1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. G-20: એકતાનગરનો નજારો જોઈ અભિભૂત થયા ડેલીગેટ્સ, સાતપુડા-વિંદ્યાચલની ગિરિકંદરાઓનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું
G-20: એકતાનગરનો નજારો જોઈ અભિભૂત થયા ડેલીગેટ્સ, સાતપુડા-વિંદ્યાચલની ગિરિકંદરાઓનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું

G-20: એકતાનગરનો નજારો જોઈ અભિભૂત થયા ડેલીગેટ્સ, સાતપુડા-વિંદ્યાચલની ગિરિકંદરાઓનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું

0
Social Share

અમદાવાદઃ વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટતમ પ્રતિમાના સાનિધ્યમાં ‘વસુધેવ કુટુંબકમ’ ની થીમ સાથે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિશેષ સચિવશ્રીઓની ઉપસ્થિતિ અને દેશ-વિદેશના ડેલીગેટ્સની હાજરીમાં G20ની 3જી મિટીંગ યોજાઈ રહી છે. એકતાનગરમાં વિવિધ પ્રદર્શની સહિત ટેન્ટ સીટી-1 ખાતે પ્રથમ દિવસે ‘ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ સેમિનાર યોજાયો હતો. ત્યારબાદ સાંજે ગુજરાતના ઉદ્યોગ, લઘુ તથા સુક્ષ્મ મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂત ગુજરાત સરકાર વતી વિદેશી ડેલીગેટ્સ સાથે ગાલા ડિનર માટે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

એકતાનગર ખાતે સેમિનાર અને પત્રકાર પરિષદ બાદ સાંજે વિદેશી ડેલીગેટ્સ માટે ટેન્ટ સીટી-૨ ખાતે ભારતીય સંસ્કૃતિની ઝલક અને ગુજરાતની ઝાંખી દર્શાવતી કૃતિઓ પ્રસ્તુત કરતા મહેમાનોએ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. મંત્રી રાજપુતે વિવિધ દેશોના ડેલીગેટ્સ સાથે ટેન્ટ સિટી-2 ખાતે મુલાકાત કરીને G20 સમીટ વિશે ચર્ચાઓ કરી હતી. ગુજરાતી કલાકારો દ્વારા રાત્રિ કાર્યક્રમ દરમિયાન પ્રસ્તુત કરાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક સે બઢકર એક ઝાંખી નિહાળી હતી. મંત્રીશ્રીએ બાદમાં કલાકારો સાથે સમૂહ તસ્વીર ખેંચાવી હતી. મંત્રીશ્રીએ ટ્રેડ ઇન્વેસ્ટર સમીટમાં વિવિધ દેશોમાંથી પધારેલા ડેલીગેટ્સ સાથે ગાલા ડિનરમાં સહભાગી બની રાજ્ય સરકાર વતી ઉપસ્થિતિ નોંધાવી હતી. જ્યાં ‘શ્રી અન્ન’ ભારતીય પરંપરાગત આહારનો લ્હાવો ડેલીગેટ્સે માણ્યો હતો.

એકતાનગર ખાતે ઉપસ્થિત રહેલા મંત્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, જી20ની સમગ્ર ભારતમાં ૧૭ જેટલી મિટીંગ આયોજિત કરવામાં આવી છે. દેશ-વિદેશના ડેલિગેટ્સને ગુજરાતમાં દીલથી આવકારીએ છીએ. ગુજરાતમાં આયોજિત મિટિંગો પૈકીની આ ચોથી મિટિંગ છે. ગુજરાત પ્રગતિશીલ રાજ્ય છે તેના વિકાસને નજરે નિહાળી વિદેશી ડેલિગેટ્સ અભિભૂત થયા હતા અને પ્રસંશા કરી હતી. ગુજરાત વિકાસનું મોડેલ બન્યુ છે તેને સૌ રાજ્યો અનુસરે છે. ગુજરાતની મોડેલ રાજ્ય તરીકેની પહેલ વિશ્વમાં પણ આગવી ઓળખ ધરાવે છે. ગુજરાતને ૧૬૦૦ કિમી લાંબો દરિયા કિનારો ધરાવે છે ત્યારે બંદરોનો વિકાસ કરી આયાત-નિકાસને વધારવા સાથે પ્રવાસનને પણ વધુ વેગ આપી શકાશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી થોડા દિવસો પહેલાં અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે રોકણકારોને ખૂબ સારું પ્રોત્સાહન મળ્યું છે. માત્ર ૬ દિવસમાં જ રોકાણકારોને જમીન ફાળવી દેવામાં આવી હોવાનું પણ મંત્રીએ ઉમેર્યું હતું.

વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટતમ પ્રતિમાના સાનિધ્યમાં ચાલી રહેલી G20 સમિટમાં દેશ-વિદેશના ડેલીગેટ્સ પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. આ બિઝનેસ સમિટમાં ભાગ લેવા ઉપસ્થિત રહેલા વિદેશી ડેલિગેટ્સને વિવિધ પ્રવાસન પ્રકલ્પોની મુલાકાત કરાવવામાં આવી હતી.

એકતાનગર ખાતે સેમિનાર બાદ વિદેશી મહેમાનોએ વોકલ ફોર લોકલના સૂત્રને ચરિતાર્થ કરીને ભારતીય હાઠવણાટની ચીજ-વસ્તુઓને પ્રોત્સાહિત કરતા એકતામોલની મુલાકાત કરી હતી. ત્યારબાદ સૌ ડેલીગેટ્સ ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની મુલાકાતે પહોંચ્યા હતા. નર્મદા ડેમનો નજારો નિહાળી ડેલિગેટ્સ અત્યંત પ્રભાવિત થયા હતા. ડેમસાઇટ પરથી ડેલીગેટ્સને મા નર્મદાના દર્શન કરવાનો લ્હાવો સહિત સાતપુડા-વિંધ્યાચલની ગિરીમાળા, પ્રાકૃતિક સૌંદર્ય, જંગલની વનરાજી અને સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ભવ્ય દર્શન કર્યા હતા.

વિદેશી ડેલીગેટ્સ માટે એક અદભુત, અવિશ્વસનીય, અકલ્પનીય, વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને નજીકથી નિહાળવાનો લ્હાવો મળ્યો હતો. વિદેશી મહેમાનો પ્રતિમાને પ્રથમ નજરે જોતાં તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી અભિભૂત થયા હતા. તદ્દઉપરાંત, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત પ્રદર્શિત કરાયેલ તસવીરી પ્રદર્શન પણ તેમણે નિહાળી મહાનુભાવોએ યાદગીરી રૂપે સમૂહ તસવીર પણ ખેંચાવી હતી.

વિદેશના ડેલીગેટ્સ માટે ટેન્ટ સીટી-૨ ખાતે ભારતીય સંસ્કૃતિની ઝલક સાથે ગુજરાતની ઝાંખી દર્શાવતી વિવિધ કૃતિઓ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન પ્રસ્તુત કરવામાં આવી હતી. જેને મહેમાનોએ નિહાળી ‘શ્રી અન્ન’ ભારતીય પરંપરાગત મિલેટ્સ માંથી બનાવેલી વાનગીઓનો આસ્વાદ માણી ભારતીય સંસ્કૃતિના દર્શન કર્યા હતા.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code