન પોલીસે 25 જેટલા શખ્સોની અટકાયત કરી હતી. જેમની પાસેથી 15 જેટલા ફાંસલા અને વન્યપ્રાણીઓના હાડકા મળી આવ્યાં હતા. પોલીસે  આરોપીઓના રિમાન્ડ મેળવીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથ […]

ગીર જંગલમાં શિકારીઓને ઝડપી લેવા માટે વન વિભાગે શરૂ કર્યું ઓપરેશન, રેડ એલર્ટ જાહેર કરાયું

અમદાવાદઃ ભારતમાં સિંહનું ઘર ગણાતા ગીર જંગલ વિસ્તારમાં શિકારીઓ સક્રીય થયાનું સામે આવતા વન વિભાગ સક્રીય થયું છે. તેમજ શિકારીઓને ઝડપી લેવા માટે વનવિભાગે એલર્ટ જાહેર કરીને સઘન કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. શિકારીઓએ સિંહને ફસાવવા માટે છ સ્થળો ઉપર ગોઠલેવા ફાસલા પૈકી 4 ફાસલાને શોધી કાઢવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગીર જંગલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code