G-20: એકતાનગરનો નજારો જોઈ અભિભૂત થયા ડેલીગેટ્સ, સાતપુડા-વિંદ્યાચલની ગિરિકંદરાઓનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું
અમદાવાદઃ વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટતમ પ્રતિમાના સાનિધ્યમાં ‘વસુધેવ કુટુંબકમ’ ની થીમ સાથે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિશેષ સચિવશ્રીઓની ઉપસ્થિતિ અને દેશ-વિદેશના ડેલીગેટ્સની હાજરીમાં G20ની 3જી મિટીંગ યોજાઈ રહી છે. એકતાનગરમાં વિવિધ પ્રદર્શની સહિત ટેન્ટ સીટી-1 ખાતે પ્રથમ દિવસે ‘ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ સેમિનાર યોજાયો હતો. […]


